Gujarat Rain: ગુજરાતની વરસાદી સ્થિતિ મહાભયંકર..! સંદેશ ન્યૂઝનો 360 ડિગ્રી રિપોર્ટ,જુઓ Video

રાજ્યમાં તોફાની મેઘરાજાએ તબાહીની સ્થિતિ સર્જીઉત્તર-દક્ષિણ પૂર્વ-પશ્વમ ગુજરાતમાં ભારે વરસાદી માહોલરાજ્યમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયુંરાજ્યમાં તોફાની મેઘરાજાએ તબાહીની સ્થિતિ સર્જી છે, આજે સવારથી જ સૌરાષ્ટ્રથી લઇ ઉત્તર-દક્ષિણ પૂર્વ-પશ્વમ ગુજરાતમાં ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરમાં સૌથી વધુ સાડા 7 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે શહેર જળબંબાકારની સ્થિતિમાં હોવાનું સામે આવ્યું છે. ગુજરાતની વરસાદી મહાભયંકર સ્થિતિને લઇ સંદેશ ન્યૂઝની ટીમે 360 ડિગ્રી રિપોર્ટિગ કર્યાના આ ખાસ અહેવાલમાં અમે તમને જણાવીશું કે ક્યાં કેવી વરસાદી આપત છે.ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં છેલ્લા 2 દિવસથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનું અનુમાન છે. કચ્છ-સૌરાષ્ટ્ર, દ.ગુજરાત, અને મ.ગુજરાતના 26 જિલ્લામાં રેડ એલર્ટ અપાવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 251 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજકોટમાં વહેલી સવારથી ભારે વરસાદને પગલે આખા રાજકોટમાં પાણી ભરાયા છે. રાજકોટમાં અત્યાર સુધીમાં 10 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે.અમદાવાદમાં ધોધમાર વરસાદને પગલે તંત્ર લાગ્યું કામેઅમદાવાદમાં વહેલી સવારથી જ સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જેને પગલે શહેરના અનેક પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાવાના કારણે શહેરના અનેક અંડર પાસ લોકોની અવરજવર કરવા માટે બંધ કરવામાં આવ્યા છે. તંત્રએ શહેરમાં લોકોની સાવચેતી અને અંડર પાસમાં કોઈ વાહન ફસાઈ ના જાય તેની તકેદારી રાખીને સાવચેતીના ભાગરૂપે જ અંડર પાસ બંધ કરી દીધા છે. શહેરના કૂલ 7 અંડર પાસ બંધ કરવામાં આવ્યા છે. શહેરના અખબાર નગર અંડર પાસ, મીઠાખડી અંડર પાસ, ઉસ્માનપુરા અંડર પાસ, 1સી સિલ્વરસ્ટાર અંડર પાસ, પરિમલ અંડર પાસ, એલસી-25 મકરબા અંડર પાસ અને દક્ષિણી અંડર પાસમાં પાણી ભરાવાના કારણે લોકોની અવરજવર કરવા માટે બંધ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઘણા લાંબા સમય બાદ શહેરમાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયુ છે.ધોધમાર વરસાદને પગલે રાજકોટનો લોકમેળો બંધ કરવાનો નિર્ણય રાજકોટનો લોકમેળો બંધ કરવાનો નિર્ણય લેતા સ્ટોલ ધારકોને ભરેલી રકમ પરત મળશે. ધારાસભ્ય ઉદય કાનગડની દરમ્યાનગીરીથી નિર્ણય કરાયો છે. ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા મુખ્યમંત્રીને સમગ્ર મામલે જાણ કરાઈ હતી. કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્ય ઉદય કાનગડ સહિત સ્ટોલ તેમજ રાઈડ્સ સંચાલકોએ કલેક્ટરને રજુઆત કરી હતી. જેમાં કલેક્ટરે સ્ટોલ ધારકોને બાંહેધરી આપી છે.રાજકોટ રામનાથપરામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રાજકોટ રામનાથપરામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. જેમાં આજી નદીના પાણી રામનાથપરા વિસ્તારમાં ફરી વળ્યા છે. તેમાં રામનાથપરામાં આવેલુ મંદિર પણ પાણીમાં ગરકાવ થયુ છે. અનેક લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. અનેક લોકોને JCBથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. આજી નદીનો પાળો તૂટી જતા રામનાથપરા જળબંબાકાર થયુ છે.