Botadના બરવાળાના ગ્રામજનોની સમસ્યા થશે દૂર, બે દિવસ બાદ યોજાશે સેવાસેતુ કાર્યક્રમ
રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે અને સરકારની વિવિધ કલ્યાણકારી સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે પ્રાપ્ત થઇ શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઇ સરકારશ્રીએ તાલુકા કક્ષાએ "સેવાસેતુ (ગ્રામ્ય)-(દશમો તબક્કો)" કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. આ ગામના લોકને મળશે લાભ જે અંતર્ગત બરવાળા તાલુકાના વહિયા ગામે સરકારી શાળામાં આગામી તા. ૨૪/૧૦/૨૦૨૪ના ગુરૂવારના રોજ સવારના ૦૯: ૦૦ કલાકથી સાંજના ૦૫.૦૦ કલાક સુધી સેવાસેતુ કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં બરવાળા તાલુકાના કુંડળ, બેલા, ટીંબલા, ખાંભડા, સાળંગપુર, રેફડા, ચાચરીયા, ભીમનાથ, પોલારપુર ગામના લોકો પોતાના પ્રશ્નો-રજુઆતો સ્થળ ઉપર કરી શકશે. સ્થળ પર જ કરાશે કામગીરી આ કાર્યક્રમમાં આવક, જાતિ, ક્રિમિલેયર, ડોમીસાઇલ, વરિષ્ટ નાગરીક પ્રમાણપત્ર, દિવ્યાંગ પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રાશનકાર્ડને લગતી અરજીઓ, આધારકાર્ડ, પ્રધાનમંત્રી જન આરાગ્ય કાર્ડ, વિધવા સહાય, વૃદ્ધ નિરાધાર સહાય તેમજ રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગ્રામ વિકાસ, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિભાગ જેવા સરકારના જુદા જુદા ૧૩ વિભાગોની નાગરીકોને મળતી ૫૫ જેટલી જાહેર યોજના હેઠળના લાભો સ્થળ પરથી જ કાર્યવાહી કરી મેળવી શકાશે તેમ મામલતદાર બરવાળા દ્વારા જણાવવામાં આવ્યું છે. વહીવટી તંત્ર તરફથી અપીલ ગુજરાત સરકાર દ્વારા રાજ્યના પ્રજાજનોને વ્યક્તિગત સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે અને તે જ દિવસે પ્રાપ્ત થઇ શકે તેવા ઉમદા હેતુથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલ દ્વારા રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો લોકોને સ્થળ ઉપર જ મળી રહે તે માટે સઘન આયોજન કરવા વિવિધ તાલુકાના પ્રાંત અધિકારીશ્રીઓની નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે સાથે જિલ્લાના નાગરિકોને સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા વહીવટી તંત્ર તરફથી અપીલ કરાઈ છે.રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લોકોને સતત મળતો રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન છેલ્લા નવ વર્ષથી કરવામાં આવી રહ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે અને સરકારની વિવિધ કલ્યાણકારી સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે પ્રાપ્ત થઇ શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઇ સરકારશ્રીએ તાલુકા કક્ષાએ "સેવાસેતુ (ગ્રામ્ય)-(દશમો તબક્કો)" કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.
આ ગામના લોકને મળશે લાભ
જે અંતર્ગત બરવાળા તાલુકાના વહિયા ગામે સરકારી શાળામાં આગામી તા. ૨૪/૧૦/૨૦૨૪ના ગુરૂવારના રોજ સવારના ૦૯: ૦૦ કલાકથી સાંજના ૦૫.૦૦ કલાક સુધી સેવાસેતુ કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં બરવાળા તાલુકાના કુંડળ, બેલા, ટીંબલા, ખાંભડા, સાળંગપુર, રેફડા, ચાચરીયા, ભીમનાથ, પોલારપુર ગામના લોકો પોતાના પ્રશ્નો-રજુઆતો સ્થળ ઉપર કરી શકશે.
સ્થળ પર જ કરાશે કામગીરી
આ કાર્યક્રમમાં આવક, જાતિ, ક્રિમિલેયર, ડોમીસાઇલ, વરિષ્ટ નાગરીક પ્રમાણપત્ર, દિવ્યાંગ પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રાશનકાર્ડને લગતી અરજીઓ, આધારકાર્ડ, પ્રધાનમંત્રી જન આરાગ્ય કાર્ડ, વિધવા સહાય, વૃદ્ધ નિરાધાર સહાય તેમજ રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગ્રામ વિકાસ, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિભાગ જેવા સરકારના જુદા જુદા ૧૩ વિભાગોની નાગરીકોને મળતી ૫૫ જેટલી જાહેર યોજના હેઠળના લાભો સ્થળ પરથી જ કાર્યવાહી કરી મેળવી શકાશે તેમ મામલતદાર બરવાળા દ્વારા જણાવવામાં આવ્યું છે.
વહીવટી તંત્ર તરફથી અપીલ
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના પ્રજાજનોને વ્યક્તિગત સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે અને તે જ દિવસે પ્રાપ્ત થઇ શકે તેવા ઉમદા હેતુથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલ દ્વારા રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો લોકોને સ્થળ ઉપર જ મળી રહે તે માટે સઘન આયોજન કરવા વિવિધ તાલુકાના પ્રાંત અધિકારીશ્રીઓની નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે સાથે જિલ્લાના નાગરિકોને સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા વહીવટી તંત્ર તરફથી અપીલ કરાઈ છે.રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લોકોને સતત મળતો રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન છેલ્લા નવ વર્ષથી કરવામાં આવી રહ્યું છે.