Suratમાં ધોરણ 8ની વિધાર્થિનીના આપઘાત મુદ્દે DEOની સૂચના બાદ તપાસનો ધમધમાટ

સુરતમાં ધોરણ 8ની વિધાર્થિનીના આપઘાત મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આદર્શ સ્કૂલની અંદરના CCTV સામે આવ્યા છે. વિધાર્થિનીને કોમ્પ્યુટર લેબમાં ફી માટે એક કલાક 20 મિનિટ સુધી બેસાડી મૂકી હતી. ત્યાર બાદ તેને 9 વાગ્યે પરીક્ષામાં મોકલવામાં આવી હતી. વિદ્યાર્થિનીને કેમ એકલી બેસાડી મૂકી તેને લઇને સવાલો ઉઠી રહ્યા છે. ધોરણ 8ની વિધાર્થિનીની 12 મહિનાની સ્કૂલ ફી બાકી હોવાનું સામે આવ્યું છે. 12 મહિનાની સ્કૂલ ફી બાકી હોવાનું સામે આવ્યુંમળતી માહિતી મુજબ, સુરતમાં આપઘાતના બનાવો વધી રહ્યાં છે. ત્યારે ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ગોડાદરા વિસ્તારમાં વિદ્યાર્થિની દ્વારા ગળે ફાંસો ખાઈ આપઘાત કરવામાં આવ્યો હતો. ગોડાદરા વિસ્તાર રહેતી અને આદર્શ પબ્લિક શાળામાં અભ્યાસ કરતી હતી. ફી નહી ભરવાને લઇને વિદ્યાર્થીને બે દિવસ શાળા સંચાલકોએ ટોયલેટ પાસે ઉભી રાખી હતી. 12 મહિનાની સ્કૂલ ફી બાકી હોવાનું સામે આવ્યું છે. 7:45 થી 9:05 સુધી બેસાડી મૂકી હોવાનું સામે આવ્યું છે. ધોરણ 8ની વિધાર્થિનીના આપઘાત મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારી ટીમએ તપાસ શરુ કરી છે.DEOની સૂચના બાદ તપાસનો ધમધમાટસુરતમાં ધોરણ 8ની વિધાર્થિનીના આપઘાત મુદ્દે DEOની સૂચના બાદ તપાસ શરૂ કરવામાં આવી છે.  DEO કચેરીના અધિકારી નરેન્દ્ર વસાવાનું નિવેદન સામે આવ્યું છે. DEO કચેરીના અધિકારીએ જણાવ્યું છે કે,  વિદ્યાર્થીઓ-શિક્ષકોના નિવેદન લેવામાં આવ્યા છે. સમગ્ર મામલે રિપોર્ટ DEOને સુપરત કરવામાં આવશે. તપાસ ટીમે CCTVની પણ ચકાસણી કરી રહી છે. સમગ્ર મામલે ગેરરીતિ જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.શાળાનું દબાણ ધોરણ 8 અભ્યાસ કરતી વિધાર્થીની સાથે અનેક વખત ખરાબ વહેવાર બાદ દબાણ કરતા હતા. આખરે વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો હતો. વિદ્યાર્થિનીના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે. હાલ આ મામલે ગોડાદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે કે, શાળાના કારણે તેમણે પોતાની વ્હાલી દીકરીને ગુમાવવી પડી છે. પરિવારની ન્યાયની માગ મૃતક દીકરીના પિતા રાજુલાલ ખટીકે કહ્યું કે, મારી દીકરીને પરીક્ષા આપવા પણ દીધી નહોતી. ઘરે રડતાં રડતાં આવી હતી. બાદમાં અમે શિક્ષકને ફોન કર્યો હતો. એક મહિનામાં ફી ભરી દેવા કહ્યું હતું. મારી દીકરી શાળાએ જવા પણ ઈચ્છતી નહોતી. અમે કામ પર ગયા હતાં. એ દરમિયાન સાંજે આપઘાત કરી લીધો હતો. અમારી એક જ માગ છે કે આવું કોઈ દીકરી સાથે ન થવું જોઈએ.