રાજ્યમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું રાજ્યમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયુ છે. જેમાં પ્રભારી મંત્રીઓેને વિસ્તારની મુલાકાત લેવા સૂચન છે. મંત્રી ઋષિકેશ પટેલ આણંદ, ખેડાની મુલાકાતે છે. રૂબરૂ મુલાકાત લઈ વરસાદની સમીક્ષા કરશે. તેમજ બેઠક કરીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવશે. અસરગ્રસ્ત વિસ્તારોનું પણ જાત નિરીક્ષણ કરશે.દેવભૂમિ દ્વારકામાં મેઘરાજાની જમાવટ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર હવામાન વિભાગની આગાહીને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. ખાસ કરીને જિલ્લાના કલ્યાણપુર તાલુકમાં સારો અને નોંધપાત્ર વરસાદ વરસતા, અનેક સ્થાનિક નદી નાળા છલકાઈ ગયા હતા. ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામે મેઘરાજાની તોફાની બેટિંગથી નદી નાળાઓમાં ધસમસતા પાણીના પૂર વહ્યાં હતા. જેના પગલે, રસ્તા પર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.લીંબડી તાલુકામાં 7 ઇંચ વરસાદ વરસ્તા ભોગાવો નદીના કિનારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાલીંબડી તાલુકામાં 7 ઇંચ વરસાદ વરસ્તા ST ડેપો રોડ, પારસનગર મફતીયાપરા અને ભોગાવો નદીના કિનારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મોરબી નજીકના મહાકાય મચ્છુ-2 ડેમમાં વરસાદી પાણીની આવક સતત વધી રહી છે જેથી કરીને હાલમાં 28 દરવાજાને ખોલીને મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી કરીને મચ્છુ નદી પણ બે કાંઠે રહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આ નદીમાં છોડવામાં આવતું પાણી મચ્છુ-3 ડેમમાં જતું હોવાથી મચ્છુ-3 ડેમના પણ 15 જેટલા દરવાજાને 15 ફૂટ સુધી ખોલીને મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લામાં કોઈ પણ જગ્યાએ પાણીના પ્રવાહથી દૂર રહેવા માટે મોરબી જિલ્લાના કલેક્ટર જિલ્લાના લોકોને અપીલ કરી છે.સિધ્ધપુરમાં ધોધમાર વરસાદથી નદી-તળાવો છલકાયા, 251થી વધુ સ્થાનિકોનું સ્થળાંતર પાટણના સિદ્ધપુરમાં સવારથી સતત વરસાદ શરૂ છે. સિદ્ધપુરમાં ઋષિ તળાવ વિસ્તાર, પેપલ્લ્લા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેનાથી 250 થી વધારે સ્થાનિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તંત્રએ પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરી છે.ખંભાતમાં મકાન ઘરાશાયી થતા 3ના મોત થયા ખંભાતમાં મકાન ઘરાશાયી થતા 3ના મોત થયા છે. જેમાં ખડોધીના ફૂલપુરા વિસ્તારમાં ઘટના બની છે. દિવાલ નીચે દટાતા દંપતી, 2 વર્ષીય બાળકનું મોત થયુ છે. જેમાં મૃતકોના મૃતદેહને પી.એમ અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. મોતને પગલે ધારાસભ્ય ચિરાગ પટેલ હોસ્પિટલ પહોંચ્યા છે. તેમજ મામલતદાર, TDO સરકારી હોસ્પિટલમાં આવી પહોંચ્યા છે. ગુજરાતમાં આજે વરસાદ માટે રેડ એલર્ટ ગુજરાતમાં આજે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. IMDના વૈજ્ઞાનિક સોમા સેનની આગાહી મુજબ, ઉત્તર ગુજરાતમાં ડીપ ડિપ્રેશનની સ્થિતિને કારણે આવતીકાલે અને પરમ દિવસે ભારે વરસાદ રહેશે. ડીપ ડિપ્રેશન 5 કિમી પ્રતિકલાકની ઝડપે આગળ વધશે અને ડીપ ડિપ્રેશન કેટલો સમય ચાલશે તેના પર નજર રખાશે. ડીપ ડિપ્રેશનથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક જિલ્લાઓને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. મોરબીમાં મચ્છુ-2 ડેમની હેઠવાસણો પુલ બંધ મ

