કરોડોના ઓનલાઇન છેતરપિંડી કેસમાં તાઇવાનના ચાર નાગરિકોને ઝડપી લેવાયા

અમદાવાદ,સોમવારપાર્સલમાં ડ્રગ્સ અને નકલી પાસપોર્ટ હોવાની ધમકી આપીને ગુનો નોંધવાની ધમકી આપીને છેતરપિંડી આચરતી ગેંગ વિરૂદ્ધ અમદાવાદ ક્રાઇમબ્રાંચે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. જેમાં ચાર તાઇવાન નાગરિકો સહિત ૧૧ લોકોને ઝડપી લીધા છે.તેમની પાસેથી ૧૨.૭૫ લાખની રોકડ, ૧૨૦ મોબાઇલ ફોન, મોટા પ્રમાણમાં ક્રેડીટ કાર્ડ અને પાસબુક, કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને તપાસ શરૂ કરી છે. ઓનલાઇન છેતરપિંડીની નવી મોડ્સ ઓપરેન્ડી સામે આવી હતી.જેમાં તે  એક સાથે ૨૦ કે તેથી વધુ મોબાઇલને ઇન્ટરનેટ સાથે જોડીને  બેંક એકાઉન્ટના ઓટીપીના આધારે નાણાં ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરીને તાઇવાન મોકલતા હતા.

કરોડોના ઓનલાઇન છેતરપિંડી કેસમાં  તાઇવાનના ચાર નાગરિકોને ઝડપી લેવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,સોમવાર

પાર્સલમાં ડ્રગ્સ અને નકલી પાસપોર્ટ હોવાની ધમકી આપીને ગુનો નોંધવાની ધમકી આપીને છેતરપિંડી આચરતી ગેંગ વિરૂદ્ધ અમદાવાદ ક્રાઇમબ્રાંચે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. જેમાં ચાર તાઇવાન નાગરિકો સહિત ૧૧ લોકોને ઝડપી લીધા છે.તેમની પાસેથી ૧૨.૭૫ લાખની રોકડ, ૧૨૦ મોબાઇલ ફોન, મોટા પ્રમાણમાં ક્રેડીટ કાર્ડ અને પાસબુક, કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને તપાસ શરૂ કરી છે. ઓનલાઇન છેતરપિંડીની નવી મોડ્સ ઓપરેન્ડી સામે આવી હતી.જેમાં તે  એક સાથે ૨૦ કે તેથી વધુ મોબાઇલને ઇન્ટરનેટ સાથે જોડીને  બેંક એકાઉન્ટના ઓટીપીના આધારે નાણાં ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરીને તાઇવાન મોકલતા હતા.