Gujarat : 11 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી થશે શરૂ, ખેડૂતોમાં ખુશી

ગુજરાત સરકાર 11 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરશે,ખેડૂતો ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવી છે.સાથે સાથે મગફળી માટે 3.22 લાખ ખેડૂતો,સોયાબીન માટે 21600 ખેડૂતો,અડદમાં માત્ર 249 ખેડૂતો,મગની ખરીદી માટે 658 ખેડૂતોએ નોંધણી કરાવી છે.ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રાજ્ય સરકારે વધુ ૧૦ દિવસનો સમય લંબાવવાની કરી હતી જાહેરાત.11 નવેમ્બરથી ખરીદી શરૂ ગુજરાતના ખેડૂતોને તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ અને આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.ખેડૂતો નોંધણી કરાવી શકે તે માટે નાફેડનું ઈ-સમૃધ્ધિ પોર્ટલ તા. ૦૩-૧૦-૨૦૨૪ થી તા. ૩૧-૧૦-૨૦૨૪ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. રાજ્યનો કોઈપણ ખેડૂત ટેકાના ભાવે ખરીદીના લાભથી વંચિત ન રહી જાય તે માટે આ નોંધણી પ્રક્રિયા આગામી તા. ૧૧ નવેમ્બર, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે. 97 ખરીદ કેન્દ્રો નક્કી કરાયા ભારત સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પી.એસ.એસ. હેઠળ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની ટેકાના ભાવે તા. ૨૧મી ઑક્ટોબર થી ખરીદી શરૂ કરવામાં આવી છે. કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્યમાં મગફળી માટે ૧૬૦, મગ માટે ૭૩, અડદ માટે ૧૦૫ અને સોયાબીન માટે ૯૭ ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. જણસીની ટેકાના ભાવે ખરીદી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી કુલ રૂ. 7645 કરોડના મૂલ્યની 11.27 લાખ મેટ્રિક ટન મગફળી, રૂ. 450 કરોડના મૂલ્યની 92000 મેટ્રિક ટન સોયાબીન, રૂ. 370 કરોડના મૂલ્યની 50970 મેટ્રિક ટન અડદ અને રૂ. 70 કરોડના મૂલ્યની 8000 મેટ્રિક ટન મગની મળીને કુલ રૂ.8474 કરોડના મુલ્યની આશરે 12.78 લાખ મેટ્રિક ટન જણસીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

Gujarat : 11 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી થશે શરૂ, ખેડૂતોમાં ખુશી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત સરકાર 11 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરશે,ખેડૂતો ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવી છે.સાથે સાથે મગફળી માટે 3.22 લાખ ખેડૂતો,સોયાબીન માટે 21600 ખેડૂતો,અડદમાં માત્ર 249 ખેડૂતો,મગની ખરીદી માટે 658 ખેડૂતોએ નોંધણી કરાવી છે.ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રાજ્ય સરકારે વધુ ૧૦ દિવસનો સમય લંબાવવાની કરી હતી જાહેરાત.

11 નવેમ્બરથી ખરીદી શરૂ

ગુજરાતના ખેડૂતોને તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ અને આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.ખેડૂતો નોંધણી કરાવી શકે તે માટે નાફેડનું ઈ-સમૃધ્ધિ પોર્ટલ તા. ૦૩-૧૦-૨૦૨૪ થી તા. ૩૧-૧૦-૨૦૨૪ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. રાજ્યનો કોઈપણ ખેડૂત ટેકાના ભાવે ખરીદીના લાભથી વંચિત ન રહી જાય તે માટે આ નોંધણી પ્રક્રિયા આગામી તા. ૧૧ નવેમ્બર, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે.

97 ખરીદ કેન્દ્રો નક્કી કરાયા

ભારત સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પી.એસ.એસ. હેઠળ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની ટેકાના ભાવે તા. ૨૧મી ઑક્ટોબર થી ખરીદી શરૂ કરવામાં આવી છે. કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્યમાં મગફળી માટે ૧૬૦, મગ માટે ૭૩, અડદ માટે ૧૦૫ અને સોયાબીન માટે ૯૭ ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે.

જણસીની ટેકાના ભાવે ખરીદી

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી કુલ રૂ. 7645 કરોડના મૂલ્યની 11.27 લાખ મેટ્રિક ટન મગફળી, રૂ. 450 કરોડના મૂલ્યની 92000 મેટ્રિક ટન સોયાબીન, રૂ. 370 કરોડના મૂલ્યની 50970 મેટ્રિક ટન અડદ અને રૂ. 70 કરોડના મૂલ્યની 8000 મેટ્રિક ટન મગની મળીને કુલ રૂ.8474 કરોડના મુલ્યની આશરે 12.78 લાખ મેટ્રિક ટન જણસીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.