Gujarat Rain: ગુજરાતની વરસાદી સ્થિતિ મહાભયંકર..! સંદેશ ન્યૂઝનો 360 ડિગ્રી રિપોર્ટ,જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજ્યમાં તોફાની મેઘરાજાએ તબાહીની સ્થિતિ સર્જી
  • ઉત્તર-દક્ષિણ પૂર્વ-પશ્વમ ગુજરાતમાં ભારે વરસાદી માહોલ
  • રાજ્યમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું

રાજ્યમાં તોફાની મેઘરાજાએ તબાહીની સ્થિતિ સર્જી છે, આજે સવારથી જ સૌરાષ્ટ્રથી લઇ ઉત્તર-દક્ષિણ પૂર્વ-પશ્વમ ગુજરાતમાં ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરમાં સૌથી વધુ સાડા 7 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે શહેર જળબંબાકારની સ્થિતિમાં હોવાનું સામે આવ્યું છે. ગુજરાતની વરસાદી મહાભયંકર સ્થિતિને લઇ સંદેશ ન્યૂઝની ટીમે 360 ડિગ્રી રિપોર્ટિગ કર્યાના આ ખાસ અહેવાલમાં અમે તમને જણાવીશું કે ક્યાં કેવી વરસાદી આપત છે.

ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં છેલ્લા 2 દિવસથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનું અનુમાન છે. કચ્છ-સૌરાષ્ટ્ર, દ.ગુજરાત, અને મ.ગુજરાતના 26 જિલ્લામાં રેડ એલર્ટ અપાવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 251 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજકોટમાં વહેલી સવારથી ભારે વરસાદને પગલે આખા રાજકોટમાં પાણી ભરાયા છે. રાજકોટમાં અત્યાર સુધીમાં 10 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે.

અમદાવાદમાં ધોધમાર વરસાદને પગલે તંત્ર લાગ્યું કામે

અમદાવાદમાં વહેલી સવારથી જ સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જેને પગલે શહેરના અનેક પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાવાના કારણે શહેરના અનેક અંડર પાસ લોકોની અવરજવર કરવા માટે બંધ કરવામાં આવ્યા છે. તંત્રએ શહેરમાં લોકોની સાવચેતી અને અંડર પાસમાં કોઈ વાહન ફસાઈ ના જાય તેની તકેદારી રાખીને સાવચેતીના ભાગરૂપે જ અંડર પાસ બંધ કરી દીધા છે. શહેરના કૂલ 7 અંડર પાસ બંધ કરવામાં આવ્યા છે. શહેરના અખબાર નગર અંડર પાસ, મીઠાખડી અંડર પાસ, ઉસ્માનપુરા અંડર પાસ, 1સી સિલ્વરસ્ટાર અંડર પાસ, પરિમલ અંડર પાસ, એલસી-25 મકરબા અંડર પાસ અને દક્ષિણી અંડર પાસમાં પાણી ભરાવાના કારણે લોકોની અવરજવર કરવા માટે બંધ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઘણા લાંબા સમય બાદ શહેરમાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયુ છે.

