Bharuch પોલીસે 18 લાખના MD ડ્રગ્સ સાથે 3 આરોપીની કરી ધરપકડ
ભરૂચ પોલીસે એમડી ડ્ર્ગ્સ સાથે ત્રણ આરોપીઓને ઝડપ્યા છે,આરોપીઓ પાસેથી 180 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે,પોલીસને બાતમી મળી હતી કે એકસપ્રેસ હાઈવે પર કારમાં ત્રણ આરોપીઓ આવી રહ્યાં છે અને તેમની પાસે ડ્રગ્સ છે તેને લઈ પોલીસે કાર ચેક કરી હતી અને તેમાંથી ડ્રગ્સ મળી આવ્યુ હતુ. 180 ગ્રામ ઝડપાયું ડ્રગ્સ વડોદરાથી ભરૂચ આવતી કારમાં 180 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યુ હતુ.ઈલિયાસ, અશરફ અને હનીફ રાજની ધરપકડ કરવામાં આવી છે.ત્રણેય આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે જેમાં ઈલિયાસ ડ્રગ્સ કેસમાંથી જેલમાંથી છૂટીને આવ્યો હતો અને કાવી પોલીસ સ્ટેશનના ચકચારી કેસમાં તેનો મુખ્ય રોલ હતો સાથે સાથે ડ્રગ્સના ઈન્જેક્શન આપી મહિલાઓ પર દુષ્કર્મ આચર્યુ હતુ તે કેસમાં ઈલિયાસની ધરપકડ કરવામાં આવી હતી.ડ્રગ્સ કોને આપવાનું હતુ તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે. એક આરોપી ફરાર ભરૂચ પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે તો અન્ય એક આરોપી ફરાર થયો છે,પોલીસે 20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર વડોદરાથી ભરૂચ તરફ આવતી ઈનોવા કારમાંથી આ ડ્રગ્સ ઝડપાયું હતુ.સાથે સાથે આ ડ્રગ્સનો આરોપીઓ પોતે વેપાર કરતા હતા કે અન્ય કોઈને વેપાર માટે આપતા હતા તેને લઈ તપાસ ચાલુ છે.ત્યારે અગામી દિવસોમાં આ કેસને લઈ મોટા ખુલાસા પણ થવાની શકયતાઓ સેવાઈ રહી છે. પોલીસે કુલ રૂપિયા 20.22 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો પોલીસે તેમની કારની તલાસી લેતા તેમની પાસેથી ગેરકાયદેસર રીતે નશાકારક Methamphetamine એમ.ડી.ડ્રગ્સ કુલ 180 ગ્રામ જે એક ગ્રામની કી.રૂ.10,000 લેખે કુલ 180 ગ્રામની કુલ- કી. રૂ.18,00,000 તથા ત્રણ મોબાઇલ ફોનની કિ.રૂ.15, 000 તથા ડીઝીટલ વજનકાંટો કી રૂ.100 તથા આરોપીઓની અંગઝડતી માંથી મળેલા રૂ.4920 તથા એક ટાઇટન કંપનીની ઘડીયાળ કી.રૂ.2500 તથા ઇનોવા કાર કી.રૂ.2,00, 000 સાથે કુલ રૂ.20,22,520 નો મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભરૂચ પોલીસે એમડી ડ્ર્ગ્સ સાથે ત્રણ આરોપીઓને ઝડપ્યા છે,આરોપીઓ પાસેથી 180 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે,પોલીસને બાતમી મળી હતી કે એકસપ્રેસ હાઈવે પર કારમાં ત્રણ આરોપીઓ આવી રહ્યાં છે અને તેમની પાસે ડ્રગ્સ છે તેને લઈ પોલીસે કાર ચેક કરી હતી અને તેમાંથી ડ્રગ્સ મળી આવ્યુ હતુ.
180 ગ્રામ ઝડપાયું ડ્રગ્સ
વડોદરાથી ભરૂચ આવતી કારમાં 180 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યુ હતુ.ઈલિયાસ, અશરફ અને હનીફ રાજની ધરપકડ કરવામાં આવી છે.ત્રણેય આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે જેમાં ઈલિયાસ ડ્રગ્સ કેસમાંથી જેલમાંથી છૂટીને આવ્યો હતો અને કાવી પોલીસ સ્ટેશનના ચકચારી કેસમાં તેનો મુખ્ય રોલ હતો સાથે સાથે ડ્રગ્સના ઈન્જેક્શન આપી મહિલાઓ પર દુષ્કર્મ આચર્યુ હતુ તે કેસમાં ઈલિયાસની ધરપકડ કરવામાં આવી હતી.ડ્રગ્સ કોને આપવાનું હતુ તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે.
એક આરોપી ફરાર
ભરૂચ પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે તો અન્ય એક આરોપી ફરાર થયો છે,પોલીસે 20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર વડોદરાથી ભરૂચ તરફ આવતી ઈનોવા કારમાંથી આ ડ્રગ્સ ઝડપાયું હતુ.સાથે સાથે આ ડ્રગ્સનો આરોપીઓ પોતે વેપાર કરતા હતા કે અન્ય કોઈને વેપાર માટે આપતા હતા તેને લઈ તપાસ ચાલુ છે.ત્યારે અગામી દિવસોમાં આ કેસને લઈ મોટા ખુલાસા પણ થવાની શકયતાઓ સેવાઈ રહી છે.
પોલીસે કુલ રૂપિયા 20.22 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
પોલીસે તેમની કારની તલાસી લેતા તેમની પાસેથી ગેરકાયદેસર રીતે નશાકારક Methamphetamine એમ.ડી.ડ્રગ્સ કુલ 180 ગ્રામ જે એક ગ્રામની કી.રૂ.10,000 લેખે કુલ 180 ગ્રામની કુલ- કી. રૂ.18,00,000 તથા ત્રણ મોબાઇલ ફોનની કિ.રૂ.15, 000 તથા ડીઝીટલ વજનકાંટો કી રૂ.100 તથા આરોપીઓની અંગઝડતી માંથી મળેલા રૂ.4920 તથા એક ટાઇટન કંપનીની ઘડીયાળ કી.રૂ.2500 તથા ઇનોવા કાર કી.રૂ.2,00, 000 સાથે કુલ રૂ.20,22,520 નો મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા.