Ahmedabad: વિમાનોના ઊંચા ભાડા,ટ્રેન અને બસો હાઉસફુલ વચ્ચે મહાકુંભ જવું મુશ્કેલ

મહાકુંભમાં પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમે અત્યાર સુધીમાં 50 કરોડથી વધુ શ્રાદ્ધાળુંઓ આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. 6 શાહી સ્નાનમાંથી પાંચ શાહી સ્નાન પુર્ણ થઇ ચૂક્યા છે. હવે તા.26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિએ છઠ્ઠુ અને છેલ્લું શાહી સ્નાન થશે ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાંથી રોજ હજારોની સંખ્યામાં લોકો પ્રયાગરાજ તરફ પ્રયાણ કરી રહ્યા છે.અમદાવાદથી પ્રયાગરાજ જવું આજે પણ સામાન્ય લોકો માટે મોંઘું, કષ્ટદાયક બની રહ્યું છે. હવાઇ માર્ગે જો અમદાવાદથી પ્રયાગરાજ જવું હોય તો 37 હજારથી લઇને 70 હજાર સુધીની વન-વેની ટિકિટનો ભાવ વિવિધ વિમાની કંપનીઓ વસુલી રહી છે. આ બાબતે વિમાનન આયોગમાં ફરિયાદો, રજૂઆતો પણ થઇ છે છતાંય કોઇ સાંભળતું કે ગાંઠતું નથી. આજની તારીખમાં પણ વિમાની કંપનીઓ તકનો લાભ ઉઠાવીને એકમાત્ર કમાણી કરી લેવાના ઉદ્દેશ સાથે ગ્રાહકો પાસેથી મનમરજી મુજબનું જ ભાડુ વસુલી રહ્યા છે. તેના પર કોઇનો અંકૂશ નથી. બીજી તરફ ટ્રેનોની સ્થિતિ પણ દયનિય છે. પ્રયાગરાજ તરફની તમામ ટ્રેનો હાઉસફૂલ છે. જનરલ કોચમાં તો ઘેટા-બકરાની જેમ મુસાફરો 24 કલાક લાંબી મુસાફરી કરવા મજબૂર છે. ખાનગી બસ સંચાલકો પણ ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. વન-વેનું જ 3,500થી 9,500 સુધીનું ભાડુ વસુલાઇ રહ્યું છે. એસટીની તમામ વોલ્વો બસો બુકિંગ ઉઘડતાની સાથે જ મહાકુંભ પૂર્ણ થાય ત્યાં સુધીની તમામ બસો પેક થઇ ગઇ છે. આ સ્થિતિમાં 144 વર્ષે આવેલા મહાકુંભમાં સ્નાન કરવાનું કેટલાયે શ્રાદ્ધાળુંઓનું સ્વપ્ન, સ્વપ્ન જ બની રહેશે.

Ahmedabad: વિમાનોના ઊંચા ભાડા,ટ્રેન અને બસો હાઉસફુલ વચ્ચે મહાકુંભ જવું મુશ્કેલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહાકુંભમાં પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમે અત્યાર સુધીમાં 50 કરોડથી વધુ શ્રાદ્ધાળુંઓ આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. 6 શાહી સ્નાનમાંથી પાંચ શાહી સ્નાન પુર્ણ થઇ ચૂક્યા છે. હવે તા.26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિએ છઠ્ઠુ અને છેલ્લું શાહી સ્નાન થશે ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાંથી રોજ હજારોની સંખ્યામાં લોકો પ્રયાગરાજ તરફ પ્રયાણ કરી રહ્યા છે.

અમદાવાદથી પ્રયાગરાજ જવું આજે પણ સામાન્ય લોકો માટે મોંઘું, કષ્ટદાયક બની રહ્યું છે. હવાઇ માર્ગે જો અમદાવાદથી પ્રયાગરાજ જવું હોય તો 37 હજારથી લઇને 70 હજાર સુધીની વન-વેની ટિકિટનો ભાવ વિવિધ વિમાની કંપનીઓ વસુલી રહી છે. આ બાબતે વિમાનન આયોગમાં ફરિયાદો, રજૂઆતો પણ થઇ છે છતાંય કોઇ સાંભળતું કે ગાંઠતું નથી. આજની તારીખમાં પણ વિમાની કંપનીઓ તકનો લાભ ઉઠાવીને એકમાત્ર કમાણી કરી લેવાના ઉદ્દેશ સાથે ગ્રાહકો પાસેથી મનમરજી મુજબનું જ ભાડુ વસુલી રહ્યા છે. તેના પર કોઇનો અંકૂશ નથી.

બીજી તરફ ટ્રેનોની સ્થિતિ પણ દયનિય છે. પ્રયાગરાજ તરફની તમામ ટ્રેનો હાઉસફૂલ છે. જનરલ કોચમાં તો ઘેટા-બકરાની જેમ મુસાફરો 24 કલાક લાંબી મુસાફરી કરવા મજબૂર છે. ખાનગી બસ સંચાલકો પણ ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. વન-વેનું જ 3,500થી 9,500 સુધીનું ભાડુ વસુલાઇ રહ્યું છે. એસટીની તમામ વોલ્વો બસો બુકિંગ ઉઘડતાની સાથે જ મહાકુંભ પૂર્ણ થાય ત્યાં સુધીની તમામ બસો પેક થઇ ગઇ છે. આ સ્થિતિમાં 144 વર્ષે આવેલા મહાકુંભમાં સ્નાન કરવાનું કેટલાયે શ્રાદ્ધાળુંઓનું સ્વપ્ન, સ્વપ્ન જ બની રહેશે.