Ahmedabad: રાજ્યમાં ચાર દિવસમાં દાઝી જવાના 600%

ગુજરાતમાં દિવાળી પર્વના ચાર દિવસમાં એટલે કે 31મી ઓક્ટોબરથી 3 નવેમ્બર દરમિયાન મેડિકલ ઈમરજન્સીના 20,164 કેસ નોંધાયા હતા. રોજના સરેરાશ 4,504 કોલ્સની સામે આ દિવસોમાં 5,041 કેસ નોંધાયા હતા એટલે કે 11.92 ટકા જેટલો વધારો નોંધાયો હતો. બેસતા વર્ષના દિવસે સૌથી વધુ 5,259 કેસ આવ્યા હતા.માર્ગ અકસ્માતના રોજના 481 કેસ નોંધાય છે, જોકે તહેવારોમાં રોજના સરેરાશ 906 કેસ આવ્યા હતા, આમ 4 દિવસમાં સરેરાશ 88.41 ટકાનો વધારો થયો હતો. નવા વર્ષના દિવસે માર્ગ અકસ્માતના સૌથી વધુ 1,087 કેસ નોંધાયા હતા. દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, નર્મદા, ગીર સોમનાથ, નવસારી, પંચમહાલ, ભરૂચ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, સાબરકાંઠા અને ખેડામાં સૌથી વધુ માર્ગ અકસ્માતના કેસ આવ્યા હતા. તહેવારોના ચાર દિવસમાં ફટાકડા કે અન્ય કોઈ કારણસર દાઝી જવાના 113 કેસ 108 એમ્બ્યુલન્સ સર્વિસને મળ્યા હતા, દરરોજના સરેરાશ ચાર કેસની સામે સરેરાશ 28 કેસ નોંધાયા હતા, સૌથી વધુ પહેલી નવેમ્બરના રોજ દાઝી જવાના 40 કોલ્સ મળ્યા હતા. ત્યાર બાદ દિવાળીએ 38, નવા વર્ષના દિવસે 24 અને ભાઈબીજના દિવસે 11 કોલ્સ આવ્યા હતા. દાઝી જવાના કેસમાં સૌથી વધુ અમદાવાદમાં 33, સુરતમાં 29, રાજકોટમાં 8 અને ભરૂચમાં 7 કિસ્સા બન્યા હતા. આમ તહેવારોમાં દાઝી જવાના કેસમાં 175થી 900 ટકા સુધીનો વધારો થયો હતો. ચાર દિવસમાં સરેરાશ 600 ટકા કરતાં વધુ કોલ્સ આવ્યા હતા.શારીરિક હુમલાના ચાર દિવસમાં 1,197 બનાવો નોંધાયા હતા, એકંદરે રોજના સામાન્ય કેસની સરખામણીએ 107.81 ટકાનો વધારો જોવા મળ્યો હતો, પહેલી નવેમ્બરે સૌથી વધુ 381 કોલ્સ આવ્યા હતા. એ પછી દિવાળીએ 323, નવા વર્ષે 284 અને ભાઈબીજે 209 કોલ્સ હતા. મારામારી- શારીરિક હુમલાને લગતાં સૌથી વધુ કોલ્સ દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, અમદાવાદ અને સુરતમાં આવ્યા છે.

Ahmedabad: રાજ્યમાં ચાર દિવસમાં દાઝી જવાના 600%

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં દિવાળી પર્વના ચાર દિવસમાં એટલે કે 31મી ઓક્ટોબરથી 3 નવેમ્બર દરમિયાન મેડિકલ ઈમરજન્સીના 20,164 કેસ નોંધાયા હતા. રોજના સરેરાશ 4,504 કોલ્સની સામે આ દિવસોમાં 5,041 કેસ નોંધાયા હતા એટલે કે 11.92 ટકા જેટલો વધારો નોંધાયો હતો. બેસતા વર્ષના દિવસે સૌથી વધુ 5,259 કેસ આવ્યા હતા.

માર્ગ અકસ્માતના રોજના 481 કેસ નોંધાય છે, જોકે તહેવારોમાં રોજના સરેરાશ 906 કેસ આવ્યા હતા, આમ 4 દિવસમાં સરેરાશ 88.41 ટકાનો વધારો થયો હતો. નવા વર્ષના દિવસે માર્ગ અકસ્માતના સૌથી વધુ 1,087 કેસ નોંધાયા હતા. દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, નર્મદા, ગીર સોમનાથ, નવસારી, પંચમહાલ, ભરૂચ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, સાબરકાંઠા અને ખેડામાં સૌથી વધુ માર્ગ અકસ્માતના કેસ આવ્યા હતા.

તહેવારોના ચાર દિવસમાં ફટાકડા કે અન્ય કોઈ કારણસર દાઝી જવાના 113 કેસ 108 એમ્બ્યુલન્સ સર્વિસને મળ્યા હતા, દરરોજના સરેરાશ ચાર કેસની સામે સરેરાશ 28 કેસ નોંધાયા હતા, સૌથી વધુ પહેલી નવેમ્બરના રોજ દાઝી જવાના 40 કોલ્સ મળ્યા હતા. ત્યાર બાદ દિવાળીએ 38, નવા વર્ષના દિવસે 24 અને ભાઈબીજના દિવસે 11 કોલ્સ આવ્યા હતા. દાઝી જવાના કેસમાં સૌથી વધુ અમદાવાદમાં 33, સુરતમાં 29, રાજકોટમાં 8 અને ભરૂચમાં 7 કિસ્સા બન્યા હતા. આમ તહેવારોમાં દાઝી જવાના કેસમાં 175થી 900 ટકા સુધીનો વધારો થયો હતો. ચાર દિવસમાં સરેરાશ 600 ટકા કરતાં વધુ કોલ્સ આવ્યા હતા.શારીરિક હુમલાના ચાર દિવસમાં 1,197 બનાવો નોંધાયા હતા, એકંદરે રોજના સામાન્ય કેસની સરખામણીએ 107.81 ટકાનો વધારો જોવા મળ્યો હતો, પહેલી નવેમ્બરે સૌથી વધુ 381 કોલ્સ આવ્યા હતા. એ પછી દિવાળીએ 323, નવા વર્ષે 284 અને ભાઈબીજે 209 કોલ્સ હતા. મારામારી- શારીરિક હુમલાને લગતાં સૌથી વધુ કોલ્સ દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, અમદાવાદ અને સુરતમાં આવ્યા છે.