દાહોદના નકલી NA કૌભાંડમાં હવે પોલીસ ફરિયાદો થશે

દાહોદમાં નકલી એનએ હુકમ કૌભાંડમાં કેટલાયે સાચા ખોટા શકમંદો પર કાયદેસર કાર્યવાહીની તલવાર લટકી રહી છે. જેના કારણે અનેક લોકો પોતાના ઘરનું સપનુ રોળાઈ જવાના ભય નીચે ઉજાગરા કરી રહ્યા છે. કલેક્ટરે આ મામલે વિવિધ કચેરીઓના અધિકારીઓને ખોટા હુકમો મામલે જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધાવવા અધિકૃત કરી દીધા છે. ત્યારે હવે પોલીસ ફરિયાદો દાખલ કરવાની કાર્યવાહી શરુ કરાશે તેમ જાણવા મળ્યુ છે.દાહોદના નકલી એન.એ હુકમ કૌભાંડમાં કેટલાક મુઠ્ઠીભર ભુમાફ્યિાઓને કારણે આજે જમીન માલિકો અને બિલ્ડરોની સાથે મધ્યમ અને નિમ્ન મધ્યમ વર્ગના આશરે ત્રણ થી ચાર હજાર મકાન માલિકો પોતાનું લોહી પાણી એક કરી બનાવેલો માળો વિખેરાઈ જવાના ડરથી ફ્ફ્ડી રહ્યા છે. તપાસ અધિકારીઓએ 211 જેટલા સર્વે નંબર શંકાસ્પદ જાહેર કર્યા છે. તેમાં કેટલીયે જમીનો પર મકાન કે ફ્લેટ બનીને વેચાઈ ચુક્યા છે અને તેમાં કેટલાક તો જીવનની મૂડી ખર્ચ કરીને ઘરનું ઘર લઈને રહી રહ્યા છે. ત્યારે જમીન એનએનો હુકમ નકલી છે કે અસલી તેની સાથે આવા છેલ્લા લાભાર્થીને કોઈ લેવા દેવા નથી. જો આવી જમીનોના હુકમ નકલી હોય તો લાખો રૂપિયાનું સરકારી પ્રિમિયમ કોણ ભરશે? કે પછી તેનો બોજો પણ લાચાર લાભાર્થીને માથે જ આવશે? બીજી તરફ્ કલેક્ટરે મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, સીટી સર્વે કચેરી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના અધિકારીઓને એનએના નકલી હુકમોના અનુસંધાને પોલીસ ફરિયાદ દાખલ કરવા અધિકૃત કર્યા છે. જે અરજદારે એનએનો હુકમ કરાવ્યો હશે તે વ્યક્તિ સામે જે તે કચેરીનો અધિકૃત અધિકારી પોલીસ ફરિયાદ દાખલ કરાવશે અને તેની સામે કાર્યવાહી કરાશે. બીન સત્તાવાર જાણકારી અનુસાર જેટલા શંકાસ્પદ સર્વે નંબરો છે તેમાંથી લગભગ તમામ સામે પોલીસ ફરિયાદો નોંધાઈ શકે છે. હવે ચકાસણીની કામગીરી જ પૂર્ણ કરી દેવાઈ છે અને હવે પોલીસ ફરિયાદો દાખલ કરવાની કામગીરી હાથ વેંતમા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે.જેથી ઘણાની દિવાળી બગડશે તેમ લાગી રહ્યુ છે.હવે આમાં પાપડી ભેગી ઈયળ પણ બફઈ જવાની શંકા અને ડર પ્રવર્તી રહ્યો છે. કારણકે ખોટુ કરનાર સામે કાર્યવાહીનો કોઈ વિરોધ કરતુ નથી, પરંતુ કોઈ નિર્દોષ ફ્સાઈ ના જાય તેવી લાગણી અને માગણી ઉભી થઈ છે. સરકારી બાબુઓ પણ સાંણસામાં આવશે દાહોદમાં જુદી જુદી કચેરીઓમાંથી જમીન એનએના કહેવાતા સંદિગ્ઘ હુકમો કરીને સરકારની તિજોરીને કરોડો રૂપિયાના પ્રિમિયમની ચોરી કરવામાં આવી છે.ત્યારે વાડ હોય તો જ વેલો ચઢે તે ઉક્તિ પ્રમાણે કોઈને કોઈ કિસ્સામાં સરકારી બાબુઓની સંડોવણી પણ બહાર આવશે જ અને તેવા ભ્રષ્ટાચારી સામે પણ પોલીસ ફરિયાદ નોંધાવાશે જ તેમ પણ જાણવા મળ્યુ છે. 32 પ્રોપર્ટી કાર્ડ બની ગયા? દાહોદના નકલી એનએ હુકમ કૌભાંડ માં હવે ખોટા હુકમોની એન્ટ્રી પાડનારી સીટી સર્વે કચેરીની પણ એન્ટ્રી થઈ છે.એક માહિતી પ્રમાણે આ સીટી સર્વે કચેરીમાંથી 32 જેટલા પ્રોપર્ટી કાર્ડ કોઈ આધાર પુરાવા વિના જ બનાવી દેવામાં આવ્યા છે.જો આ વાતમાં કોઈતથ્ય હોય તો તો ગંભીર બાબત છે અને આવા કિસ્સામા પણ પોલીસ ફરિયાદ ચોક્કસ દાખલ કરાવાશે તેમ એક મહેસુલી અધિકારીએ જણાવ્યુ છે.