Suratમાં ધોરણ 8ની વિધાર્થિનીના આપઘાત મુદ્દે DEOની સૂચના બાદ તપાસનો ધમધમાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં ધોરણ 8ની વિધાર્થિનીના આપઘાત મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આદર્શ સ્કૂલની અંદરના CCTV સામે આવ્યા છે. વિધાર્થિનીને કોમ્પ્યુટર લેબમાં ફી માટે એક કલાક 20 મિનિટ સુધી બેસાડી મૂકી હતી. ત્યાર બાદ તેને 9 વાગ્યે પરીક્ષામાં મોકલવામાં આવી હતી. વિદ્યાર્થિનીને કેમ એકલી બેસાડી મૂકી તેને લઇને સવાલો ઉઠી રહ્યા છે. ધોરણ 8ની વિધાર્થિનીની 12 મહિનાની સ્કૂલ ફી બાકી હોવાનું સામે આવ્યું છે.

 12 મહિનાની સ્કૂલ ફી બાકી હોવાનું સામે આવ્યું

મળતી માહિતી મુજબ, સુરતમાં આપઘાતના બનાવો વધી રહ્યાં છે. ત્યારે ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ગોડાદરા વિસ્તારમાં વિદ્યાર્થિની દ્વારા ગળે ફાંસો ખાઈ આપઘાત કરવામાં આવ્યો હતો. ગોડાદરા વિસ્તાર રહેતી અને આદર્શ પબ્લિક શાળામાં અભ્યાસ કરતી હતી. ફી નહી ભરવાને લઇને વિદ્યાર્થીને બે દિવસ શાળા સંચાલકોએ ટોયલેટ પાસે ઉભી રાખી હતી. 12 મહિનાની સ્કૂલ ફી બાકી હોવાનું સામે આવ્યું છે. 7:45 થી 9:05 સુધી બેસાડી મૂકી હોવાનું સામે આવ્યું છે. ધોરણ 8ની વિધાર્થિનીના આપઘાત મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારી ટીમએ તપાસ શરુ કરી છે.

DEOની સૂચના બાદ તપાસનો ધમધમાટ

સુરતમાં ધોરણ 8ની વિધાર્થિનીના આપઘાત મુદ્દે DEOની સૂચના બાદ તપાસ શરૂ કરવામાં આવી છે.  DEO કચેરીના અધિકારી નરેન્દ્ર વસાવાનું નિવેદન સામે આવ્યું છે. DEO કચેરીના અધિકારીએ જણાવ્યું છે કે,  વિદ્યાર્થીઓ-શિક્ષકોના નિવેદન લેવામાં આવ્યા છે. સમગ્ર મામલે રિપોર્ટ DEOને સુપરત કરવામાં આવશે. તપાસ ટીમે CCTVની પણ ચકાસણી કરી રહી છે. સમગ્ર મામલે ગેરરીતિ જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

શાળાનું દબાણ

ધોરણ 8 અભ્યાસ કરતી વિધાર્થીની સાથે અનેક વખત ખરાબ વહેવાર બાદ દબાણ કરતા હતા. આખરે વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો હતો. વિદ્યાર્થિનીના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે. હાલ આ મામલે ગોડાદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે કે, શાળાના કારણે તેમણે પોતાની વ્હાલી દીકરીને ગુમાવવી પડી છે.

પરિવારની ન્યાયની માગ

મૃતક દીકરીના પિતા રાજુલાલ ખટીકે કહ્યું કે, મારી દીકરીને પરીક્ષા આપવા પણ દીધી નહોતી. ઘરે રડતાં રડતાં આવી હતી. બાદમાં અમે શિક્ષકને ફોન કર્યો હતો. એક મહિનામાં ફી ભરી દેવા કહ્યું હતું. મારી દીકરી શાળાએ જવા પણ ઈચ્છતી નહોતી. અમે કામ પર ગયા હતાં. એ દરમિયાન સાંજે આપઘાત કરી લીધો હતો. અમારી એક જ માગ છે કે આવું કોઈ દીકરી સાથે ન થવું જોઈએ.