Ahmedabad: શિક્ષણ વ્યવસ્થામાં ખામી રહી હોવી જોઈએ, જેથી ખ્યાતિ જેવા કાંડ થયો

ગાંધીનગરમાં યોજાયેલી વાઇસ ચાન્સેલર સમિટમાં રાજયના શિક્ષણમંત્રીએ ખુબજ મહત્વપૂર્ણ વાતો કરીને શિક્ષણ વ્યવસ્થામાં ચાલી આવતી ખામીઓને ઉજાગર કરીને સમયની સાથે રહીને નવા અપડેટ અપનાવવા અપીલ કરી છે.રાજયના શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યુ હતુ કે દર વર્ષે 8 લાખ વિધાર્થીઓ બહાર ભણવા માટે જતા રહે છે.બાદમાં ત્યાં મોટી કંપનીઓનાં CEO બને છે. આપણે એ કંપનીઓના ગુજરાતી CEO જોઈ ને ફૂલાઇ જઈએ છીએ. પણ આ ફૂલાવવાનો નહિ પણ ચિંતા નો વિષય છે. તેમણે કહ્યંુ હતુ કે આપણે અહીયા આ પ્રકારનું વતાવરણ સર્જવાની જરુર છે. યુનિવર્સિટીઓની કાર્યપધ્ધતિ અંગે શિક્ષણ મંત્રીએ કહ્યુ હતુ કે યુનિવર્સિટી એવું સમજે છે કે તેમનું કામ એડમિશન લેક્ચર અને પરીક્ષા પૂરતુ જ છે.આટલું જ કરીશું તો નાલંદા,તક્ષશિલા જેવી યુનિવર્સિટી નહિ બનાવી શકીએ. PhDથી માત્ર યુનિવર્સિટીના કબાટ ભરાય છે. PhDમાત્ર નોકરી મેળવવાનું સાધન નથી. અધ્યાપકોને ટકોર કરતા વધુમાં જણાવ્યુ હતું કે હવે તો તેમને સારા પગાર મળે છે. પગાર પ્રમાણે નું વળતર આપણે આપીએ છીએ કે નહીં તે જોવું પડશે. પ્રોફેસરો એ અપડેટ રહેવાની જરૂર છે. આપ જે લેક્ચર આપો છો તેના કરતા સારા નોલેજ સાથેના વીડિયો યૂટયૂબ મા ઉપલબ્ધ છે. પછી વિધાર્થીઓ શા માટે આપના લેક્ચર ભરવા માટે આવે. તમારે અપડેટ થવું પડશે નહિ તો વિધાર્થીઓ આપની સાથે જોડાશે નહિ. ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે શિક્ષણ મંત્રીનું દર્દ સામે આવ્યુ હતુ તેમણે કહ્યુ હતુ કે આપણી શિક્ષણ વ્યવસ્થામાં કોઈ ખામી તો હશે જ તો ડોક્ટર બન્યા બાદ આવા ખ્યાતિ હોસ્પિટલ જેવા કાંડ થયા. આપણે તેમનામાં મૂલ્ય નિષ્ઠા આપવામાં ઉણા ઉતર્યા હોવા જોઈએ.

Ahmedabad: શિક્ષણ વ્યવસ્થામાં ખામી રહી હોવી જોઈએ, જેથી ખ્યાતિ જેવા કાંડ થયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગાંધીનગરમાં યોજાયેલી વાઇસ ચાન્સેલર સમિટમાં રાજયના શિક્ષણમંત્રીએ ખુબજ મહત્વપૂર્ણ વાતો કરીને શિક્ષણ વ્યવસ્થામાં ચાલી આવતી ખામીઓને ઉજાગર કરીને સમયની સાથે રહીને નવા અપડેટ અપનાવવા અપીલ કરી છે.રાજયના શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યુ હતુ કે દર વર્ષે 8 લાખ વિધાર્થીઓ બહાર ભણવા માટે જતા રહે છે.

બાદમાં ત્યાં મોટી કંપનીઓનાં CEO બને છે. આપણે એ કંપનીઓના ગુજરાતી CEO જોઈ ને ફૂલાઇ જઈએ છીએ. પણ આ ફૂલાવવાનો નહિ પણ ચિંતા નો વિષય છે. તેમણે કહ્યંુ હતુ કે આપણે અહીયા આ પ્રકારનું વતાવરણ સર્જવાની જરુર છે. યુનિવર્સિટીઓની કાર્યપધ્ધતિ અંગે શિક્ષણ મંત્રીએ કહ્યુ હતુ કે યુનિવર્સિટી એવું સમજે છે કે તેમનું કામ એડમિશન લેક્ચર અને પરીક્ષા પૂરતુ જ છે.આટલું જ કરીશું તો નાલંદા,તક્ષશિલા જેવી યુનિવર્સિટી નહિ બનાવી શકીએ. PhDથી માત્ર યુનિવર્સિટીના કબાટ ભરાય છે. PhDમાત્ર નોકરી મેળવવાનું સાધન નથી. અધ્યાપકોને ટકોર કરતા વધુમાં જણાવ્યુ હતું કે હવે તો તેમને સારા પગાર મળે છે. પગાર પ્રમાણે નું વળતર આપણે આપીએ છીએ કે નહીં તે જોવું પડશે. પ્રોફેસરો એ અપડેટ રહેવાની જરૂર છે. આપ જે લેક્ચર આપો છો તેના કરતા સારા નોલેજ સાથેના વીડિયો યૂટયૂબ મા ઉપલબ્ધ છે. પછી વિધાર્થીઓ શા માટે આપના લેક્ચર ભરવા માટે આવે. તમારે અપડેટ થવું પડશે નહિ તો વિધાર્થીઓ આપની સાથે જોડાશે નહિ. ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે શિક્ષણ મંત્રીનું દર્દ સામે આવ્યુ હતુ તેમણે કહ્યુ હતુ કે આપણી શિક્ષણ વ્યવસ્થામાં કોઈ ખામી તો હશે જ તો ડોક્ટર બન્યા બાદ આવા ખ્યાતિ હોસ્પિટલ જેવા કાંડ થયા. આપણે તેમનામાં મૂલ્ય નિષ્ઠા આપવામાં ઉણા ઉતર્યા હોવા જોઈએ.