Gujaratમાં આગામી 48 કલાક બાદ ઠંડી માટે રહો તૈયાર, હવામાન વિભાગની આગાહી

૨૨ જાન્યુઆરીથી ઉત્તર ભારતનું હવામાન બદલાવાનું શરૂ થશે. 23 અને 24 જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. તો પર્વતો ઉપર 22 થી 24 દરમિયાન ભારે હિમવર્ષા થશે. આવામાં હવામાન વિભાગે બે દિવસ બાદ ઠંડીની આગાહી કરી છે. તો ગુજરાતીઓ માટે પણ ચિંતાજનક સમાચાર છે. કારણ કે, રાજ્યમાં ફરી એકવાર માવઠું પડી શકે છે. 27થી 30 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની અંબાલાલ પટેલે અનુમાન કર્યું છે. તો સાથે જ ઠંડીનો પણ ચમકારો વધવાની આગાહી કરી છે. હવામાન વિભાગની શું છે આગાહી?ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી વધુ નોંધાયું છે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદનું સામાન્ય તાપમાન 12.5 ડિગ્રી રહેવની સરખામણીએ 4 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે. નલિયામાં સૌથી ઓછું ડિગ્રી તાપમાન નોંધાયું, રાજ્યમાં આગામી 24 થી 48 કલાક બાદ ઠંડી વધશે. તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડાની શક્યતા છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો નોંધાશે.હાલ પૂર્વથી ઉત્તર પૂર્વીય પવનની દિશા છે જેના કારણે ઠંડીનું જોર વધશે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ ચોંકાવનારી છે. તેમણે કહ્યું કે, 22-23 જાન્યુઆરીથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમ વર્ષાની સંભાવના છે. જેના કારણે 22-23 જાન્યુઆરીએ ગુજરાતમાં ઠંડી વધશે. 24-25 જાન્યુઆરીએ દક્ષિણ ભારતમાં વરસાદ થતા તેની અસર પશ્ચિમ ભારતમાં વાદળો આવવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 27 થી 30 જાન્યુઆરીએ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રાજ્યમાં માવઠાની શક્યતા છે. દક્ષિણ - પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં વરસાદી છાંટા પડી શકે છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે. 7 થી 9 ફેબ્રુઆરીમાં વાદળવાયુ આવી શકે છે.  

Gujaratમાં આગામી 48 કલાક બાદ ઠંડી માટે રહો તૈયાર, હવામાન વિભાગની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

૨૨ જાન્યુઆરીથી ઉત્તર ભારતનું હવામાન બદલાવાનું શરૂ થશે. 23 અને 24 જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. તો પર્વતો ઉપર 22 થી 24 દરમિયાન ભારે હિમવર્ષા થશે. આવામાં હવામાન વિભાગે બે દિવસ બાદ ઠંડીની આગાહી કરી છે. તો ગુજરાતીઓ માટે પણ ચિંતાજનક સમાચાર છે. કારણ કે, રાજ્યમાં ફરી એકવાર માવઠું પડી શકે છે. 27થી 30 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની અંબાલાલ પટેલે અનુમાન કર્યું છે. તો સાથે જ ઠંડીનો પણ ચમકારો વધવાની આગાહી કરી છે. 

હવામાન વિભાગની શું છે આગાહી?

ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી વધુ નોંધાયું છે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદનું સામાન્ય તાપમાન 12.5 ડિગ્રી રહેવની સરખામણીએ 4 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે. નલિયામાં સૌથી ઓછું ડિગ્રી તાપમાન નોંધાયું, રાજ્યમાં આગામી 24 થી 48 કલાક બાદ ઠંડી વધશે. તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડાની શક્યતા છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો નોંધાશે.હાલ પૂર્વથી ઉત્તર પૂર્વીય પવનની દિશા છે જેના કારણે ઠંડીનું જોર વધશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી 

જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ ચોંકાવનારી છે. તેમણે કહ્યું કે, 22-23 જાન્યુઆરીથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમ વર્ષાની સંભાવના છે. જેના કારણે 22-23 જાન્યુઆરીએ ગુજરાતમાં ઠંડી વધશે. 24-25 જાન્યુઆરીએ દક્ષિણ ભારતમાં વરસાદ થતા તેની અસર પશ્ચિમ ભારતમાં વાદળો આવવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 27 થી 30 જાન્યુઆરીએ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રાજ્યમાં માવઠાની શક્યતા છે. દક્ષિણ - પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં વરસાદી છાંટા પડી શકે છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે. 7 થી 9 ફેબ્રુઆરીમાં વાદળવાયુ આવી શકે છે.