Surat: ફાઈનાન્સરની ઓફિસ પર ફાયરિંગ કેસમાં 4 આરોપીઓ પકડાયા, 2 વોન્ટેડ જાહેર

સુરતમાં આવેલા ઉધનામાં ફાઇનાન્સરની ઓફિસ પર ફાયરિંગ મુદ્દે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉધના પોલીસે ફાયરિંગ કેસમાં 4 આરોપીઓને દબોચી લીધા છે, જ્યારે અન્ય 2 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે ઝડપાયેલા તમામ આરોપીઓનું સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું છે.મળતી માહિતી મુજબ, સુરતમાં ફાઇનાન્સની ઓફિસ પર ફાયરિંગ કરનાર છ પૈકીના ચાર આરોપીઓની પોલીસે અટકાયત કરી લીધી છે. જે ચાર આરોપીઓનું પોલીસે આજે સરઘસ કાઢ્યું હતું. એક આરોપીની પેન્ટ જાહેરમાં ભીની થઈ ગઈ હતી. સુરત DCB અને ઉધના પોલીસે આરોપીઓની અટકાયત કરી. સ્થાનિક વિસ્તારમાં આરોપીઓનું સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું. મુખ્ય આરોપીઓ ગુરમુખ અને શુભમ ઉર્ફે માફિયા પોલીસ પકડથી દૂર. દીપક પવાર નામના ફાઇનાન્સરની ઓફીસ પર ફાયરિંગ કર્યું હતું. એક ગોળી ઓફિસના કાંચ પર લાગી હતી તેમજ બીજી ગોળી તોતિંગ વૃક્ષમાં ઘુસી ગઈ હતી. ફાયરિંગ પાછળનું મુખ્ય કારણ રૂપિયાની લેતીદેતી હોવાની વાત.ઉધનામાં વેલકમ પાન સેન્ટરની નજીક નિવૃત પોલીસકર્મીના પુત્રની ફાઈનાન્સની ઓફિસની બહાર ગુરુવારે મોડી સાંજે ફાયરિંગની ઘટના બની હતી. બાઇકસવાર બે હુમલાખોર 2 રાઉન્ડ ફાયરિંગ કરી ભાગી ગયા હતા. બંનેને શોધવા પોલીસે સીસીટીવીથી તપાસ શરૂ કરી છે. એક ખાલી બુલેટ મળતા પોલીસને એક રાઉન્ડ ફાયરિંગ થયાનું લાગ્યું હતું. શહેરમાં નાકાબંધી કરી હુમલાખોરોને પકડવા પોલીસે નજીકના દુકાનદારોના નિવેદનો લીધા હતા. પૈસાની લેતી-દેતી બાબતે ફાઇનાન્સની ઓફિસ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ કેસમાં 4 આરોપીઓ પકડાયા, 2 વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.  ઉધના પોલીસે સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું છે. મુખ્ય આરોપી ખંડણી માટે સતત રૂપિયાની માગણી કરતો અને ફરિયાદીને ડરાવવા માટે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મુખ્ય આરોપીઓ ગુરમુખ અને શુભમ પોલીસ પકડથી દૂર છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Surat: ફાઈનાન્સરની ઓફિસ પર ફાયરિંગ કેસમાં 4 આરોપીઓ પકડાયા, 2 વોન્ટેડ જાહેર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં આવેલા ઉધનામાં ફાઇનાન્સરની ઓફિસ પર ફાયરિંગ મુદ્દે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉધના પોલીસે ફાયરિંગ કેસમાં 4 આરોપીઓને દબોચી લીધા છે, જ્યારે અન્ય 2 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે ઝડપાયેલા તમામ આરોપીઓનું સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું છે.

મળતી માહિતી મુજબ, સુરતમાં ફાઇનાન્સની ઓફિસ પર ફાયરિંગ કરનાર છ પૈકીના ચાર આરોપીઓની પોલીસે અટકાયત કરી લીધી છે. જે ચાર આરોપીઓનું પોલીસે આજે સરઘસ કાઢ્યું હતું. એક આરોપીની પેન્ટ જાહેરમાં ભીની થઈ ગઈ હતી. સુરત DCB અને ઉધના પોલીસે આરોપીઓની અટકાયત કરી. સ્થાનિક વિસ્તારમાં આરોપીઓનું સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું. મુખ્ય આરોપીઓ ગુરમુખ અને શુભમ ઉર્ફે માફિયા પોલીસ પકડથી દૂર. દીપક પવાર નામના ફાઇનાન્સરની ઓફીસ પર ફાયરિંગ કર્યું હતું. એક ગોળી ઓફિસના કાંચ પર લાગી હતી તેમજ બીજી ગોળી તોતિંગ વૃક્ષમાં ઘુસી ગઈ હતી. ફાયરિંગ પાછળનું મુખ્ય કારણ રૂપિયાની લેતીદેતી હોવાની વાત.

ઉધનામાં વેલકમ પાન સેન્ટરની નજીક નિવૃત પોલીસકર્મીના પુત્રની ફાઈનાન્સની ઓફિસની બહાર ગુરુવારે મોડી સાંજે ફાયરિંગની ઘટના બની હતી. બાઇકસવાર બે હુમલાખોર 2 રાઉન્ડ ફાયરિંગ કરી ભાગી ગયા હતા. બંનેને શોધવા પોલીસે સીસીટીવીથી તપાસ શરૂ કરી છે. એક ખાલી બુલેટ મળતા પોલીસને એક રાઉન્ડ ફાયરિંગ થયાનું લાગ્યું હતું. શહેરમાં નાકાબંધી કરી હુમલાખોરોને પકડવા પોલીસે નજીકના દુકાનદારોના નિવેદનો લીધા હતા. પૈસાની લેતી-દેતી બાબતે ફાઇનાન્સની ઓફિસ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ કેસમાં 4 આરોપીઓ પકડાયા, 2 વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.  ઉધના પોલીસે સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું છે. મુખ્ય આરોપી ખંડણી માટે સતત રૂપિયાની માગણી કરતો અને ફરિયાદીને ડરાવવા માટે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મુખ્ય આરોપીઓ ગુરમુખ અને શુભમ પોલીસ પકડથી દૂર છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.