Gujarat HMPV Virus: ચીનની મહામારીની ગુજરાતમાં એન્ટ્રી! AMC આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં

ગુજરાતમાં પણ HMPV વાયરસની એન્ટ્રી થઈ છે. ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. આ સાથે દેશમાં આ વાયરસના કુલ 3 કેસ થયા છે. બેંગલુરુમાં આજે 2 કેસ નોંધાયા છે, તો ત્રીજો કેસ ગુજરાતમાં નોંધાયો છે. ચીનની મહામારીની ગુજરાતમાં એન્ટ્રી થતા AMC આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં આવ્યું છે. નવા વર્ષમાં ચીનમાંથી પ્રસરેલા HMPV નામના વાયરસના દેશમાં બે કેસ નોંધાયા છે. આ બન્ને કેસ કર્ણાટકના બેંગાલુરુમાં નોધાયા છે. આ વાયરસના પગલે ગુજરાત રાજ્ય સરકારા દ્વારા એક એડવાયઝરી જાહેર કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પણ આ વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો હોવાના અહેવાલ છે. અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં રાજસ્થાનના પરિવારના એક 2 મહિનાના બાળકમાં આ વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. જે અગેની જાણ થતાં અમદાવાદ સિવિલની એક ટીમ તપાસ અર્થે ખાનગી હોસ્પિટલ પહોંચી છે. બાળક રાજસ્થાનના ડુંગરપુર પાસેનું છેઃ તબિબપ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, રાજસ્થાનના ડુંગરપુરના રહેવાસી એક પરિવારના 2 મહિનાના બાળકને અમદાવાદના ચાંદખેડામાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ બાળકના ખાનગી લેબમાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકમાં HMPV વાયરસના લક્ષણો જોવા મળતા આ અંગે આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી. હાલ હોસ્પિટલમાં બાળકની સારવાર ચાલી રહી છે. અમદાવાદ આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલના નિષ્ણાંતોની એક ટીમને પરિક્ષણ અર્થે ચાંદખેડામાં આવેલી ખાનગી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી છે. આ ટીમ દ્વારા શંકાસ્પદ HMPV વાયરસગ્રસ્ત બાળકના પરિક્ષણ કરવામાં આવશે અને ત્યારબાદ આ બાળક ખરેખર HMPV વાયરસથી સંક્રમિત છે કે નહીં તે અંગે જાણકારી આપવામાં આવશે.AMC આરોગ્ય વિભાગની ટીમ હોસ્પિટલ પહોંચી ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ નોંધાતા AMC આરોગ્ય વિભાગની ટીમ હોસ્પિટલ પહોંચી છે. ચીની HMPV વાયરસને લઇ AMCની ટીમે બાળકની વિગતો મેળવી છે.  HMPV વાઈરસ જે તે પણ વેરિયન્ટ અંગે તપાસ કરવામાં આવશે.આ બાળકને 5 દિવસ વેન્ટિલેટર પર રખાયું હતું. બાળકને શરદી અને તાવના લક્ષણો જણાયા હતા.  ચીનમાં ભયજનક રીતે ફેલાયો હ્યુમન મેટા ન્યૂમો વાયરસને લઇ ડોક્ટર નિરવ પટેલે બાળકના સ્વાસ્થ્ય અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, બાળક 20 દિવસ પહેલા હોસ્પિટલમાં આવ્યું હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. બાળક હાલ સ્વસ્થ છે, આ વાયરસથી ગભરાવાની જરૂર નથી. જે બાળકોના અન્ય બિમારી હોય ધ્યાન રાખવું જરૂરી છે. આ બાળકને શરદી અને શ્વાસમાં તકલીફ હતી. બાળક રાજસ્થાનના ડુંગરપુર પાસેનું છે. પહેલા સારવાર માટે મોડાસા લઈ જવાયું હતું. ત્યારબાદ અહીંયા હોસ્પિટલમાં લવાયા હતા. જોકે હાલ બાળક એક દમ સ્વસ્થ છે.ગુજરાત સરકારે જાહેર કરી ગાઈડલાઈન ચીનમાં HMPV વાયરસ તબાહી મચાવી રહ્યો હોવાના સમાચારો આવી રહ્યા છે. ચીનના કેટલાક પ્રાંતમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. અને આ સ્થિતિ કોરોના સમયની યાદ અપાવી રહી છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે નવા વાયરસની એન્ટ્રી વચ્ચે શુ કરવું અને શું ન કરવું તેને લઈને આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી. લક્ષણો જણાય તો ડોક્ટરો નો સપર્ક કરવા આરોગ્ય વિભાગે નાગરિકોને અપીલ કરી છે. રાજ્યમાં હાલના તબક્કે એક પણ કેસ નોંધાયેલ ન હોવાનો આરોગ્ય વિભાગનો દાવો છે. તો બીજી તરફ, ભારતના સ્વાસ્થય વિભાગે કહ્યું કે, અમે અમારી લેબમાં ટેસ્ટ નથી કર્યો. ખાનગી હોસ્પિટલના રિપોર્ટમાં કેસ સામે આવ્યો છે. 

