Rajkotમાં ફટાકડાના વેપારીઓએ કરવુ પડશે આ નિયમોનુ પાલન

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે ફાયર વિભાગ અને પોલીસ દ્વારા કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે કડક નિયમોનું પાલન કરવા આદેશ આપવામાં આવ્યો છે. તંત્ર પહેલેથી જ સતર્ક બન્યુદિવાળીનો તહેવાર હોય ત્યારે ફટાકડા ફોડવાના શોખીન લોકો ફટાકડાની ધુમ ખરીદી કરતા હોય છે. લોકો ફટાકડાની ખરીદી કરવા જાય ત્યારે કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે તંત્ર પહેલેથી જ સતર્ક બન્યુ છે. દિવાળીનો તહેવાર હોય ફડાકડાની ખરીદી કરવા લોકોની ભીડ જામતી હોય છે. ત્યારે ફટાકડાનુ વેચાણ કરતા વેપારીઓને ફાયર વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા કડક નિયમોનું પાલન કરવા આદેશ આપ્યા છે. પોલીસ દ્વારા સઘન તપાસ ફાયર વિભાગ અને પોલીસ દ્વારા કડક નિયમોનું પાલન કરવાના આદેશ કરવામાં આવ્યો છે. જેમાં ફટાકડાના વેપારીએ દુકાનની બહાર પાણીના મોટા બેરલ, રેતી, ફાયરના બાટલા, co2 ના બાટલા તેમજ વાયરીંગનું સર્ટિફિકેટ સહિતની તમામ વસ્તુઓ રાખવા આદેશ આપવામાં આવ્યો છે. ફાયર વિભાગ અને પોલીસ આ તમામ નિયમોનુ પાલન થઈ રહ્યુ છે કે નઈ તે તપાસ કરી રહી છે. ફટાકડાના 50% રીટેલ સ્ટોલ ઘટી ગયા અગ્નિકાંડ બાદ કોઈ મોટી દુર્ઘટના ના સર્જાય તે માટે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયુ છે. ફટાકડાના વેપારી મિલનભાઈએ આ બાબતે નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે, ફાયર વિભાગ અને પોલીસ દ્વારા જારી કરેલ આકરા નિયમોના કારણે 50% રીટેલ સ્ટોલ ઘટી ગયા છે. ફાયર વિભાગ અને પોલીસ દ્વારા આકરા નિયમોનું ચુસ્ત પણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. સદર બજારમાં ફટાકડાની આશરે 100 થી પણ વધારે હોલસેલની દુકાનો આવેલી છે. ત્યારે આ તમામ દુકાનના વેપારીઓ આદેશ કરાયેલા નિયમોનુ પાલન કરે છે કે નઈ તે પણ ફાયર પોલીસ તપાસ કરી રહી છે.

Rajkotમાં ફટાકડાના વેપારીઓએ કરવુ પડશે આ નિયમોનુ પાલન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે ફાયર વિભાગ અને પોલીસ દ્વારા કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે કડક નિયમોનું પાલન કરવા આદેશ આપવામાં આવ્યો છે.

તંત્ર પહેલેથી જ સતર્ક બન્યુ

દિવાળીનો તહેવાર હોય ત્યારે ફટાકડા ફોડવાના શોખીન લોકો ફટાકડાની ધુમ ખરીદી કરતા હોય છે. લોકો ફટાકડાની ખરીદી કરવા જાય ત્યારે કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે તંત્ર પહેલેથી જ સતર્ક બન્યુ છે. દિવાળીનો તહેવાર હોય ફડાકડાની ખરીદી કરવા લોકોની ભીડ જામતી હોય છે. ત્યારે ફટાકડાનુ વેચાણ કરતા વેપારીઓને ફાયર વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા કડક નિયમોનું પાલન કરવા આદેશ આપ્યા છે.

પોલીસ દ્વારા સઘન તપાસ 

ફાયર વિભાગ અને પોલીસ દ્વારા કડક નિયમોનું પાલન કરવાના આદેશ કરવામાં આવ્યો છે. જેમાં ફટાકડાના વેપારીએ દુકાનની બહાર પાણીના મોટા બેરલ, રેતી, ફાયરના બાટલા, co2 ના બાટલા તેમજ વાયરીંગનું સર્ટિફિકેટ સહિતની તમામ વસ્તુઓ રાખવા આદેશ આપવામાં આવ્યો છે. ફાયર વિભાગ અને પોલીસ આ તમામ નિયમોનુ પાલન થઈ રહ્યુ છે કે નઈ તે તપાસ કરી રહી છે.

ફટાકડાના 50% રીટેલ સ્ટોલ ઘટી ગયા 

અગ્નિકાંડ બાદ કોઈ મોટી દુર્ઘટના ના સર્જાય તે માટે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયુ છે. ફટાકડાના વેપારી મિલનભાઈએ આ બાબતે નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે, ફાયર વિભાગ અને પોલીસ દ્વારા જારી કરેલ આકરા નિયમોના કારણે 50% રીટેલ સ્ટોલ ઘટી ગયા છે. ફાયર વિભાગ અને પોલીસ દ્વારા આકરા નિયમોનું ચુસ્ત પણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. સદર બજારમાં ફટાકડાની આશરે 100 થી પણ વધારે હોલસેલની દુકાનો આવેલી છે. ત્યારે આ તમામ દુકાનના વેપારીઓ આદેશ કરાયેલા નિયમોનુ પાલન કરે છે કે નઈ તે પણ ફાયર પોલીસ તપાસ કરી રહી છે.