Ahmedabadમાં 4 વર્ષથી બંધ પડેલ સી-પ્લેન સેવાના ફરીથી ફૂંકાશે પ્રાણ
છેલ્લાં ચાર વર્ષથી ગુજરાતમાં બંધ પડેલી સી-પ્લેન સેવાના ફરીથી પ્રાણ ફૂંકાશે અમદાવાદમાં વિદેશથી નવું સી-પ્લેન આવી પહોંચ્યું છે અને સી પ્લેનના આગમનનો વીડિયો સામે આવ્યો છે ટુરિસ્ટોને આકર્ષવા વિવિધ રૂટ પર સી-પ્લેન સેવા શરૂ કરવા કેન્દ્રના સિવિલ એવિયેશન વિભાગે પોલીસીમાં સુધારો કર્યો છે જે અંતર્ગત સી-પ્લેન સેવાની પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરાઇ છે. સી પ્લેનના આગમનનો વીડિયો આવ્યો સામે મહત્વનું છે કે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પરથી કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે 31 ઓક્ટોબર 2020ના રોજ સી પ્લેન સેવા શરૂ થઈ હતી અને 10 એપ્રિલ 2021ના રોજ બંધ કરવી પડી હતી જેની પાછળ રૂ. 7 કરોડ 77 લાખ 65 હજારનો ખર્ચ થયો હતો અમદાવાદના પાલડી ખાતે બનાવેલા સી પ્લેન ટર્મિનલ બંધ હાલતમાં છે ચાર વર્ષ બાદ ફરીથી સી-પ્લેન અમદાવાદ એરપોર્ટ પર આવતા આગામી સમયમાં શરૂ થાય તેવા ઉજળા સંકેતો મળી રહ્યા છે. એરલાઈન્સને સોંપાયું કામ ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષથી બંધ પડેલ સી પ્લેન સર્વિસમાં પ્રાણ ફૂંકાશે. કેમ કે કેન્દ્રના સિવિલ એવિએશન વિભાગે પીએમ મોદીના લક્ષ્યદીપ ટાપુ ની મુલાકાત બાદ 11 મહિના બાદ સી પ્લેન પ્રોજેકટ શરૂ કરવા તૈયારી દર્શાવી છે. જ્યાં અમદાવાદ સહિત ના 16 રૂટ પર સી પ્લેન ચલાવવાની તૈયારી કરાઈ રહી છે. જે અંતર્ગત ગુરુવારે નવું સી પ્લેન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યું. તો લક્ષદીપ ટાપુ પર સી પ્લેન સેવા શરૂ કરવાને લઈને સર્વે શરૂ કરાયો. જે કામ સ્પાઇજેટ એરલાઇન્સ ને સોંપવામાં આવ્યું છે. નુકાસાન થયું હતુ તેને લઈ બંધ કરાઈ હતી ? દેશભરમાં અમદાવાદ રિવરફ્રન્ટથી કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટી રૂટ ઉપર શરૂ કરવામાં આવ્યો હતો. જેની માટે રાજય સરકારે 13.15 કરોડ રૂપિયાનો ખર્ચ પણ કર્યો હતો. તેમ છતાં ઓછા મુસાફરો મળતા અને સી પ્લેન ચલાવતી કંપનીને નુકસાન થતાં સેવા બંધ કરી દેવામાં આવી હતી.સરદાર પટેલની જન્મ જયંતિ 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની પ્રથમ પેસેન્જર સી પ્લેન સેવાની શરૂઆત કરાવી હતી. તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયાથી અમદાવાદ સાબરમતી રિવર ફ્રન્ટ પહોંચ્યા હતા.50 વર્ષ જૂનું રજિસ્ટ્રેશન નંબર 8Q-ISC ધરાવતું સી પ્લેન હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
છેલ્લાં ચાર વર્ષથી ગુજરાતમાં બંધ પડેલી સી-પ્લેન સેવાના ફરીથી પ્રાણ ફૂંકાશે અમદાવાદમાં વિદેશથી નવું સી-પ્લેન આવી પહોંચ્યું છે અને સી પ્લેનના આગમનનો વીડિયો સામે આવ્યો છે ટુરિસ્ટોને આકર્ષવા વિવિધ રૂટ પર સી-પ્લેન સેવા શરૂ કરવા કેન્દ્રના સિવિલ એવિયેશન વિભાગે પોલીસીમાં સુધારો કર્યો છે જે અંતર્ગત સી-પ્લેન સેવાની પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરાઇ છે.
સી પ્લેનના આગમનનો વીડિયો આવ્યો સામે
મહત્વનું છે કે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પરથી કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે 31 ઓક્ટોબર 2020ના રોજ સી પ્લેન સેવા શરૂ થઈ હતી અને 10 એપ્રિલ 2021ના રોજ બંધ કરવી પડી હતી જેની પાછળ રૂ. 7 કરોડ 77 લાખ 65 હજારનો ખર્ચ થયો હતો અમદાવાદના પાલડી ખાતે બનાવેલા સી પ્લેન ટર્મિનલ બંધ હાલતમાં છે ચાર વર્ષ બાદ ફરીથી સી-પ્લેન અમદાવાદ એરપોર્ટ પર આવતા આગામી સમયમાં શરૂ થાય તેવા ઉજળા સંકેતો મળી રહ્યા છે.
એરલાઈન્સને સોંપાયું કામ
ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષથી બંધ પડેલ સી પ્લેન સર્વિસમાં પ્રાણ ફૂંકાશે. કેમ કે કેન્દ્રના સિવિલ એવિએશન વિભાગે પીએમ મોદીના લક્ષ્યદીપ ટાપુ ની મુલાકાત બાદ 11 મહિના બાદ સી પ્લેન પ્રોજેકટ શરૂ કરવા તૈયારી દર્શાવી છે. જ્યાં અમદાવાદ સહિત ના 16 રૂટ પર સી પ્લેન ચલાવવાની તૈયારી કરાઈ રહી છે. જે અંતર્ગત ગુરુવારે નવું સી પ્લેન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યું. તો લક્ષદીપ ટાપુ પર સી પ્લેન સેવા શરૂ કરવાને લઈને સર્વે શરૂ કરાયો. જે કામ સ્પાઇજેટ એરલાઇન્સ ને સોંપવામાં આવ્યું છે.
નુકાસાન થયું હતુ તેને લઈ બંધ કરાઈ હતી ?
દેશભરમાં અમદાવાદ રિવરફ્રન્ટથી કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટી રૂટ ઉપર શરૂ કરવામાં આવ્યો હતો. જેની માટે રાજય સરકારે 13.15 કરોડ રૂપિયાનો ખર્ચ પણ કર્યો હતો. તેમ છતાં ઓછા મુસાફરો મળતા અને સી પ્લેન ચલાવતી કંપનીને નુકસાન થતાં સેવા બંધ કરી દેવામાં આવી હતી.સરદાર પટેલની જન્મ જયંતિ 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની પ્રથમ પેસેન્જર સી પ્લેન સેવાની શરૂઆત કરાવી હતી. તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયાથી અમદાવાદ સાબરમતી રિવર ફ્રન્ટ પહોંચ્યા હતા.50 વર્ષ જૂનું રજિસ્ટ્રેશન નંબર 8Q-ISC ધરાવતું સી પ્લેન હતું.