Mehsana: કમળપથ પાસે મેડિકલ વેસ્ટનો નિકાલ કરાતા વિવાદ છેડાયો,આયુષ હોસ્પિટલ સામે આક્ષેપ

મહેસાણા શહેરમાં અનેક હોસ્પિટલો આવેલી છે ત્યારે આ હોસ્પિટલોમાંથી ઉભો થતા મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ જરૂરી બન્યું છે. જોકે તાજેતરમાં મહેસાણા રાધનપુર રોડ તરફ્માં કમળ પથ પાસેની ખુલ્લો જગ્યામાં મેડિકલ વેસ્ટનો નિકાલ કરાયેલો જોવા મળતા આસપાસની સોસાયટીઓના રહીશો દ્વારા વિવાદ છેડવામાં આવ્યો હતો.જોકે આ અંગે પોલીસ કંટ્રોલરૂમને મેસેજ મળતા પોલીસે સ્થળ મુલાકાત કરી હતી. જે બાદ મેડિકલ વેસ્ટનો નિકાલ આયુષ હોસ્પિટલ દ્વારા કરાય હોવાના આક્ષેપ વચ્ચે હોસ્પિટલ તંત્રએ તે જગ્યાએથી ઉઠાવી લીધો હતો.મહેસાણાના રાધનપુર રોડ પર આવેલ કમળ પથ પાસેની ખુલ્લી જગ્યામાં 4 જાન્યુઆરીના રાત્રીના સમયે એક ટ્રેક્ટરની ટ્રોલીમાં મેડિકલ વેસ્ટ ભરી લાવી નિકાલ કરવામાં આવ્યો હતો. જે મામલે સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા મહેસાણા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા પોલીસ દોડીને સ્થળ મુલાકાત કરવા દોડી આવી હતી. જ્યાં સ્થાનિકોના મત મુજબ નજીકની આયુષ હોસ્પિટલનો મેડિકલ વેસ્ટ ત્યાં નિકાલ કરાયો હોવાના આક્ષેપો ઉઠયા હતા. જોકે આ અંગે વિવાદ સર્જાયા બાદ હોસ્પિટલ તંત્રએ તે સ્થળેથી મેડિકલ વેસ્ટ ઉઠાવી લીધો હતો. જે બાદ સમગ્ર મામલો થાળે પડયો હતો.

Mehsana: કમળપથ પાસે મેડિકલ વેસ્ટનો નિકાલ કરાતા વિવાદ છેડાયો,આયુષ હોસ્પિટલ સામે આક્ષેપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહેસાણા શહેરમાં અનેક હોસ્પિટલો આવેલી છે ત્યારે આ હોસ્પિટલોમાંથી ઉભો થતા મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ જરૂરી બન્યું છે. જોકે તાજેતરમાં મહેસાણા રાધનપુર રોડ તરફ્માં કમળ પથ પાસેની ખુલ્લો જગ્યામાં મેડિકલ વેસ્ટનો નિકાલ કરાયેલો જોવા મળતા આસપાસની સોસાયટીઓના રહીશો દ્વારા વિવાદ છેડવામાં આવ્યો હતો.

જોકે આ અંગે પોલીસ કંટ્રોલરૂમને મેસેજ મળતા પોલીસે સ્થળ મુલાકાત કરી હતી. જે બાદ મેડિકલ વેસ્ટનો નિકાલ આયુષ હોસ્પિટલ દ્વારા કરાય હોવાના આક્ષેપ વચ્ચે હોસ્પિટલ તંત્રએ તે જગ્યાએથી ઉઠાવી લીધો હતો.મહેસાણાના રાધનપુર રોડ પર આવેલ કમળ પથ પાસેની ખુલ્લી જગ્યામાં 4 જાન્યુઆરીના રાત્રીના સમયે એક ટ્રેક્ટરની ટ્રોલીમાં મેડિકલ વેસ્ટ ભરી લાવી નિકાલ કરવામાં આવ્યો હતો.

જે મામલે સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા મહેસાણા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા પોલીસ દોડીને સ્થળ મુલાકાત કરવા દોડી આવી હતી. જ્યાં સ્થાનિકોના મત મુજબ નજીકની આયુષ હોસ્પિટલનો મેડિકલ વેસ્ટ ત્યાં નિકાલ કરાયો હોવાના આક્ષેપો ઉઠયા હતા. જોકે આ અંગે વિવાદ સર્જાયા બાદ હોસ્પિટલ તંત્રએ તે સ્થળેથી મેડિકલ વેસ્ટ ઉઠાવી લીધો હતો. જે બાદ સમગ્ર મામલો થાળે પડયો હતો.