ધોધમાર વરસાદને પગલે રાજકોટનો લોકમેળો બંધ કરવાનો નિર્ણય

રાજકોટનો લોકમેળો બંધ કરવાનો નિર્ણય લેતા સ્ટોલ ધારકોને ભરેલી રકમ પરત મળશે. ધારાસભ્ય ઉદય કાનગડની દરમ્યાનગીરીથી નિર્ણય કરાયો છે. ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા મુખ્યમંત્રીને સમગ્ર મામલે જાણ કરાઈ હતી. કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્ય ઉદય કાનગડ સહિત સ્ટોલ તેમજ રાઈડ્સ સંચાલકોએ કલેક્ટરને રજુઆત કરી હતી. જેમાં કલેક્ટરે સ્ટોલ ધારકોને બાંહેધરી આપી છે.

રાજકોટ રામનાથપરામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી

રાજકોટ રામનાથપરામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. જેમાં આજી નદીના પાણી રામનાથપરા વિસ્તારમાં ફરી વળ્યા છે. તેમાં રામનાથપરામાં આવેલુ મંદિર પણ પાણીમાં ગરકાવ થયુ છે. અનેક લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. અનેક લોકોને JCBથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. આજી નદીનો પાળો તૂટી જતા રામનાથપરા જળબંબાકાર થયુ છે.

રાજ્યમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું

રાજ્યમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયુ છે. જેમાં પ્રભારી મંત્રીઓેને વિસ્તારની મુલાકાત લેવા સૂચન છે. મંત્રી ઋષિકેશ પટેલ આણંદ, ખેડાની મુલાકાતે છે. રૂબરૂ મુલાકાત લઈ વરસાદની સમીક્ષા કરશે. તેમજ બેઠક કરીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવશે. અસરગ્રસ્ત વિસ્તારોનું પણ જાત નિરીક્ષણ કરશે.

દેવભૂમિ દ્વારકામાં મેઘરાજાની જમાવટ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

હવામાન વિભાગની આગાહીને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. ખાસ કરીને જિલ્લાના કલ્યાણપુર તાલુકમાં સારો અને નોંધપાત્ર વરસાદ વરસતા, અનેક સ્થાનિક નદી નાળા છલકાઈ ગયા હતા. ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામે મેઘરાજાની તોફાની બેટિંગથી નદી નાળાઓમાં ધસમસતા પાણીના પૂર વહ્યાં હતા. જેના પગલે, રસ્તા પર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

લીંબડી તાલુકામાં 7 ઇંચ વરસાદ વરસ્તા ભોગાવો નદીના કિનારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

લીંબડી તાલુકામાં 7 ઇંચ વરસાદ વરસ્તા ST ડેપો રોડ, પારસનગર મફતીયાપરા અને ભોગાવો નદીના કિનારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મોરબી નજીકના મહાકાય મચ્છુ-2 ડેમમાં વરસાદી પાણીની આવક સતત વધી રહી છે જેથી કરીને હાલમાં 28 દરવાજાને ખોલીને મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી કરીને મચ્છુ નદી પણ બે કાંઠે રહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આ નદીમાં છોડવામાં આવતું પાણી મચ્છુ-3 ડેમમાં જતું હોવાથી મચ્છુ-3 ડેમના પણ 15 જેટલા દરવાજાને 15 ફૂટ સુધી ખોલીને મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લામાં કોઈ પણ જગ્યાએ પાણીના પ્રવાહથી દૂર રહેવા માટે મોરબી જિલ્લાના કલેક્ટર જિલ્લાના લોકોને અપીલ કરી છે.

સિધ્ધપુરમાં ધોધમાર વરસાદથી નદી-તળાવો છલકાયા, 251થી વધુ સ્થાનિકોનું સ્થળાંતર

પાટણના સિદ્ધપુરમાં સવારથી સતત વરસાદ શરૂ છે. સિદ્ધપુરમાં ઋષિ તળાવ વિસ્તાર, પેપલ્લ્લા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેનાથી 250 થી વધારે સ્થાનિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તંત્રએ પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરી છે.

