Patanના જૂનાગંજ બજારમાં કાપડના શોરૂમમાં લાગી આગ, તમામ માલ-સામાન બળીને ખાખ
પાટણના જૂનાગંજ બજારમાં આગની ઘટના બની હતી,અચાનક કોઈ કારણોસર આગ લાગતા બજારમાં દોડધામ મચી હતી,જયવીર સિલેકશન કાપડના શોરૂમમાં આગ લાગી હતી તો આગ લાગતાની સાથે જ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે જઈને આગને કાબુમાં લીધી હતી,મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો,આસપાસની દુકાનનો માલ-સામાન પણ વેપારીઓએ સાઈડમાં ખસેડી મૂકયો હતો તો ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર આવ્યા નથી. માલ-સામાન બળીને ખાખ પાટણના જૂનાગંજ બજારમાં આગની ઘટનાથી દોડધામ મચી હતી ત્રણ ફાયર ફાઈટર દ્રારા આગને કાબુમાં લેવામાં આવી હતી,ફટાકડાના તણખાના કારણે આગે લાગી હોય તેવું પ્રાથમિક તારણ ફાયર વિભાગને લાગી રહ્યું છે,વેપારીનો તમામ માલ બળીને ખાખ થતા વેપારી પર દુખનો પહાડ તૂટી પડયો હતો,તો બીજી તરફ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી,આગ બેકાબુ થાય તે પહેલા જ તેની પર પાણીનો મારો ચલાવીને કાબુમાં લેવાઈ હતી. કાપડની હતી દુકાન જૂનાગંજ બજારમાં મોટી કાપડની દુકાનમાં લાગેલી આગ મહામહેનતે કાબુમાં આવી હતી,વેપારીઓનું કહેવું છે કે આગને કાબુમાં લેતા બે કલાક જેટલો સમય લાગ્યો હતો,કાપડ હોવાથી આગ વધુ પ્રસરી હતી,ફાયર વિભાગ દ્રારા હાલ કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે,તો FSLની ટીમ દ્રારા પણ રીપોર્ટ તૈયાર કરવામાં આવશે. દિવાળી પર આગ લાગવાના કારણો શું છે? આ સમય દરમિયાન આગ લાગવાનું સૌથી મોટું કારણ ફટાકડા છે. કેટલાક ફટાકડા એવા હોય છે કે જેના તણખા હવામાં ઉડે છે અને કોઈના ઘરમાં ઘૂસીને વિનાશ સર્જે છે. ભલે તમે જાતે ફટાકડા સળગાવતા હોવ, થોડીક બેદરકારીથી આગ લાગી શકે છે અથવા આપણે બળી જઈ શકીએ છીએ. આ સિવાય જો આપણે ઘરમાં દીવા કે મીણબત્તીઓ સળગાવતી વખતે સાવધાની ન રાખીએ તો તે આગનું કારણ પણ બની શકે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાટણના જૂનાગંજ બજારમાં આગની ઘટના બની હતી,અચાનક કોઈ કારણોસર આગ લાગતા બજારમાં દોડધામ મચી હતી,જયવીર સિલેકશન કાપડના શોરૂમમાં આગ લાગી હતી તો આગ લાગતાની સાથે જ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે જઈને આગને કાબુમાં લીધી હતી,મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો,આસપાસની દુકાનનો માલ-સામાન પણ વેપારીઓએ સાઈડમાં ખસેડી મૂકયો હતો તો ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર આવ્યા નથી.
માલ-સામાન બળીને ખાખ
પાટણના જૂનાગંજ બજારમાં આગની ઘટનાથી દોડધામ મચી હતી ત્રણ ફાયર ફાઈટર દ્રારા આગને કાબુમાં લેવામાં આવી હતી,ફટાકડાના તણખાના કારણે આગે લાગી હોય તેવું પ્રાથમિક તારણ ફાયર વિભાગને લાગી રહ્યું છે,વેપારીનો તમામ માલ બળીને ખાખ થતા વેપારી પર દુખનો પહાડ તૂટી પડયો હતો,તો બીજી તરફ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી,આગ બેકાબુ થાય તે પહેલા જ તેની પર પાણીનો મારો ચલાવીને કાબુમાં લેવાઈ હતી.
કાપડની હતી દુકાન
જૂનાગંજ બજારમાં મોટી કાપડની દુકાનમાં લાગેલી આગ મહામહેનતે કાબુમાં આવી હતી,વેપારીઓનું કહેવું છે કે આગને કાબુમાં લેતા બે કલાક જેટલો સમય લાગ્યો હતો,કાપડ હોવાથી આગ વધુ પ્રસરી હતી,ફાયર વિભાગ દ્રારા હાલ કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે,તો FSLની ટીમ દ્રારા પણ રીપોર્ટ તૈયાર કરવામાં આવશે.
દિવાળી પર આગ લાગવાના કારણો શું છે?
આ સમય દરમિયાન આગ લાગવાનું સૌથી મોટું કારણ ફટાકડા છે. કેટલાક ફટાકડા એવા હોય છે કે જેના તણખા હવામાં ઉડે છે અને કોઈના ઘરમાં ઘૂસીને વિનાશ સર્જે છે. ભલે તમે જાતે ફટાકડા સળગાવતા હોવ, થોડીક બેદરકારીથી આગ લાગી શકે છે અથવા આપણે બળી જઈ શકીએ છીએ. આ સિવાય જો આપણે ઘરમાં દીવા કે મીણબત્તીઓ સળગાવતી વખતે સાવધાની ન રાખીએ તો તે આગનું કારણ પણ બની શકે છે.