Amreli લેટરકાંડમાં તપાસનો ધમધમાટ, DIG નિર્લિપ્ત રાયે મુખ્ય આરોપીઓના નિવેદન લીધા

અમરેલી લેટરકાંડમાં તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. DIG નિર્લિપ્ત રાયે જેલમાં જઈ મુખ્ય ત્રણ આરોપીના નિવેદન લીધા છે. મનીષ વઘાસીયાના નિવેદનને લઇ મોટા ઘટસ્ફોટના એંધાણ વર્તાઇ રહ્યા છે. નિર્લિપ્ત રાયની ટીમે આરોપીઓના નિવેદનોને લઇ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.અમરેલી- લેટરકાંડ મુદ્દે સૌવથી મોટા સમાચાર આવ્યા નેતાઓની મુશ્કેલી વધી શકે છે. પાયલ ગોટી પોલીસ અધિકારીના નિવેદન બાદ DIG નિરલિપ્ત રાય ઓચિંતા જિલ્લા જેલમાં આરોપીઓના નિવેદન લેવા પહોંચ્યા હતા. મુખ્ય આરોપી મનીષ વઘાસીયા સહિત ત્રણ આરોપીના જેલમાં પહોંચીને નિરલિપ્ત રાયએ નિવેદન લીધા છે. મનીષ વઘાસીયા લેટરકાંડનો મુખ્ય આરોપી કૌશીક વેકરીયાને હાની પોહચાડવાનો પોલીસ ફરિયાદમાં આરોપ છે. લેટરકાંડમાં મુખ્ય આરોપી મનીષ વઘાસીયા પાછળ કોનું માર્ગદર્શન હતુ તે અંગે તપાસ બાકી હતી, જેને લઇ DIG નિર્લિપ્ત રાયે જેલમાં જઈ મુખ્ય ત્રણ આરોપીના નિવેદન લઇને તપાસનો ધમધમાટ આદર્યો છે. મનીષ વઘાસીયાના નિવેદનને લઈ મોટા ઘટસ્ફોટ થવાના એંધાણ જણાઇ રહ્યા છે. DIG નિર્લિપ્ત રાયે તેમની ટીમ દ્વારા ગંભીરતા પૂર્વક નિવેદનો લઈ તપાસ હાથ ધરી છે. નિરલિપ્ત રાયની અમરેલીમાં એન્ટ્રી બાદ કેટલાક નેતાઓ અમરેલીથી દુર ફરી રહ્યા છે તેવું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

Amreli લેટરકાંડમાં તપાસનો ધમધમાટ, DIG નિર્લિપ્ત રાયે મુખ્ય આરોપીઓના નિવેદન લીધા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરેલી લેટરકાંડમાં તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. DIG નિર્લિપ્ત રાયે જેલમાં જઈ મુખ્ય ત્રણ આરોપીના નિવેદન લીધા છે. મનીષ વઘાસીયાના નિવેદનને લઇ મોટા ઘટસ્ફોટના એંધાણ વર્તાઇ રહ્યા છે. નિર્લિપ્ત રાયની ટીમે આરોપીઓના નિવેદનોને લઇ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અમરેલી- લેટરકાંડ મુદ્દે સૌવથી મોટા સમાચાર આવ્યા નેતાઓની મુશ્કેલી વધી શકે છે. પાયલ ગોટી પોલીસ અધિકારીના નિવેદન બાદ DIG નિરલિપ્ત રાય ઓચિંતા જિલ્લા જેલમાં આરોપીઓના નિવેદન લેવા પહોંચ્યા હતા. મુખ્ય આરોપી મનીષ વઘાસીયા સહિત ત્રણ આરોપીના જેલમાં પહોંચીને નિરલિપ્ત રાયએ નિવેદન લીધા છે. મનીષ વઘાસીયા લેટરકાંડનો મુખ્ય આરોપી કૌશીક વેકરીયાને હાની પોહચાડવાનો પોલીસ ફરિયાદમાં આરોપ છે. 

લેટરકાંડમાં મુખ્ય આરોપી મનીષ વઘાસીયા પાછળ કોનું માર્ગદર્શન હતુ તે અંગે તપાસ બાકી હતી, જેને લઇ DIG નિર્લિપ્ત રાયે જેલમાં જઈ મુખ્ય ત્રણ આરોપીના નિવેદન લઇને તપાસનો ધમધમાટ આદર્યો છે. મનીષ વઘાસીયાના નિવેદનને લઈ મોટા ઘટસ્ફોટ થવાના એંધાણ જણાઇ રહ્યા છે. DIG નિર્લિપ્ત રાયે તેમની ટીમ દ્વારા ગંભીરતા પૂર્વક નિવેદનો લઈ તપાસ હાથ ધરી છે. નિરલિપ્ત રાયની અમરેલીમાં એન્ટ્રી બાદ કેટલાક નેતાઓ અમરેલીથી દુર ફરી રહ્યા છે તેવું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.