દાહોદના નકલી NA કૌભાંડમાં હવે પોલીસ ફરિયાદો થશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દાહોદમાં નકલી એનએ હુકમ કૌભાંડમાં કેટલાયે સાચા ખોટા શકમંદો પર કાયદેસર કાર્યવાહીની તલવાર લટકી રહી છે. જેના કારણે અનેક લોકો પોતાના ઘરનું સપનુ રોળાઈ જવાના ભય નીચે ઉજાગરા કરી રહ્યા છે.

કલેક્ટરે આ મામલે વિવિધ કચેરીઓના અધિકારીઓને ખોટા હુકમો મામલે જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધાવવા અધિકૃત કરી દીધા છે. ત્યારે હવે પોલીસ ફરિયાદો દાખલ કરવાની કાર્યવાહી શરુ કરાશે તેમ જાણવા મળ્યુ છે.

દાહોદના નકલી એન.એ હુકમ કૌભાંડમાં કેટલાક મુઠ્ઠીભર ભુમાફ્યિાઓને કારણે આજે જમીન માલિકો અને બિલ્ડરોની સાથે મધ્યમ અને નિમ્ન મધ્યમ વર્ગના આશરે ત્રણ થી ચાર હજાર મકાન માલિકો પોતાનું લોહી પાણી એક કરી બનાવેલો માળો વિખેરાઈ જવાના ડરથી ફ્ફ્ડી રહ્યા છે. તપાસ અધિકારીઓએ 211 જેટલા સર્વે નંબર શંકાસ્પદ જાહેર કર્યા છે. તેમાં કેટલીયે જમીનો પર મકાન કે ફ્લેટ બનીને વેચાઈ ચુક્યા છે અને તેમાં કેટલાક તો જીવનની મૂડી ખર્ચ કરીને ઘરનું ઘર લઈને રહી રહ્યા છે. ત્યારે જમીન એનએનો હુકમ નકલી છે કે અસલી તેની સાથે આવા છેલ્લા લાભાર્થીને કોઈ લેવા દેવા નથી. જો આવી જમીનોના હુકમ નકલી હોય તો લાખો રૂપિયાનું સરકારી પ્રિમિયમ કોણ ભરશે? કે પછી તેનો બોજો પણ લાચાર લાભાર્થીને માથે જ આવશે? બીજી તરફ્ કલેક્ટરે મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, સીટી સર્વે કચેરી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના અધિકારીઓને એનએના નકલી હુકમોના અનુસંધાને પોલીસ ફરિયાદ દાખલ કરવા અધિકૃત કર્યા છે. જે અરજદારે એનએનો હુકમ કરાવ્યો હશે તે વ્યક્તિ સામે જે તે કચેરીનો અધિકૃત અધિકારી પોલીસ ફરિયાદ દાખલ કરાવશે અને તેની સામે કાર્યવાહી કરાશે. બીન સત્તાવાર જાણકારી અનુસાર જેટલા શંકાસ્પદ સર્વે નંબરો છે તેમાંથી લગભગ તમામ સામે પોલીસ ફરિયાદો નોંધાઈ શકે છે. હવે ચકાસણીની કામગીરી જ પૂર્ણ કરી દેવાઈ છે અને હવે પોલીસ ફરિયાદો દાખલ કરવાની કામગીરી હાથ વેંતમા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે.જેથી ઘણાની દિવાળી બગડશે તેમ લાગી રહ્યુ છે.હવે આમાં પાપડી ભેગી ઈયળ પણ બફઈ જવાની શંકા અને ડર પ્રવર્તી રહ્યો છે. કારણકે ખોટુ કરનાર સામે કાર્યવાહીનો કોઈ વિરોધ કરતુ નથી, પરંતુ કોઈ નિર્દોષ ફ્સાઈ ના જાય તેવી લાગણી અને માગણી ઉભી થઈ છે.

સરકારી બાબુઓ પણ સાંણસામાં આવશે

દાહોદમાં જુદી જુદી કચેરીઓમાંથી જમીન એનએના કહેવાતા સંદિગ્ઘ હુકમો કરીને સરકારની તિજોરીને કરોડો રૂપિયાના પ્રિમિયમની ચોરી કરવામાં આવી છે.ત્યારે વાડ હોય તો જ વેલો ચઢે તે ઉક્તિ પ્રમાણે કોઈને કોઈ કિસ્સામાં સરકારી બાબુઓની સંડોવણી પણ બહાર આવશે જ અને તેવા ભ્રષ્ટાચારી સામે પણ પોલીસ ફરિયાદ નોંધાવાશે જ તેમ પણ જાણવા મળ્યુ છે.

32 પ્રોપર્ટી કાર્ડ બની ગયા?

દાહોદના નકલી એનએ હુકમ કૌભાંડ માં હવે ખોટા હુકમોની એન્ટ્રી પાડનારી સીટી સર્વે કચેરીની પણ એન્ટ્રી થઈ છે.એક માહિતી પ્રમાણે આ સીટી સર્વે કચેરીમાંથી 32 જેટલા પ્રોપર્ટી કાર્ડ કોઈ આધાર પુરાવા વિના જ બનાવી દેવામાં આવ્યા છે.જો આ વાતમાં કોઈતથ્ય હોય તો તો ગંભીર બાબત છે અને આવા કિસ્સામા પણ પોલીસ ફરિયાદ ચોક્કસ દાખલ કરાવાશે તેમ એક મહેસુલી અધિકારીએ જણાવ્યુ છે.