ખંભાતમાં મકાન ઘરાશાયી થતા 3ના મોત થયા

ખંભાતમાં મકાન ઘરાશાયી થતા 3ના મોત થયા છે. જેમાં ખડોધીના ફૂલપુરા વિસ્તારમાં ઘટના બની છે. દિવાલ નીચે દટાતા દંપતી, 2 વર્ષીય બાળકનું મોત થયુ છે. જેમાં મૃતકોના મૃતદેહને પી.એમ અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. મોતને પગલે ધારાસભ્ય ચિરાગ પટેલ હોસ્પિટલ પહોંચ્યા છે. તેમજ મામલતદાર, TDO સરકારી હોસ્પિટલમાં આવી પહોંચ્યા છે. 

ગુજરાતમાં આજે વરસાદ માટે રેડ એલર્ટ

ગુજરાતમાં આજે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. IMDના વૈજ્ઞાનિક સોમા સેનની આગાહી મુજબ, ઉત્તર ગુજરાતમાં ડીપ ડિપ્રેશનની સ્થિતિને કારણે આવતીકાલે અને પરમ દિવસે ભારે વરસાદ રહેશે. ડીપ ડિપ્રેશન 5 કિમી પ્રતિકલાકની ઝડપે આગળ વધશે અને ડીપ ડિપ્રેશન કેટલો સમય ચાલશે તેના પર નજર રખાશે. ડીપ ડિપ્રેશનથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક જિલ્લાઓને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે.

મોરબીમાં મચ્છુ-2 ડેમની હેઠવાસણો પુલ બંધ

મોરબીમાં મચ્છુ-2 ડેમની હેઠવાસણો પુલ બંધ કરાયો છે. પુલની બંને બાજુ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મચ્છુ 2 ડેમ માંથી 2.50 લાખ ક્યુસેક પાણી છોડાતા અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાંજ સુધીમાં મચ્છુના પાણી માળીયામાં વ્યાપક નુકસાન કરે એવી સંભાવના છે.

વડોદરા: વિશ્વામિત્રી નદી 34 ફૂટે પહોંચી, બ્રિજ પર પાણી ફરી વળ્યાં

વડોદરા શહેરના અકોટા દાંડિયા બજાર બ્રીજ સીવાય તમામ બ્રીજ પરથી પાણી બહાર આવવા માંડ્યુ છે. અકોટા બ્રીજ ઉતર્યા બાદ અકોટા થી ગાય સર્કલ સુધી પાણી છે. આ સિવાય સમા-સાવલી બ્રિજ પાસેનો રોડ પણ આખો પાણીથી પેક થઈ ગયો છે.

રાજ્યમાં ભારે વરસાદથી લઇ રાજ્ય સરકાર સતર્ક

રાજ્યમાં ભારે વરસાદથી લઇ રાજ્ય સરકાર સતર્ક છે. જેમાં સાંજે CMની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક મળશે. SEOCમાં CMની અધ્યક્ષતામાં બેઠક મળશે. કેન્દ્રીય એજન્સીઓ સાથે CM ભૂપેન્દ્ર પટેલની બેઠક છે. NDRT, આર્મી, નેવીના અધિકારીઓ પણ હાજર રહેશે.  

 પોરબંદર શહેર અને જિલ્લામાં મૂશળધાર વરસાદ, ઠેર-ઠેર ભરાયા વરસાદી પાણી

મૂશળધાર વરસાદથી પોરબંદર શહેર અને જિલ્લામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને વાડી વિસ્તારમાં ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ છે. પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રાત્રીથી વહેલી સવાર સુધી સાંબેલાધાર વરસાદ વરસ્યો છે.

