Lunawada: છેવાડાના દરેક ગામમાં નલ સે જલ યોજનાનો લાભ પહોંચાડવા અનુરોધ
મહીસાગર જિલ્લાની ઓચિંતી મુલાકાતે આવેલ જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવરજી બાવળિયા, આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર અને જિલ્લા પ્રભારી અને પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે જિલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઈ પાણી પુરવઠા અને સિંચાઇ વિભાગના કામોનું નિરીક્ષણ કર્યું હતું.રાજ્યના મંત્રીઓએ જિલ્લાના બરોડા, રસૂલપુર, કુંભરવાડી, તલપતના ભેવાડા, કાજળી, ધરોડા અને લીમડા મુવાડી ગામની મુલાકાત લઈ સ્થાનિક લોકો સાથે ચર્ચા કરી નિયમિત પાણી મળે છે કે નહિ તેની તપાસ કરી હતી. સાથે પાણી સમિતિના સભ્ય, સરપંચો અને ગ્રામજનો સાથે ચર્ચા કરી હતી. નલ સે જલ યોજના અંતર્ગત પાણી મળી રહે તે માટે ઉચ્ચ અધિકારીઓને સાથે રાખી તપાસ કરી જે પણ ગામમાં પાણીને લગતી કોઈ સમસ્યા હોય તેને દૂર કરી છેવાડાના ગામ પાણીથી વંચિત ના રહે તે માટે તાકીદ કરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહીસાગર જિલ્લાની ઓચિંતી મુલાકાતે આવેલ જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવરજી બાવળિયા, આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર અને જિલ્લા પ્રભારી અને પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે જિલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઈ પાણી પુરવઠા અને સિંચાઇ વિભાગના કામોનું નિરીક્ષણ કર્યું હતું.
રાજ્યના મંત્રીઓએ જિલ્લાના બરોડા, રસૂલપુર, કુંભરવાડી, તલપતના ભેવાડા, કાજળી, ધરોડા અને લીમડા મુવાડી ગામની મુલાકાત લઈ સ્થાનિક લોકો સાથે ચર્ચા કરી નિયમિત પાણી મળે છે કે નહિ તેની તપાસ કરી હતી. સાથે પાણી સમિતિના સભ્ય, સરપંચો અને ગ્રામજનો સાથે ચર્ચા કરી હતી. નલ સે જલ યોજના અંતર્ગત પાણી મળી રહે તે માટે ઉચ્ચ અધિકારીઓને સાથે રાખી તપાસ કરી જે પણ ગામમાં પાણીને લગતી કોઈ સમસ્યા હોય તેને દૂર કરી છેવાડાના ગામ પાણીથી વંચિત ના રહે તે માટે તાકીદ કરી હતી.