Gujarat HMPV Virus: ચીનની મહામારીની ગુજરાતમાં એન્ટ્રી! AMC આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં પણ HMPV વાયરસની એન્ટ્રી થઈ છે. ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. આ સાથે દેશમાં આ વાયરસના કુલ 3 કેસ થયા છે. બેંગલુરુમાં આજે 2 કેસ નોંધાયા છે, તો ત્રીજો કેસ ગુજરાતમાં નોંધાયો છે. ચીનની મહામારીની ગુજરાતમાં એન્ટ્રી થતા AMC આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં આવ્યું છે. 

નવા વર્ષમાં ચીનમાંથી પ્રસરેલા HMPV નામના વાયરસના દેશમાં બે કેસ નોંધાયા છે. આ બન્ને કેસ કર્ણાટકના બેંગાલુરુમાં નોધાયા છે. આ વાયરસના પગલે ગુજરાત રાજ્ય સરકારા દ્વારા એક એડવાયઝરી જાહેર કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પણ આ વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો હોવાના અહેવાલ છે. અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં રાજસ્થાનના પરિવારના એક 2 મહિનાના બાળકમાં આ વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. જે અગેની જાણ થતાં અમદાવાદ સિવિલની એક ટીમ તપાસ અર્થે ખાનગી હોસ્પિટલ પહોંચી છે.

બાળક રાજસ્થાનના ડુંગરપુર પાસેનું છેઃ તબિબ

પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, રાજસ્થાનના ડુંગરપુરના રહેવાસી એક પરિવારના 2 મહિનાના બાળકને અમદાવાદના ચાંદખેડામાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ બાળકના ખાનગી લેબમાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકમાં HMPV વાયરસના લક્ષણો જોવા મળતા આ અંગે આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી. હાલ હોસ્પિટલમાં બાળકની સારવાર ચાલી રહી છે. અમદાવાદ આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલના નિષ્ણાંતોની એક ટીમને પરિક્ષણ અર્થે ચાંદખેડામાં આવેલી ખાનગી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી છે. આ ટીમ દ્વારા શંકાસ્પદ HMPV વાયરસગ્રસ્ત બાળકના પરિક્ષણ કરવામાં આવશે અને ત્યારબાદ આ બાળક ખરેખર HMPV વાયરસથી સંક્રમિત છે કે નહીં તે અંગે જાણકારી આપવામાં આવશે.

AMC આરોગ્ય વિભાગની ટીમ હોસ્પિટલ પહોંચી

 ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ નોંધાતા AMC આરોગ્ય વિભાગની ટીમ હોસ્પિટલ પહોંચી છે. ચીની HMPV વાયરસને લઇ AMCની ટીમે બાળકની વિગતો મેળવી છે.  HMPV વાઈરસ જે તે પણ વેરિયન્ટ અંગે તપાસ કરવામાં આવશે.આ બાળકને 5 દિવસ વેન્ટિલેટર પર રખાયું હતું. બાળકને શરદી અને તાવના લક્ષણો જણાયા હતા.  ચીનમાં ભયજનક રીતે ફેલાયો હ્યુમન મેટા ન્યૂમો વાયરસને લઇ ડોક્ટર નિરવ પટેલે બાળકના સ્વાસ્થ્ય અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, બાળક 20 દિવસ પહેલા હોસ્પિટલમાં આવ્યું હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. બાળક હાલ સ્વસ્થ છે, આ વાયરસથી ગભરાવાની જરૂર નથી. જે બાળકોના અન્ય બિમારી હોય ધ્યાન રાખવું જરૂરી છે. આ બાળકને શરદી અને શ્વાસમાં તકલીફ હતી. બાળક રાજસ્થાનના ડુંગરપુર પાસેનું છે. પહેલા સારવાર માટે મોડાસા લઈ જવાયું હતું. ત્યારબાદ અહીંયા હોસ્પિટલમાં લવાયા હતા. જોકે હાલ બાળક એક દમ સ્વસ્થ છે.

ગુજરાત સરકારે જાહેર કરી ગાઈડલાઈન

ચીનમાં HMPV વાયરસ તબાહી મચાવી રહ્યો હોવાના સમાચારો આવી રહ્યા છે. ચીનના કેટલાક પ્રાંતમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. અને આ સ્થિતિ કોરોના સમયની યાદ અપાવી રહી છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે નવા વાયરસની એન્ટ્રી વચ્ચે શુ કરવું અને શું ન કરવું તેને લઈને આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી. લક્ષણો જણાય તો ડોક્ટરો નો સપર્ક કરવા આરોગ્ય વિભાગે નાગરિકોને અપીલ કરી છે. રાજ્યમાં હાલના તબક્કે એક પણ કેસ નોંધાયેલ ન હોવાનો આરોગ્ય વિભાગનો દાવો છે. તો બીજી તરફ, ભારતના સ્વાસ્થય વિભાગે કહ્યું કે, અમે અમારી લેબમાં ટેસ્ટ નથી કર્યો. ખાનગી હોસ્પિટલના રિપોર્ટમાં કેસ સામે આવ્યો છે.