Suratમાં ધોળા દિવસે ચપ્પુ મારી જવેલર્સ સાથે લૂંટનો કરાયો પ્રયાસ
સુરતમાં ધોળા દિવસે જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં જ્વેલર્સ માલિકે પ્રતિકાર કરતા ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો છે.ભેસ્તાન ચાર રસ્તા પાસે આ બનાવ બનતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી અને પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે,જયારે સાથે અન્ય જે શખ્સો આવ્યા હતા તે પણ ફરાર થઈ ગયા હતા,પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથધરી છે.ભેસ્તાન ચાર રસ્તા નજીકની ઘટના સુરતમાં લૂંટ,ચોરી,હત્યા આ બધી ઘટના સામાન્ય ઘટના ગણવામાં આવે છે,ત્યારે આજે ફરી એક વાર જવેલર્સને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો,દિવસના સમયે જાહેર રોડ પર આવેલી દુકાનમાં લૂંટારૂઓ ઘુસી ગયા હતા અને લૂંટને અંજામ આપે તે પહેલા કંઈ લૂંટયા વિના ફરાર થઈ ગયા હતા,જવેલર્સના માલિકે ઈનકાર કરતા તેને ચપ્પુ મારી દેવામાં આવ્યું હતુ,ઈજાગ્રસ્ત જવેલર્સને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એક આરોપીની કરાઈ અટકાયત ભેસ્તાન પોલીસનો કાફલો ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને એક શખ્સની અટકાયત કરી હતી,પોલીસે દુકાનમાં રહેલા વ્યકિતઓનું નિવેદન પણ નોંધ્યું છે અને આગળની કાર્યવાહી હાથધરી છે,ત્યારે આ ઘટનામાં પોલીસ શું ખુલાસા કરે છે તે જોવાનું રહ્યું,આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે કે નહી તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે.પોલીસે આસપાસના લોકોના પણ નિવેદન લીધા છે,અને ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથધરી છે. એક લૂંટનો આરોપી ઝડપાયો સુરત પોલીસે એક એવા આરોપીની ધરપકડ કરી છે, કે જે રેલ્વે સ્ટેશનની બહાર નીકળતા મુસાફરોના મોબાઈલ અને પર્સની લૂંટ કરતા હતા. ગેંગના 2 પૈકી એક સભ્યને પોલીસે ઝડપી પા઼ડ્યો છે. જેની સામે 10 જેટલા ગુના નોંધાયેલા છે. જ્યારે અન્ય એક આરોપી ફરાર છે જેની સામે 45 જેટલા ગુના નોંધાયેલા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં ધોળા દિવસે જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં જ્વેલર્સ માલિકે પ્રતિકાર કરતા ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો છે.ભેસ્તાન ચાર રસ્તા પાસે આ બનાવ બનતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી અને પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે,જયારે સાથે અન્ય જે શખ્સો આવ્યા હતા તે પણ ફરાર થઈ ગયા હતા,પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથધરી છે.
ભેસ્તાન ચાર રસ્તા નજીકની ઘટના
સુરતમાં લૂંટ,ચોરી,હત્યા આ બધી ઘટના સામાન્ય ઘટના ગણવામાં આવે છે,ત્યારે આજે ફરી એક વાર જવેલર્સને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો,દિવસના સમયે જાહેર રોડ પર આવેલી દુકાનમાં લૂંટારૂઓ ઘુસી ગયા હતા અને લૂંટને અંજામ આપે તે પહેલા કંઈ લૂંટયા વિના ફરાર થઈ ગયા હતા,જવેલર્સના માલિકે ઈનકાર કરતા તેને ચપ્પુ મારી દેવામાં આવ્યું હતુ,ઈજાગ્રસ્ત જવેલર્સને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
એક આરોપીની કરાઈ અટકાયત
ભેસ્તાન પોલીસનો કાફલો ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને એક શખ્સની અટકાયત કરી હતી,પોલીસે દુકાનમાં રહેલા વ્યકિતઓનું નિવેદન પણ નોંધ્યું છે અને આગળની કાર્યવાહી હાથધરી છે,ત્યારે આ ઘટનામાં પોલીસ શું ખુલાસા કરે છે તે જોવાનું રહ્યું,આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે કે નહી તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે.પોલીસે આસપાસના લોકોના પણ નિવેદન લીધા છે,અને ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથધરી છે.
એક લૂંટનો આરોપી ઝડપાયો
સુરત પોલીસે એક એવા આરોપીની ધરપકડ કરી છે, કે જે રેલ્વે સ્ટેશનની બહાર નીકળતા મુસાફરોના મોબાઈલ અને પર્સની લૂંટ કરતા હતા. ગેંગના 2 પૈકી એક સભ્યને પોલીસે ઝડપી પા઼ડ્યો છે. જેની સામે 10 જેટલા ગુના નોંધાયેલા છે. જ્યારે અન્ય એક આરોપી ફરાર છે જેની સામે 45 જેટલા ગુના નોંધાયેલા છે.