Surendranagar: જિલ્લામાં જુગારના અડધો ડઝન સ્થળે દરોડા : 30 શખ્સો પકડાયા

મૂળીના ટીકર, દસાડાના વણોદ, ચૂડાના નવી મોરવાડ, થાન, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર શહેરમાં પોલીસની રેડપોલીસ દ્વારા રોકડ, મોબાઈલ, બાઈક સહિત રૂ. 2.55 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો દસાડા પોલીસે વણોદ ગામે પીપળીયા વાસમાં જાહેરમાં રમાતા જુગાર પર રેડ કરી હતી સુરેન્દ્રનગર જિલ્લામાં શ્રાવણીયો જુગાર પુર બહારમાં ખીલ્યો છે. ત્યારે પોલીસ પણ ઠેર ઠેર દરોડા કરી જુગારીયાઓના રંગમાં ભંગ પાડી રહી છે. જેમાં મૂળીના ટીકર, ચૂડાના નવી મોરવાડ, દસાડાના વણોદ, સુરેન્દ્રનગર, થાન અને ધ્રાંગધ્રા શહેરમાં પોલીસે જુગારની રેડ કરી 30 જુગારીયાઓને ઝડપી લીધા છે. આ શખ્સો પાસેથી રોકડ, મોબાઈલ અને બાઈક સહિત રૂ. 2,55,530નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. મૂળી તાલુકાના ટીકર ગામનો નરશી વીરજીભાઈ પટેલ દીગસર-ટીકરના માર્ગે આવેલ વાડીમાં જુગાર રમાડતો હોવાની બાતમી મળતા એલસીબી ટીમના વિજયસીંહ પરમાર, કીશન મકવાણા, પ્રવીણ કોલા, ધવલ પટેલ સહિતનાઓએ રેડ કરી હતી. જેમાં ગોવિંદ દાનાભાઈ પરમાર, કનકસીંહ સવુભા વાઘેલા, અજયસીંહ પ્રવીણસીંહ વાઘેલા, કમા ઉકાભાઈ મરીયા, સોમા ઘુઘાભાઈ ગાળીયા, સુખદેવ અમરસિંહભાઈ ચૌહાણ, સંજયસીંહ સુખદેવસીંહ વાઘેલા, વાડી માલીક નરશી વીરજીભાઈ પટેલ, ભરત રામજીભાઈ ઉદેશા અને સુરેશ લાલજીભાઈ ઉદેશા પકડાયા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂ. 99 હજાર, 7 મોબાઈલ, 2 બાઈક સહિતની મત્તા જપ્ત કરાઈ હતી. બીજી તરફ દસાડા પોલીસે વણોદ ગામે પીપળીયા વાસમાં જાહેરમાં રમાતા જુગાર પર રેડ કરી હતી. જેમાં વીરમ રતાભાઈ લેન્ચીયા, રામજી નાનુભાઈ મારસુણ, રીયાઝ ઉસ્માનભાઈ જુણેજા, સોંડા હીરાજી રણોદરા, જીતુ ભગવાનભાઈ દસાડીયા અને આસીફ ઉસ્માનભાઈ કુરેશી રોકડા રૂ. 34,300, 2 મોબાઈલ ફોનની મત્તા સાથે ઝડપાયા હતા. જયારે ચૂડા પોલીસના આર.જે.મીઠાપરાને નવી મોરવાડ ગામે જાહેર રસ્તા પર સ્ટ્રીટલાઈટના અજવાળે રમાતા જુગારની બાતમી મળી હતી. આથી સોમવારે રાત્રે પોલીસે રેડ કરી હતી. જેમાં વિજય નારાયણભાઈ ઝીંઝુવાડીયા, પંકજ લક્ષ્મણભાઈ પરમાર, બાબુ ઉર્ફે ચમન ધીરૂભાઈ કોઠારીયા અને પંકજ મનસુખભાઈ કોઠારીયા રોકડા રૂ. 16,710 સાથે ઝડપાયા હતા. અને થાન પોલીસે આંબેડકરનગરમાં જુગારની રેડ કરી હતી. જેમાં દીપક વીરજીભાઈ પરમાર, વિનોદ દાનાભાઈ ચૌહાણ, જયદીપ કરશનભાઈ સોલંકી, ગીરીશ મનસુખભાઈ વાળા, ભરત મનસુખભાઈ વાળા, મુકેશ મોહનભાઈ રાઠોડ અને જીતેન્દ્ર વિનોદભાઈ ધામેલ રોકડા રૂ.27,500 સાથે ઝડપાયા હતા. જયારે ધ્રાંગધ્રાની ખારીશેરીમાં જાહેરમાં ગુડદી-પાસાનો જુગાર રમતા મફા બળદેવભાઈ મુંધવા અને સતીશ નારાયણભાઈ મેવાડા રોકડા રૂ.11,150 સાથે પકડાયા હતા. બીજી તરફ સુરેન્દ્રનગરના મુળચંદ રોડ ઉપરથી માનવ મંદીર પાસે રહેતો અમર કાળુભાઈ કાલોલ વરલી મટકાનો જુગાર રમતા રોકડા રૂ.870 સાથે ઝડપાયો હતો.

