Rajkot નાગરિક બેંકના પૂર્વ ચેરમેન મણિયારને સમન્સ, રૂ.8 કરોડના લોન-કૌભાંડ મામલે કાર્યવાહી

રાજકોટ નાગરિક બેંકના પૂર્વ ચેરમેન અને બેન્કિંગ ક્ષેત્રના અગ્રણી કલ્પક મણિયારને રાજકોટ નાગરિક બેંકની મુંબઈ શાખામાં ડો.રાજપોપટને 8 કરોડથી વધુની અપાયેલી લોનમાં થયેલા કૌભાંડ મામલે સાક્ષી તરીકે હાજર રહેવા મુંબઈ પોલીસની આર્થિક ગુના નિવારણ શાખા (EOW)એ સમન્સ પાઠવ્યું છે.મુંબઈમાં 8 કરોડના લોન ફ્રોડ કેસમાં મણિયારને સમન્સમળતી માહિતી મુજબ, રાજકોટ નાગરિક બેંકની ચુંટણી પહેલા મામા ભાણેજની લડાઈ વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.  કલ્પક મણિયારને મુંબઈ પોલીસની EOW આખા દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યુ છે. રાજકોટ નાગરિક બેંકના પૂર્વ ચેરમેન કલ્પક મણિયાર ને સમન્સ પાઠવવામાં આવ્યુ છે. મુંબઈમાં 8 કરોડના લોન ફ્રોડ કેસમાં મુંબઈ પોલીસ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. સમગ્ર મામલે સાક્ષી તરીકે રૂબરૂ હાજર રહેવા ફરમાન બહાર પાડવામાં આવ્યું છે. હોસ્પિટલને 8 કરોડની લોનનો મામલો ચુંટણી સમયે જ અચાનક સામે આવતા અનેક તર્ક વિતર્કો થતા મુંબઈ પોલીસની EOW આખા દ્વારા સમન્સ મોકલ્યું છે.શું છે મામલો? છેલ્લા 27 વર્ષથી બિનહરીફ થતી નાગરિક બેંકમાં ડાયરેકટરોની ચૂંટણીમાં આ વખતે મામા સામે ભાણેજનો જગં જામ્યો છે અને ભયંકર આક્ષેપ–પ્રતિઆક્ષેપ થઇ રહ્યા છે. કલ્પક મણીયારે થોડા દિવસ અગાઉ નાગરિક બેંકમાં કૌભાંડો ચાલે છે એવું કહીને ચર્ચા જગાવી ત્યારે જ લાગતું હતું કે તેઓ આ વખતે નાગરિક બેંકની ચૂંટણીમાં પોતાના માણસો ઉતરશે. બન્યું પણ એવું જ છે. મામા યોતીન્દ્ર મણીયાર સમર્થિત સહકાર પેનલની સામે કલ્પક મનીયારે સંસ્કાર પેનલ ઉતારી છે. અને નાગરિક બેંકમાં મોટી આર્થિક ગરબડ ચાલી રહી હોવાના તથા વિવિધ શાખાઓમાં કૌભાંડો થઇ રહ્યા હોવાના આક્ષેપો લગાવ્યા હતા.ચૂંટણી પહેલા મામા ભાણેજની લડાઈ વચ્ચે સમન્સથી ચર્ચા નાગરિક બેંકમાં આ વખતે બેંકમાં 8 વર્ષ કોઈ હોદા પર રહેલા વ્યકિત ચૂંટણી લડી ન શકે એવા નિયમનું પાલન કરાવવામાં આવ્યું છે એટલે યોતીન્દ્ર મહેતા સહિતના આગેવાનો ઉમેદવારી કરી શકે તેમ નથી. બેંકના 21 ડાયરેકટરોની આગામી તારીખ ૧૭ ના રોજ ચૂંટણી યોજવાની છે કલ્પક મણીયારના આક્ષેપોના જવાબમાં મણીયાર વિરોધી પત્રિકાઓ પણ ફરતી થઈ ગઈ છે. આ પત્રિકામાં થઈ રહેલા આક્ષેપોથી સહકારી ક્ષેત્ર સ્તબ્ધ બની ગયો છે.મુંબઈની ખાનગી હોસ્પિટલમાં કલ્પક મણીયારે 95 લાખનો વહીવટ કર્યેા હોવાનો ચોકાવનારો આક્ષેપ આ પત્રિકામાં કરાયો છે અને વધુમાં જણાવ્યું છે કે આરબીઆઈના રિપોર્ટમાં આ ફ્રોડનો ઉલ્લેખ નથી પરંતુ મુંબઈ પોલીસની ઇકોનોમિક ઓફન્સ વિંગ દ્રારા જે સમન્સ પાઠવવામાં આવ્યું છે તેની વિગત જાહેર કરવા માટે પણ ચેલેન્જ આપવામાં આવી છે.મોટા પ્રમાણમાં આર્થિક ગોટાળા થયા હોવાનો આક્ષેપ  પત્રિકામાં પાર્થ પ્લેસમેન્ટના નામે ભરતીમાં મોટા પ્રમાણમાં આર્થિક ગોટાળા થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બેંકના ખર્ચે અરવિંદભાઈ મણિયાર જન કલ્યાણ ટ્રસ્ટના પ્રોગ્રામો કરીને લાખો પિયા ખર્ચ કરાયા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. કુબેર હોટલમાં પણ આર્થિક કૌભાંડમાં બેંકને ખાડામાં ઉતારી દેવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ પત્રિકામાં રાજમોતી ઓઇલ મીલ લોન કૌભાંડ નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બેડીપરા બ્રાન્ચના ૨૪ લેટનું કૌભાંડ પણ ઉજાગર કરવામાં આવ્યું છે. બેંકના એનપીએ ખાતેદાર દીપક મહેતા સાથે નાગરિક ઉત્સવના નામે કરેલું મોટું આર્થિક કૌભાંડ શું છે તેની પણ વિગતો માગવામાં આવી છે. પત્રિકામાં જણાવાયું છે કે બેંકના નવા હેડ કવાર્ટરના બાંધકામમાં કલ્પક મણિયારના પોઠીયા કામેશ્વર સાંગાણી દ્રારા થયેલા મોટા આર્થિક કૌભાંડમાં પણ કલ્પક મણિયારનો સહયોગ હોવાના આક્ષેપો આ પત્રિકામાં થઈ રહ્યા છે. ભેટ વિતરણમાં પણ આર્થિક ગોટાળાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

