ગુજરાતના અંતરિયાળ ગામોમાં મળશે ડિજિટલ સર્વિસ, ટેલીકોમ વિભાગે 6000 કરોડ કર્યા મંજૂર

વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન સ્ટાન્ડર્ડ કોન્ફરન્સ (WTSA) 2024ની સાથે જ ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC) 2024ની આઠમી આવૃત્તિનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રદર્શનનું આયોજન ભારત મંડપમમાં કરવામાં આવી રહ્યું છે. ગુજરાત રાજ્યના દૂર-દરાજના અંતરિયાળ ગામો સુધી એફોર્ડેબલ અને હાઈક્વોલિટી મોબાઈલ એન્ડ ડિજિટલ સર્વિસ મળતી થશે. રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગને કેન્દ્ર સરકારના દૂરસંચાર વિભાગના યુનિવર્સલ સર્વિસ ઓબ્લીગેશન ફંડમાંથી સુધારેલ ભારત નેટ પ્રોગ્રામ અન્વયે રૂ. 6 હજાર કરોડ મળશે. કેન્દ્ર સરકારના ટેલીકોમ વિભાગ દ્વારા 6 હજાર કરોડ મંજૂર કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, ગુજરાતના શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં નવી દિલ્હીમાં ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે મેમોરેન્ડમ ઓફ કોઓપરેશન (MOC) કરવામાં આવ્યા છે. હવે ગુજરાતના અંતરિયાળ ગામોમાં પણ ડિજિટલ સર્વિસ મળશે. જેના કારણે લોકોને ગામમાં જ સરકારની વિવિધ યોજનાઓ સહિતની સેવાઓ પ્રાપ્ત થશે. આના માટે કેન્દ્ર સરકારના ટેલીકોમ વિભાગ દ્વારા 6 હજાર કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ 6 હજાર કરોડ યુનિવર્સલ સર્વિસ ઓબ્લીગેશન ફંડમાંથી ફાળવવામાં આવશે. WTSA સાથે ઇવેન્ટ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2024 પ્રદર્શન દરમિયાન કેન્દ્રીય ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના સરહદી વિસ્તારોમાં તૈનાત સૈનિકો સાથે વાત કરી હતી. સરહદ પર તૈનાત જવાનો સાથે વાત કરી આ પ્રદર્શનમાં ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ એરટેલ સેટેલાઇટ કમ્યુનિકેશન દ્વારા 14 હજારથી 18 હજાર ફૂટની ઉંચાઈ પર તૈનાત સૈનિકો સાથે વાત કરી હતી. નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના સરહદી વિસ્તારોના સૈનિકોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડવામાં આવ્યા હતા. જ્યોતિરાદિત્ય સિંધિયાએ સૈનિકોને તેમની તબિયત વિશે પૂછ્યું. પરિવાર વિશે માહિતી લીધી અને કહ્યું- "તમારી સેવા માટે હૃદયપૂર્વક આભાર, જય હિંદ." રોકી ધ રોબોટિક ડોગનું પ્રદર્શન જોયું એશિયાની સૌથી મોટી ટેલિકોમ કોન્ફરન્સ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા દિલ્હીના ભારત મંડપમમાં કરવામાં આવી છે. સાંજે લગભગ 5 વાગ્યે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોન્ફરન્સમાં આયોજિત પ્રદર્શનની મુલાકાત લીધી અને વિવિધ નવી તકનીકો વિશે માહિતી મેળવી. આ દરમિયાન સૈનિકો સાથે વાત કરવાની સાથે તેણે રોબોટિક ડોગ રોકીનું પ્રદર્શન પણ જોયું અને તેને અભિનંદન આપ્યા.

ગુજરાતના અંતરિયાળ ગામોમાં મળશે ડિજિટલ સર્વિસ, ટેલીકોમ વિભાગે 6000 કરોડ કર્યા મંજૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન સ્ટાન્ડર્ડ કોન્ફરન્સ (WTSA) 2024ની સાથે જ ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC) 2024ની આઠમી આવૃત્તિનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રદર્શનનું આયોજન ભારત મંડપમમાં કરવામાં આવી રહ્યું છે. ગુજરાત રાજ્યના દૂર-દરાજના અંતરિયાળ ગામો સુધી એફોર્ડેબલ અને હાઈક્વોલિટી મોબાઈલ એન્ડ ડિજિટલ સર્વિસ મળતી થશે. રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગને કેન્દ્ર સરકારના દૂરસંચાર વિભાગના યુનિવર્સલ સર્વિસ ઓબ્લીગેશન ફંડમાંથી સુધારેલ ભારત નેટ પ્રોગ્રામ અન્વયે રૂ. 6 હજાર કરોડ મળશે.

કેન્દ્ર સરકારના ટેલીકોમ વિભાગ દ્વારા 6 હજાર કરોડ મંજૂર

કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, ગુજરાતના શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં નવી દિલ્હીમાં ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે મેમોરેન્ડમ ઓફ કોઓપરેશન (MOC) કરવામાં આવ્યા છે. હવે ગુજરાતના અંતરિયાળ ગામોમાં પણ ડિજિટલ સર્વિસ મળશે. જેના કારણે લોકોને ગામમાં જ સરકારની વિવિધ યોજનાઓ સહિતની સેવાઓ પ્રાપ્ત થશે. આના માટે કેન્દ્ર સરકારના ટેલીકોમ વિભાગ દ્વારા 6 હજાર કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ 6 હજાર કરોડ યુનિવર્સલ સર્વિસ ઓબ્લીગેશન ફંડમાંથી ફાળવવામાં આવશે.

WTSA સાથે ઇવેન્ટ

ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2024 પ્રદર્શન દરમિયાન કેન્દ્રીય ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના સરહદી વિસ્તારોમાં તૈનાત સૈનિકો સાથે વાત કરી હતી.

સરહદ પર તૈનાત જવાનો સાથે વાત કરી

આ પ્રદર્શનમાં ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ એરટેલ સેટેલાઇટ કમ્યુનિકેશન દ્વારા 14 હજારથી 18 હજાર ફૂટની ઉંચાઈ પર તૈનાત સૈનિકો સાથે વાત કરી હતી. નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના સરહદી વિસ્તારોના સૈનિકોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડવામાં આવ્યા હતા. જ્યોતિરાદિત્ય સિંધિયાએ સૈનિકોને તેમની તબિયત વિશે પૂછ્યું. પરિવાર વિશે માહિતી લીધી અને કહ્યું- "તમારી સેવા માટે હૃદયપૂર્વક આભાર, જય હિંદ."

રોકી ધ રોબોટિક ડોગનું પ્રદર્શન જોયું

એશિયાની સૌથી મોટી ટેલિકોમ કોન્ફરન્સ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા દિલ્હીના ભારત મંડપમમાં કરવામાં આવી છે. સાંજે લગભગ 5 વાગ્યે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોન્ફરન્સમાં આયોજિત પ્રદર્શનની મુલાકાત લીધી અને વિવિધ નવી તકનીકો વિશે માહિતી મેળવી. આ દરમિયાન સૈનિકો સાથે વાત કરવાની સાથે તેણે રોબોટિક ડોગ રોકીનું પ્રદર્શન પણ જોયું અને તેને અભિનંદન આપ્યા.