Patidar અગ્રણી ધરમશી પટેલના નિધનથી સમાજમાં શોક, અંતિમ દર્શન માટે નેતાઓ પહોંચ્યા

ગઈકાલે બરવાળાના ભીમનાથ ગામે પાટીદાર સમાજના અગ્રણી ધરમશી પટેલની હત્યા થઈ હતી જેના બાદ સમાજમાં શોકનો માહોલ જોવા મળ્યો છે.અમદાવાદના ઈસનપુર ખાતે તેમના અંતિમ દર્શન માટે મૃતદેહ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં મહાનુભાવો તેમજ સમાજના લોકો પહોંચ્યા હતા.ધરમશી પટેલ લેઉવા સમાજમાં ભામાશાની ઓળખ ધરાવે છે. અમદાવાદમાં કરાઈ અંતિમક્રિયા પાટીદાર સમાજના ભામાશા તરીકે ઓળખાતા ધરમશીના નિધનથી સમાજમાં દુઃખની લાગણી વ્યાપી છે,ગઈકાલે બરવાળાના ભીમનાથ ગામે તેમની હત્યા કરાઈ હતી અને ત્યારબાદ મૃતદેહનું પીએમ કરાવીને તેને અંતિમ સંસ્કાર માટે તેમના નિવાસ સ્થાન અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો,વહેલી સવારથી તેમના અંતિમ દર્શન માટે લોકો ઉમટયા હતા,સામાજિક આગેવાનોનો એક જ સુર છે કે તેમણે લેઉવા પાટીદાર સમાજના ભામાશાને ગુમાવ્યા છે.આ અંતિમ વિધીમાં ભાજપના નેતા ભરત પંડ્યા, જગદીશ પંચાલ, પ્રદીપસિંહ જોડેજા, જીતુ વાઘાણી,વિનું મોરડીયા સહિતના નેતાઓ પહોંચ્યા હતા અને પરિવારને સાંતાવના આપી હતી. જાણો શું હતી સમગ્ર ઘટના ધરમશી પટેલ ભીમનાથ ગામે પોતાના ઘરની બહાર ઊભા હતા. આ દરમિયાન ઘરની નજીકમાં જ રહેતા કલ્પેશ સવજીભાઈ મેર નામનો શખસ ત્યાં પહોંચ્યો અને ધરમશી પટેલ સાથે બોલાચાલી કરી હતી. 'તમે નોકરીનું શું કર્યું, તમે નોકરી ના અપાવી જેના કારણે મારા ત્રણ વર્ષ બગડ્યાં છે' તેવું કહીને ઉશ્કેરાઈ ગયો હતો. ત્યારબાદ દોડીને તે ઘરે ગયો અને ત્યાંથી દાંતી-લોખંડનો પાઈપ લઈને આવ્યો. આરોપીએ અચાનક હુમલો કરી દેતા ધરમશી પટેલના માથા-ગળામાં ઈજા થઈ હતી અને તેઓ બેભાન થઈને ઢળી પડ્યા હતા. હાજર લોકોએ આરોપી કલ્પેશના હાથમાંથી તીક્ષ્ણ હથિયાર આંચકી લીધું હતું. આરોપી હુમલો કરીને ફરાર થઈ ગયો હતો અને ધરમશી પટેલને ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

Patidar અગ્રણી ધરમશી પટેલના નિધનથી સમાજમાં શોક, અંતિમ દર્શન માટે નેતાઓ પહોંચ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગઈકાલે બરવાળાના ભીમનાથ ગામે પાટીદાર સમાજના અગ્રણી ધરમશી પટેલની હત્યા થઈ હતી જેના બાદ સમાજમાં શોકનો માહોલ જોવા મળ્યો છે.અમદાવાદના ઈસનપુર ખાતે તેમના અંતિમ દર્શન માટે મૃતદેહ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં મહાનુભાવો તેમજ સમાજના લોકો પહોંચ્યા હતા.ધરમશી પટેલ લેઉવા સમાજમાં ભામાશાની ઓળખ ધરાવે છે.

અમદાવાદમાં કરાઈ અંતિમક્રિયા

પાટીદાર સમાજના ભામાશા તરીકે ઓળખાતા ધરમશીના નિધનથી સમાજમાં દુઃખની લાગણી વ્યાપી છે,ગઈકાલે બરવાળાના ભીમનાથ ગામે તેમની હત્યા કરાઈ હતી અને ત્યારબાદ મૃતદેહનું પીએમ કરાવીને તેને અંતિમ સંસ્કાર માટે તેમના નિવાસ સ્થાન અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો,વહેલી સવારથી તેમના અંતિમ દર્શન માટે લોકો ઉમટયા હતા,સામાજિક આગેવાનોનો એક જ સુર છે કે તેમણે લેઉવા પાટીદાર સમાજના ભામાશાને ગુમાવ્યા છે.આ અંતિમ વિધીમાં ભાજપના નેતા ભરત પંડ્યા, જગદીશ પંચાલ, પ્રદીપસિંહ જોડેજા, જીતુ વાઘાણી,વિનું મોરડીયા સહિતના નેતાઓ પહોંચ્યા હતા અને પરિવારને સાંતાવના આપી હતી.


જાણો શું હતી સમગ્ર ઘટના

ધરમશી પટેલ ભીમનાથ ગામે પોતાના ઘરની બહાર ઊભા હતા. આ દરમિયાન ઘરની નજીકમાં જ રહેતા કલ્પેશ સવજીભાઈ મેર નામનો શખસ ત્યાં પહોંચ્યો અને ધરમશી પટેલ સાથે બોલાચાલી કરી હતી. 'તમે નોકરીનું શું કર્યું, તમે નોકરી ના અપાવી જેના કારણે મારા ત્રણ વર્ષ બગડ્યાં છે' તેવું કહીને ઉશ્કેરાઈ ગયો હતો. ત્યારબાદ દોડીને તે ઘરે ગયો અને ત્યાંથી દાંતી-લોખંડનો પાઈપ લઈને આવ્યો. આરોપીએ અચાનક હુમલો કરી દેતા ધરમશી પટેલના માથા-ગળામાં ઈજા થઈ હતી અને તેઓ બેભાન થઈને ઢળી પડ્યા હતા. હાજર લોકોએ આરોપી કલ્પેશના હાથમાંથી તીક્ષ્ણ હથિયાર આંચકી લીધું હતું. આરોપી હુમલો કરીને ફરાર થઈ ગયો હતો અને ધરમશી પટેલને ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.