Ahmedabad: AMTSનું 682 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, ખોટમાં થયો વધારો
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું વર્ષ 2025-26 માટેનું ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા રૂપિયા 682 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગત વર્ષના રૂપિયા 641.05 કરોડના ડ્રાફ્ટ બજેટમાં આ વર્ષે રૂપિયા 40.50 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટ બજેટમાં ભાજપના શાસકો દ્વારા આગામી સમયમાં સુધારો કરી આખરી મંજૂરી આપવામાં આવશે.AMTSની ખોટમાં થયો સતત વધારો મેગા સીટી અમદાવાદના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવાર માટે આશીર્વાદરૂપી ગણાતી જાહેર પરિવહન સેવા એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ માટે ટ્રાન્સપોર્ટ મેનેજરે આગામી નાણાંકીય વર્ષ માટેનું રૂપિયા 682 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં ફરી એકવાર બસની સંખ્યા વધારવાનો જૂનો રાગ આલાપવામાં આવ્યો છે. નોંધનીય છે કે AMTSની ખોટ સતત વધી રહી છે. AMTSની ખોટ રૂપિયા 410 કરોડથી વધીને રૂપિયા 437 કરોડ થઈ છે, જેને ઓછી કરવા માટે પણ એજ જૂની પુરાણી કેસેટ વગાડવામાં આવી છે. એક નજર કરીએ નવા ડ્રાફ્ટ બજેટની મહત્વની જોગવાઈઓ પર 1,172 બસની ફ્લીટની સામે 1,113 બસ રોડ પર મુકવાનું આયોજન RTO ખાતે મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ વિસાવવાનું આયોજન 60 મીની ac ઈલેક્ટ્રિક બસ વસાવવામાં આવશે 800 સ્માર્ટ બસ શેલ્ટર ઉભા કરવામાં આવશે 225 ac ઈલેક્ટ્રિક બસ વસાવવામાં આવશે MP-MLA ગ્રાન્ટમાંથી 300 મીની શેલ્ટર બનાવવામાં આવશે જમાલપુર ડેપો ખાતે 100 ઈલેક્ટ્રિક બસના પાર્કિંગ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરાશે જમાલપુર ખાતે 100 ઈલેક્ટ્રિક બસ માટે ચાર્જિંગ સ્ટેશન બનાવાશે AMTSની દૈનિક ટિકિટ મોબાઈલ એપ્લિકેશન થકી કરવાનું આયોજન મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા હેઠળ 130 કરોડની ગ્રાન્ટ મળશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું વર્ષ 2025-26 માટેનું ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા રૂપિયા 682 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગત વર્ષના રૂપિયા 641.05 કરોડના ડ્રાફ્ટ બજેટમાં આ વર્ષે રૂપિયા 40.50 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટ બજેટમાં ભાજપના શાસકો દ્વારા આગામી સમયમાં સુધારો કરી આખરી મંજૂરી આપવામાં આવશે.
AMTSની ખોટમાં થયો સતત વધારો
મેગા સીટી અમદાવાદના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવાર માટે આશીર્વાદરૂપી ગણાતી જાહેર પરિવહન સેવા એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ માટે ટ્રાન્સપોર્ટ મેનેજરે આગામી નાણાંકીય વર્ષ માટેનું રૂપિયા 682 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં ફરી એકવાર બસની સંખ્યા વધારવાનો જૂનો રાગ આલાપવામાં આવ્યો છે. નોંધનીય છે કે AMTSની ખોટ સતત વધી રહી છે. AMTSની ખોટ રૂપિયા 410 કરોડથી વધીને રૂપિયા 437 કરોડ થઈ છે, જેને ઓછી કરવા માટે પણ એજ જૂની પુરાણી કેસેટ વગાડવામાં આવી છે.
એક નજર કરીએ નવા ડ્રાફ્ટ બજેટની મહત્વની જોગવાઈઓ પર
- 1,172 બસની ફ્લીટની સામે 1,113 બસ રોડ પર મુકવાનું આયોજન
- RTO ખાતે મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ વિસાવવાનું આયોજન
- 60 મીની ac ઈલેક્ટ્રિક બસ વસાવવામાં આવશે
- 800 સ્માર્ટ બસ શેલ્ટર ઉભા કરવામાં આવશે
- 225 ac ઈલેક્ટ્રિક બસ વસાવવામાં આવશે
- MP-MLA ગ્રાન્ટમાંથી 300 મીની શેલ્ટર બનાવવામાં આવશે
- જમાલપુર ડેપો ખાતે 100 ઈલેક્ટ્રિક બસના પાર્કિંગ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરાશે
- જમાલપુર ખાતે 100 ઈલેક્ટ્રિક બસ માટે ચાર્જિંગ સ્ટેશન બનાવાશે
- AMTSની દૈનિક ટિકિટ મોબાઈલ એપ્લિકેશન થકી કરવાનું આયોજન
- મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા હેઠળ 130 કરોડની ગ્રાન્ટ મળશે