Vadodara: ડેસર મામલતદાર કચેરીનો કોમ્પ્યુર ઓપરેટર 6000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

વડોદરામાં ડેસર મામલતદાર કચેરીનો કોમ્પ્યુર ઓપરેટર લાંચ લેતા ઝડપાયો છે. ACBના છટકામાં કોમ્પ્યુટર ઓપરેટર 6000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે. આરોપીએ વેચાણ દસ્તાવેજની પાકી નોંધ કરવા લાંચ માંગી હતી.મળતી માહિતી મુજબ, ડેસર મામલતદાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર 6000ની લાંચ લેતા ઝડપાયો છે.  ડેસર મામલતદાર કચેરી ખાતે વેચાણ દસ્તાવેજની તેમજ મૈયતની કાચી નોંધની પાકી નોંધ કરવા અરજી કરી હતી. ફરિયાદીએ વડોદરા ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા આજે છટકું ગોઠવ્યું તેમાં કોમ્પ્યુટર ઓપરેટર રાજેન્દ્રસિંહ રામસિંહ પરમાર રહે ‌પરથમપુરા તાલુકા સાવલી ઝડપાયો છે. કોમ્પ્યુટર ઓપરેટર 6000ની લાંચ લેતા ઝડપાયાના અહેવાલ વાયુવેગે પ્રસરતા ડેસર મામલતદાર કચેરીએ સન્નાટો છવાયો છે.કોઈ તમારી પાસે લાંચ માંગે તો કરો એસીબીનો સંપર્ક ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.

Vadodara: ડેસર મામલતદાર કચેરીનો કોમ્પ્યુર ઓપરેટર 6000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરામાં ડેસર મામલતદાર કચેરીનો કોમ્પ્યુર ઓપરેટર લાંચ લેતા ઝડપાયો છે. ACBના છટકામાં કોમ્પ્યુટર ઓપરેટર 6000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે. આરોપીએ વેચાણ દસ્તાવેજની પાકી નોંધ કરવા લાંચ માંગી હતી.

મળતી માહિતી મુજબ, ડેસર મામલતદાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર 6000ની લાંચ લેતા ઝડપાયો છે.  ડેસર મામલતદાર કચેરી ખાતે વેચાણ દસ્તાવેજની તેમજ મૈયતની કાચી નોંધની પાકી નોંધ કરવા અરજી કરી હતી. ફરિયાદીએ વડોદરા ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા આજે છટકું ગોઠવ્યું તેમાં કોમ્પ્યુટર ઓપરેટર રાજેન્દ્રસિંહ રામસિંહ પરમાર રહે ‌પરથમપુરા તાલુકા સાવલી ઝડપાયો છે. કોમ્પ્યુટર ઓપરેટર 6000ની લાંચ લેતા ઝડપાયાના અહેવાલ વાયુવેગે પ્રસરતા ડેસર મામલતદાર કચેરીએ સન્નાટો છવાયો છે.

કોઈ તમારી પાસે લાંચ માંગે તો કરો એસીબીનો સંપર્ક

ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.