Rajkot નાગરિક બેંકના પૂર્વ ચેરમેન મણિયારને સમન્સ, રૂ.8 કરોડના લોન-કૌભાંડ મામલે કાર્યવાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ નાગરિક બેંકના પૂર્વ ચેરમેન અને બેન્કિંગ ક્ષેત્રના અગ્રણી કલ્પક મણિયારને રાજકોટ નાગરિક બેંકની મુંબઈ શાખામાં ડો.રાજપોપટને 8 કરોડથી વધુની અપાયેલી લોનમાં થયેલા કૌભાંડ મામલે સાક્ષી તરીકે હાજર રહેવા મુંબઈ પોલીસની આર્થિક ગુના નિવારણ શાખા (EOW)એ સમન્સ પાઠવ્યું છે.

મુંબઈમાં 8 કરોડના લોન ફ્રોડ કેસમાં મણિયારને સમન્સ

મળતી માહિતી મુજબ, રાજકોટ નાગરિક બેંકની ચુંટણી પહેલા મામા ભાણેજની લડાઈ વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.  કલ્પક મણિયારને મુંબઈ પોલીસની EOW આખા દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યુ છે. રાજકોટ નાગરિક બેંકના પૂર્વ ચેરમેન કલ્પક મણિયાર ને સમન્સ પાઠવવામાં આવ્યુ છે. મુંબઈમાં 8 કરોડના લોન ફ્રોડ કેસમાં મુંબઈ પોલીસ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. સમગ્ર મામલે સાક્ષી તરીકે રૂબરૂ હાજર રહેવા ફરમાન બહાર પાડવામાં આવ્યું છે. હોસ્પિટલને 8 કરોડની લોનનો મામલો ચુંટણી સમયે જ અચાનક સામે આવતા અનેક તર્ક વિતર્કો થતા મુંબઈ પોલીસની EOW આખા દ્વારા સમન્સ મોકલ્યું છે.

શું છે મામલો?