Surendranagar: જિલ્લામાં જુગારના અડધો ડઝન સ્થળે દરોડા : 30 શખ્સો પકડાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મૂળીના ટીકર, દસાડાના વણોદ, ચૂડાના નવી મોરવાડ, થાન, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર શહેરમાં પોલીસની રેડ
  • પોલીસ દ્વારા રોકડ, મોબાઈલ, બાઈક સહિત રૂ. 2.55 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
  • દસાડા પોલીસે વણોદ ગામે પીપળીયા વાસમાં જાહેરમાં રમાતા જુગાર પર રેડ કરી હતી

સુરેન્દ્રનગર જિલ્લામાં શ્રાવણીયો જુગાર પુર બહારમાં ખીલ્યો છે. ત્યારે પોલીસ પણ ઠેર ઠેર દરોડા કરી જુગારીયાઓના રંગમાં ભંગ પાડી રહી છે.

જેમાં મૂળીના ટીકર, ચૂડાના નવી મોરવાડ, દસાડાના વણોદ, સુરેન્દ્રનગર, થાન અને ધ્રાંગધ્રા શહેરમાં પોલીસે જુગારની રેડ કરી 30 જુગારીયાઓને ઝડપી લીધા છે. આ શખ્સો પાસેથી રોકડ, મોબાઈલ અને બાઈક સહિત રૂ. 2,55,530નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

મૂળી તાલુકાના ટીકર ગામનો નરશી વીરજીભાઈ પટેલ દીગસર-ટીકરના માર્ગે આવેલ વાડીમાં જુગાર રમાડતો હોવાની બાતમી મળતા એલસીબી ટીમના વિજયસીંહ પરમાર, કીશન મકવાણા, પ્રવીણ કોલા, ધવલ પટેલ સહિતનાઓએ રેડ કરી હતી. જેમાં ગોવિંદ દાનાભાઈ પરમાર, કનકસીંહ સવુભા વાઘેલા, અજયસીંહ પ્રવીણસીંહ વાઘેલા, કમા ઉકાભાઈ મરીયા, સોમા ઘુઘાભાઈ ગાળીયા, સુખદેવ અમરસિંહભાઈ ચૌહાણ, સંજયસીંહ સુખદેવસીંહ વાઘેલા, વાડી માલીક નરશી વીરજીભાઈ પટેલ, ભરત રામજીભાઈ ઉદેશા અને સુરેશ લાલજીભાઈ ઉદેશા પકડાયા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂ. 99 હજાર, 7 મોબાઈલ, 2 બાઈક સહિતની મત્તા જપ્ત કરાઈ હતી. બીજી તરફ દસાડા પોલીસે વણોદ ગામે પીપળીયા વાસમાં જાહેરમાં રમાતા જુગાર પર રેડ કરી હતી. જેમાં વીરમ રતાભાઈ લેન્ચીયા, રામજી નાનુભાઈ મારસુણ, રીયાઝ ઉસ્માનભાઈ જુણેજા, સોંડા હીરાજી રણોદરા, જીતુ ભગવાનભાઈ દસાડીયા અને આસીફ ઉસ્માનભાઈ કુરેશી રોકડા રૂ. 34,300, 2 મોબાઈલ ફોનની મત્તા સાથે ઝડપાયા હતા. જયારે ચૂડા પોલીસના આર.જે.મીઠાપરાને નવી મોરવાડ ગામે જાહેર રસ્તા પર સ્ટ્રીટલાઈટના અજવાળે રમાતા જુગારની બાતમી મળી હતી. આથી સોમવારે રાત્રે પોલીસે રેડ કરી હતી. જેમાં વિજય નારાયણભાઈ ઝીંઝુવાડીયા, પંકજ લક્ષ્મણભાઈ પરમાર, બાબુ ઉર્ફે ચમન ધીરૂભાઈ કોઠારીયા અને પંકજ મનસુખભાઈ કોઠારીયા રોકડા રૂ. 16,710 સાથે ઝડપાયા હતા. અને થાન પોલીસે આંબેડકરનગરમાં જુગારની રેડ કરી હતી. જેમાં દીપક વીરજીભાઈ પરમાર, વિનોદ દાનાભાઈ ચૌહાણ, જયદીપ કરશનભાઈ સોલંકી, ગીરીશ મનસુખભાઈ વાળા, ભરત મનસુખભાઈ વાળા, મુકેશ મોહનભાઈ રાઠોડ અને જીતેન્દ્ર વિનોદભાઈ ધામેલ રોકડા રૂ.27,500 સાથે ઝડપાયા હતા. જયારે ધ્રાંગધ્રાની ખારીશેરીમાં જાહેરમાં ગુડદી-પાસાનો જુગાર રમતા મફા બળદેવભાઈ મુંધવા અને સતીશ નારાયણભાઈ મેવાડા રોકડા રૂ.11,150 સાથે પકડાયા હતા. બીજી તરફ સુરેન્દ્રનગરના મુળચંદ રોડ ઉપરથી માનવ મંદીર પાસે રહેતો અમર કાળુભાઈ કાલોલ વરલી મટકાનો જુગાર રમતા રોકડા રૂ.870 સાથે ઝડપાયો હતો.