પોરબંદર શહેર અને જિલ્લામાં મૂશળધાર વરસાદ, ઠેર-ઠેર ભરાયા વરસાદી પાણી

મૂશળધાર વરસાદથી પોરબંદર શહેર અને જિલ્લામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને વાડી વિસ્તારમાં ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ છે. પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રાત્રીથી વહેલી સવાર સુધી સાંબેલાધાર વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં ભારે વરસાદના બચાવકાર્યમાં આર્મીની મદદ લેવાશે

ગુજરાતમાં ભારે વરસાદના બચાવકાર્યમાં આર્મીની મદદ લેવાશે. જેમાં આર્મીની પાંચ કોલમની મદદ લેવામાં આવશે. અલગ અલગ ઝોન આર્મીની ટીમો રાખવામાં આવશે. પ્રભારી સચિવોને પોતાના જિલ્લાઓમાં જવા સૂચના છે. 

જુનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ, અનેક ગામોને કર્યા એલર્ટ

હવામાન વિભાગ દ્વારા જુનાગઢ શહેર અને જિલ્લામાં અતિ ભારે વરસાદનુ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે આજે વહેલી સવારથી જુનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જુનાગઢ શહેરમાં ચાર કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

વડોદરાના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ

વડોદરાના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. જેમાં વડોદરાની મુખ્ય ત્રણ કાંસો છલોછલ થયા છે. ઉપરવાસમાં વરસાદ રોકાતા હાશકારો થયો છે. આજવા સરોવરમાં પાણીની આવક ઘટી રહી છે. તેમજ સોમાતળાવ, વાડી વિસ્તાર પાણી જ પાણી જોવા મળ્યું છે. વાઘોડિયા રીંગરોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે.

સૌરાષ્ટ્ર સહિત રાજ્યના માછિમારો 30 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડે

વરસાદે સોરાષ્ટ્રના મેદાની વિસ્તારની સાથે દરિયા કિનારે આપદા સર્જી છે. સોમવાર રાત્રે અવિરત પડેલા વરસાદે જામનગરને ઘમરોળ્યું હતુ. અનેક વાહનો હાલ પાણીમાં ગરકાવ થયા છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મંગળવારે ભારે વરસાદ છે. જેના કારણે જામનગરના નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. છેલ્લી માહિતી પ્રમાણે કુલ 1,500 વ્યક્તિઓનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. જિલ્લાના રણજીત સાગર ડેમ અને રંગમતી ડેમના પાણી જિલ્લામાં ફરી રહ્યાં છે. મોરબી જિલ્લામાં મચ્છુ - બેમાં પણ પાણીની આવક વધી છે. સાત વર્ષ બાદ મચ્છુમાં પાણીની આવક આટલી જોવા મળી છે. જૂનાગઢ શહેરમાં વરસી રહેલા વરસાદથી જોશીપરા પાસેના અંડરબ્રીજ બંધ કરવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્ર સહિત રાજ્યના દરિયાકિનારે વસતા માછિમારોને તા. 27, ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી દરિયો નહીં ખેડવા માટે સુચના આપી છે. વધુ વરસાદના કારણે સુરેન્દ્રનગરના વઢવાણ અને ધ્રાંગધ્રા ખાતે યોજાતો લોકમેળો બંધ રખાયા છે. રાજકોટ શહેર જિલ્લામાં પણ વરસાદનો કહેર છે. રામનાથ પરા અને લલુડી કોહડી વિસ્તારમાં શહેર કમિશ્નરે ખુદ જવું પડ્યું છે. આ વિસ્તારોથી 100થી વધુ લોકોને રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે પહોંચાડ્યા છે. રાજકોટ શહેરના પોશ વિસ્તાર સમા સિલ્વર ગોલ્ડ રેસિડન્સીમાં પણ સ્થાનિકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. રાજકોટ શહેરના રેલનગર, પોપટપરા, રધુનંદન સોસાયટીમાં રસ્તે પાણી ભરાતા રસ્તો બંધ કરવો પડ્યો હતો. શહેરના બંને અંડરબ્રિજ બંધ કરવા પડ્યા છે.