છેલ્લા 27 વર્ષથી બિનહરીફ થતી નાગરિક બેંકમાં ડાયરેકટરોની ચૂંટણીમાં આ વખતે મામા સામે ભાણેજનો જગં જામ્યો છે અને ભયંકર આક્ષેપ–પ્રતિઆક્ષેપ થઇ રહ્યા છે. કલ્પક મણીયારે થોડા દિવસ અગાઉ નાગરિક બેંકમાં કૌભાંડો ચાલે છે એવું કહીને ચર્ચા જગાવી ત્યારે જ લાગતું હતું કે તેઓ આ વખતે નાગરિક બેંકની ચૂંટણીમાં પોતાના માણસો ઉતરશે. બન્યું પણ એવું જ છે. મામા યોતીન્દ્ર મણીયાર સમર્થિત સહકાર પેનલની સામે કલ્પક મનીયારે સંસ્કાર પેનલ ઉતારી છે. અને નાગરિક બેંકમાં મોટી આર્થિક ગરબડ ચાલી રહી હોવાના તથા વિવિધ શાખાઓમાં કૌભાંડો થઇ રહ્યા હોવાના આક્ષેપો લગાવ્યા હતા.

ચૂંટણી પહેલા મામા ભાણેજની લડાઈ વચ્ચે સમન્સથી ચર્ચા

નાગરિક બેંકમાં આ વખતે બેંકમાં 8 વર્ષ કોઈ હોદા પર રહેલા વ્યકિત ચૂંટણી લડી ન શકે એવા નિયમનું પાલન કરાવવામાં આવ્યું છે એટલે યોતીન્દ્ર મહેતા સહિતના આગેવાનો ઉમેદવારી કરી શકે તેમ નથી. બેંકના 21 ડાયરેકટરોની આગામી તારીખ ૧૭ ના રોજ ચૂંટણી યોજવાની છે કલ્પક મણીયારના આક્ષેપોના જવાબમાં મણીયાર વિરોધી પત્રિકાઓ પણ ફરતી થઈ ગઈ છે. આ પત્રિકામાં થઈ રહેલા આક્ષેપોથી સહકારી ક્ષેત્ર સ્તબ્ધ બની ગયો છે.

મુંબઈની ખાનગી હોસ્પિટલમાં કલ્પક મણીયારે 95 લાખનો વહીવટ કર્યેા હોવાનો ચોકાવનારો આક્ષેપ આ પત્રિકામાં કરાયો છે અને વધુમાં જણાવ્યું છે કે આરબીઆઈના રિપોર્ટમાં આ ફ્રોડનો ઉલ્લેખ નથી પરંતુ મુંબઈ પોલીસની ઇકોનોમિક ઓફન્સ વિંગ દ્રારા જે સમન્સ પાઠવવામાં આવ્યું છે તેની વિગત જાહેર કરવા માટે પણ ચેલેન્જ આપવામાં આવી છે.

મોટા પ્રમાણમાં આર્થિક ગોટાળા થયા હોવાનો આક્ષેપ 

પત્રિકામાં પાર્થ પ્લેસમેન્ટના નામે ભરતીમાં મોટા પ્રમાણમાં આર્થિક ગોટાળા થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બેંકના ખર્ચે અરવિંદભાઈ મણિયાર જન કલ્યાણ ટ્રસ્ટના પ્રોગ્રામો કરીને લાખો પિયા ખર્ચ કરાયા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. કુબેર હોટલમાં પણ આર્થિક કૌભાંડમાં બેંકને ખાડામાં ઉતારી દેવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ પત્રિકામાં રાજમોતી ઓઇલ મીલ લોન કૌભાંડ નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બેડીપરા બ્રાન્ચના ૨૪ લેટનું કૌભાંડ પણ ઉજાગર કરવામાં આવ્યું છે. બેંકના એનપીએ ખાતેદાર દીપક મહેતા સાથે નાગરિક ઉત્સવના નામે કરેલું મોટું આર્થિક કૌભાંડ શું છે તેની પણ વિગતો માગવામાં આવી છે. પત્રિકામાં જણાવાયું છે કે બેંકના નવા હેડ કવાર્ટરના બાંધકામમાં કલ્પક મણિયારના પોઠીયા કામેશ્વર સાંગાણી દ્રારા થયેલા મોટા આર્થિક કૌભાંડમાં પણ કલ્પક મણિયારનો સહયોગ હોવાના આક્ષેપો આ પત્રિકામાં થઈ રહ્યા છે. ભેટ વિતરણમાં પણ આર્થિક ગોટાળાના આક્ષેપો કરવામાં આવ્યા છે.