Junagadhના અર્બન હેલ્થ સેન્ટરમાં લગાવેલ સાધનોમા ભ્રષ્ટાચારનો આરટીઆઈ હેઠળ લાગ્યો આક્ષેપ
જૂનાગઢના અર્બન હેલ્થ સેન્ટરમાં ફીટ કરવામાં આવેલી સાધન સામગ્રીમાં લાખો રૂપિયાના ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે.એક તરફ ગુજરાત સરકાર જૂનાગઢના વિકાસ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરે છે પરંતુ જૂનાગઢની જનતા હાલમાં વિકાસ ઝંખી રહી છે. ત્યારે જૂનાગઢના જાગૃત નાગરિક અને આર.ટી.આઈ એક્ટિવિસ્ટે ટીંબાવાડી અર્બન હેલ્થ સેન્ટરની આર.ટી.આઈ માંગતા પંખા એસી, આરઓ ફિલ્ટર ,લિફ્ટ તેમજ અન્ય વસ્તુઓમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. બિલો અલગ-અલગ રજૂ કરાઈને પાસ કરાયાનો આક્ષેપ અર્બન હેલ્થ સેન્ટરમાં 1250 રૂપિયાના પંખાની 2500 રૂપિયામાંરૂ.1,30,000 આર.ઓ ફિલ્ટરના 3 લાખ રૂપિયા, 8 લાખ રૂપિયાની લિફ્ટના 19 લાખ રૂપિયા અર્બન હેલ્થ સેન્ટરમાં બિલો પાસ કરાયાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે મહાનગરપાલિકાના રોશની શાખાના અધિકારી દ્વારા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરાયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આક્ષેપ પાયા વિહોણો ગણાયો બીજી બાજુ રોશની શાખાના અધિકારીએ આ તમામ આક્ષેપો પાયા વિહોણા ગણાવ્યા છે અને તમામ કામ ટેન્ડર પ્રક્રિયાથી અને નીતિ નિયમો મુજબ થયું હોવાનું જણાવ્યું હતું.હાલ તો જૂનાગઢની જનતા એક તરફ વિકાસ ઝાંખી રહી છે તો બીજી તરફ આક્ષેપ પ્રતિ આક્ષેપમાં જૂનાગઢની જનતા મુશ્કેલી ભોગવી રહી છે.આમ, લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપથી મનપા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. પાંચ દિવસ પહેલા જૂનાગઢમાં કોર્પોરેટર બેઠા ધરણા પર વોર્ડ નંબર 10ના અનેક વિસ્તારોમાં 6 દિવસથી પાણી વિતરણ ન થતા મનપા કચેરી સામે ભાજપના પૂર્વ કોર્પોરેટરે ધરણાંનો કાર્યક્રમ કર્યો હતો. જોકે બાદમાં કમિશનરે યોગ્ય કરવાની ખાત્રી આપતા 3 કલાકમાં જ ધરણાંનો કાર્યક્રમ સમેટાયો હતો.વોર્ડ નંબર 10ના માંગનાથ રોડ સહિતના વિસ્તારોમાં પીવાના પાણીની નવી લાઇન નંખાઇ રહી છે.આ કામગીરીમાં જૂની લાઇન તૂટી જતા અને બાદમાં સમયસર લાઇન રીપેર ન થતા અંદાજે 10,000થી વધુની વસ્તીને 6 દિવસથી પાણી મળ્યું ન હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જૂનાગઢના અર્બન હેલ્થ સેન્ટરમાં ફીટ કરવામાં આવેલી સાધન સામગ્રીમાં લાખો રૂપિયાના ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે.એક તરફ ગુજરાત સરકાર જૂનાગઢના વિકાસ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરે છે પરંતુ જૂનાગઢની જનતા હાલમાં વિકાસ ઝંખી રહી છે. ત્યારે જૂનાગઢના જાગૃત નાગરિક અને આર.ટી.આઈ એક્ટિવિસ્ટે ટીંબાવાડી અર્બન હેલ્થ સેન્ટરની આર.ટી.આઈ માંગતા પંખા એસી, આરઓ ફિલ્ટર ,લિફ્ટ તેમજ અન્ય વસ્તુઓમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
બિલો અલગ-અલગ રજૂ કરાઈને પાસ કરાયાનો આક્ષેપ
અર્બન હેલ્થ સેન્ટરમાં 1250 રૂપિયાના પંખાની 2500 રૂપિયામાંરૂ.1,30,000 આર.ઓ ફિલ્ટરના 3 લાખ રૂપિયા, 8 લાખ રૂપિયાની લિફ્ટના 19 લાખ રૂપિયા અર્બન હેલ્થ સેન્ટરમાં બિલો પાસ કરાયાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે મહાનગરપાલિકાના રોશની શાખાના અધિકારી દ્વારા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરાયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
આક્ષેપ પાયા વિહોણો ગણાયો
બીજી બાજુ રોશની શાખાના અધિકારીએ આ તમામ આક્ષેપો પાયા વિહોણા ગણાવ્યા છે અને તમામ કામ ટેન્ડર પ્રક્રિયાથી અને નીતિ નિયમો મુજબ થયું હોવાનું જણાવ્યું હતું.હાલ તો જૂનાગઢની જનતા એક તરફ વિકાસ ઝાંખી રહી છે તો બીજી તરફ આક્ષેપ પ્રતિ આક્ષેપમાં જૂનાગઢની જનતા મુશ્કેલી ભોગવી રહી છે.આમ, લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપથી મનપા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
પાંચ દિવસ પહેલા જૂનાગઢમાં કોર્પોરેટર બેઠા ધરણા પર
વોર્ડ નંબર 10ના અનેક વિસ્તારોમાં 6 દિવસથી પાણી વિતરણ ન થતા મનપા કચેરી સામે ભાજપના પૂર્વ કોર્પોરેટરે ધરણાંનો કાર્યક્રમ કર્યો હતો. જોકે બાદમાં કમિશનરે યોગ્ય કરવાની ખાત્રી આપતા 3 કલાકમાં જ ધરણાંનો કાર્યક્રમ સમેટાયો હતો.વોર્ડ નંબર 10ના માંગનાથ રોડ સહિતના વિસ્તારોમાં પીવાના પાણીની નવી લાઇન નંખાઇ રહી છે.આ કામગીરીમાં જૂની લાઇન તૂટી જતા અને બાદમાં સમયસર લાઇન રીપેર ન થતા અંદાજે 10,000થી વધુની વસ્તીને 6 દિવસથી પાણી મળ્યું ન હતું.