Ahmedabad: ત્રણ વર્ષથી ઓછા સમયમાં રૂ. 2,145 કરોડ સેરવાયા
પેમેન્ટ ઇનોવેશનના મોરચે જેને કારણે ભારતની વિશ્વભરમાં પ્રશંસા થાય છે તે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ(UPI)એ પોતાના સહજ ક્યૂઆર કોડ તથા યુપીઆઈ આઈડી સિસ્ટમની સાથે ડિજિટલ લેવડદેવડમાં ક્રાંતિ લાવી દીધી છે. જો કે તેને જેટલી ઝડપથી અપનાવવામાં આવી રહ્યું છે તેટલી જ ઝડપથી ફ્રોડના કિસ્સામાં પણ વધારો થઈ રહ્યો છે.25 નવેમ્બરે સંસદમાં રાજ્યકક્ષાના કેન્દ્રીય નાણાપ્રધાન પંકજ ચૌધરી દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર ચાલુ નાણાકીય વર્ષ(2024-25)માં સપ્ટેમ્બર સુધી દેશભરના લોકોએ યુપીઆઈ સંબંધિત ફ્રોડના 6.32 લાખ કેસીસમાં રૂ. 485 કરોડની ચોંકાવનારી છેતરપિંડી થઇ હોવાની ફરિયાદ કરી છે. 2023-24માં લગભગ 13.42 લાખ ફ્રોડના કેસીસમાં 1087 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. 2022-23માં લગભગ 100 ટકાનો વધારો નોંધાયો હતો કે જ્યારે 7.25 લાખ ફ્રોડના કેસીસ મારફત રૂ. 573 કરોડનું નુકસાન થયું હતું. આમ પાછલા ત્રણ વર્ષ કરતાં પણ ઓછા સમયમાં ભારતીયો સાથે રૂ. 2,145 કરોડનો યુપીઆઈ ફ્રોડ થયો હતો. કડક અને ઝડપી સજાની તાતી જરૂર : નિષ્ણાત સુપ્રીમ કોર્ટના એડવોકેટ ડૉ. પવન દુગ્ગલ કહે છે કે 2023માં વિશ્વને સાઇબર અપરાધના કારણે છ ટ્રિલિયન ડોલર કરતાં પણ વધારે નુકસાન થયું હતું અને 2024ના અંત સુધીમાં આ આંકડો આઠ ટ્રિલિયન તથા 2025ના અંત સુધીમાં 10.5 ટ્રિલિયન થઈ શકે છે. તેઓ કહે છે કે સાઇબર અપરાધ એક વૈશ્વિક ખતરો બની ગયો છે પણ ભારતે અલગ પ્રકારના પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતમાં અપેક્ષાથી કમજોર સાઇબર અપરાધ કાનૂન અને એક ટકા કરતાં પણ ઓછા સજા દરના કારણે દેશ સાઇબર અપરાધ માટે પરીક્ષણ સ્થળ બની ગયું છે. દેશમાં આ ફ્રોડને નાબૂદ કરવા કડક અને ઝડપી ન્યાયની જરૂર છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પેમેન્ટ ઇનોવેશનના મોરચે જેને કારણે ભારતની વિશ્વભરમાં પ્રશંસા થાય છે તે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ(UPI)એ પોતાના સહજ ક્યૂઆર કોડ તથા યુપીઆઈ આઈડી સિસ્ટમની સાથે ડિજિટલ લેવડદેવડમાં ક્રાંતિ લાવી દીધી છે. જો કે તેને જેટલી ઝડપથી અપનાવવામાં આવી રહ્યું છે તેટલી જ ઝડપથી ફ્રોડના કિસ્સામાં પણ વધારો થઈ રહ્યો છે.
25 નવેમ્બરે સંસદમાં રાજ્યકક્ષાના કેન્દ્રીય નાણાપ્રધાન પંકજ ચૌધરી દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર ચાલુ નાણાકીય વર્ષ(2024-25)માં સપ્ટેમ્બર સુધી દેશભરના લોકોએ યુપીઆઈ સંબંધિત ફ્રોડના 6.32 લાખ કેસીસમાં રૂ. 485 કરોડની ચોંકાવનારી છેતરપિંડી થઇ હોવાની ફરિયાદ કરી છે. 2023-24માં લગભગ 13.42 લાખ ફ્રોડના કેસીસમાં 1087 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. 2022-23માં લગભગ 100 ટકાનો વધારો નોંધાયો હતો કે જ્યારે 7.25 લાખ ફ્રોડના કેસીસ મારફત રૂ. 573 કરોડનું નુકસાન થયું હતું. આમ પાછલા ત્રણ વર્ષ કરતાં પણ ઓછા સમયમાં ભારતીયો સાથે રૂ. 2,145 કરોડનો યુપીઆઈ ફ્રોડ થયો હતો.
કડક અને ઝડપી સજાની તાતી જરૂર : નિષ્ણાત
સુપ્રીમ કોર્ટના એડવોકેટ ડૉ. પવન દુગ્ગલ કહે છે કે 2023માં વિશ્વને સાઇબર અપરાધના કારણે છ ટ્રિલિયન ડોલર કરતાં પણ વધારે નુકસાન થયું હતું અને 2024ના અંત સુધીમાં આ આંકડો આઠ ટ્રિલિયન તથા 2025ના અંત સુધીમાં 10.5 ટ્રિલિયન થઈ શકે છે. તેઓ કહે છે કે સાઇબર અપરાધ એક વૈશ્વિક ખતરો બની ગયો છે પણ ભારતે અલગ પ્રકારના પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતમાં અપેક્ષાથી કમજોર સાઇબર અપરાધ કાનૂન અને એક ટકા કરતાં પણ ઓછા સજા દરના કારણે દેશ સાઇબર અપરાધ માટે પરીક્ષણ સ્થળ બની ગયું છે. દેશમાં આ ફ્રોડને નાબૂદ કરવા કડક અને ઝડપી ન્યાયની જરૂર છે.