Dhansura: ખેડા પાટિયા પાસે દારૂનું કટિંગ ચાલતું હતું અને SMCની ટીમ ત્રાટકી
ધનસુરાના ખેડા પાટિયા નજીક વિદેશી દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું ત્યારે જ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ત્રાટકીને બે કાર તેમજ અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ-2027, મોબાઈલ તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા 16,24 ,600/-નો મુદમાલ ઝડપી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બે આરોપીને દબોચી લઈ 7 આરોપી સામે પ્રોહિબીશનનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરતાં ધનસુરા પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી.ધનસુરા-બાયડ હાઈવે માર્ગ ઉપર આવેલ ખેડા પાટિયા નજીક રહેતા ધર્મેન્દ્ર સલાટના ઘરની પાછળ વિદેશી દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ત્રાટકતા દોડધામ મચી ગઈ હતી.પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂની બોટલ નંગ-2027 કિંમત રૂા.2,87,900/-, કિયા અને મારૂતિ વેગનઆર કાર કિંમત રૂા.13,00,000/-, મોબાઈલ નંગ-3 કિંમત રૂા.30,000/- અને રોકડ રકમ રૂા.6700 મળી કુલ રૂપિયા 16,24,600/-નો મુદમાલ ઝડપી બે આરોપીને ઝડપી, 7 આરોપીઓ સામે સ્પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરતાં ધનસુરા પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી. ધમધમતા હાઈવેની પાસે દારૂનું ખુલ્લેઆમ કટિંગ ચાલતું હતું ધનસુરા-બાયડ હાઈવે માર્ગ ઉપર દિવસ રાત વાહનોની અવરજવર રહે છે. આ માર્ગ ઉપર ખુલ્લેઆમ દારૂનું કટિંગ થતું હોવા છતાં ધનસુરા પોલીસ ઉંઘતી રહી અને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ત્રાટકી લાખો રૂપિયાનો મુદમાલ ઝડપી પાડયો હતો. ઝડપાયેલ આરોપી (1) પૃથ્વીરાજસિંહ ઉર્ફે રાજા બાપુ ક્રિપાલસિંહ ચૌહાણ (ઉ.વ.ર4) રહે.સૈજપુર બોઘા,નરોડા રોડ,અમદાવાદ (2)સિકંદર ગુલાબભાઈ મીર(ઉ.વ.ર8) રહે.ધાનેરા,બનાસકાંઠા. પોલીસ ચોપડે વોન્ટેડ આરોપીઓ (1) ધર્મેન્દ્ર ઉર્ફે ધમો મોહનભાઈ સલાટ રહે.ખેડા પાટિયા, તા.ધનસુરા. (2) સંજય રાઠોડ રહે.મીની કાંકરિયા સામે, નરોડા, અમદાવાદ. (3) ચંદુ ફૌજી ઉર્ફે મામા રહે.ડુંગરપુર(રાજસ્થાન) (4) સંજય ઈન્દ્રેકર ઉર્ફે બલ્લા રહે. સરદારનગર, અમદાવાદ. (પ) ધરમસિંહ મકવાણા ઉર્ફ કાલુ રહે.નરોડા રોડ, અમદાવાદ. (6) સેલ્ટોશ કાર નંબર જીજે-01-ડબલ્યુઆર -6346ના માલિક (7) વેગનઆર કાર નં. જીજે-01-ડબલ્યુકે-8198ના માલિક
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ધનસુરાના ખેડા પાટિયા નજીક વિદેશી દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું ત્યારે જ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ત્રાટકીને બે કાર તેમજ અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ-2027, મોબાઈલ તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા 16,24 ,600/-નો મુદમાલ ઝડપી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બે આરોપીને દબોચી લઈ 7 આરોપી સામે પ્રોહિબીશનનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરતાં ધનસુરા પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી.
ધનસુરા-બાયડ હાઈવે માર્ગ ઉપર આવેલ ખેડા પાટિયા નજીક રહેતા ધર્મેન્દ્ર સલાટના ઘરની પાછળ વિદેશી દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ત્રાટકતા દોડધામ મચી ગઈ હતી.પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂની બોટલ નંગ-2027 કિંમત રૂા.2,87,900/-, કિયા અને મારૂતિ વેગનઆર કાર કિંમત રૂા.13,00,000/-, મોબાઈલ નંગ-3 કિંમત રૂા.30,000/- અને રોકડ રકમ રૂા.6700 મળી કુલ રૂપિયા 16,24,600/-નો મુદમાલ ઝડપી બે આરોપીને ઝડપી, 7 આરોપીઓ સામે સ્પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરતાં ધનસુરા પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી.
ધમધમતા હાઈવેની પાસે દારૂનું ખુલ્લેઆમ કટિંગ ચાલતું હતું
ધનસુરા-બાયડ હાઈવે માર્ગ ઉપર દિવસ રાત વાહનોની અવરજવર રહે છે. આ માર્ગ ઉપર ખુલ્લેઆમ દારૂનું કટિંગ થતું હોવા છતાં ધનસુરા પોલીસ ઉંઘતી રહી અને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ત્રાટકી લાખો રૂપિયાનો મુદમાલ ઝડપી પાડયો હતો.
ઝડપાયેલ આરોપી
(1) પૃથ્વીરાજસિંહ ઉર્ફે રાજા બાપુ ક્રિપાલસિંહ ચૌહાણ (ઉ.વ.ર4) રહે.સૈજપુર બોઘા,નરોડા રોડ,અમદાવાદ
(2)સિકંદર ગુલાબભાઈ મીર(ઉ.વ.ર8) રહે.ધાનેરા,બનાસકાંઠા.
પોલીસ ચોપડે વોન્ટેડ આરોપીઓ
(1) ધર્મેન્દ્ર ઉર્ફે ધમો મોહનભાઈ સલાટ રહે.ખેડા પાટિયા, તા.ધનસુરા.
(2) સંજય રાઠોડ રહે.મીની કાંકરિયા સામે, નરોડા, અમદાવાદ.
(3) ચંદુ ફૌજી ઉર્ફે મામા રહે.ડુંગરપુર(રાજસ્થાન)
(4) સંજય ઈન્દ્રેકર ઉર્ફે બલ્લા રહે. સરદારનગર, અમદાવાદ.
(પ) ધરમસિંહ મકવાણા ઉર્ફ કાલુ રહે.નરોડા રોડ, અમદાવાદ.
(6) સેલ્ટોશ કાર નંબર જીજે-01-ડબલ્યુઆર -6346ના માલિક
(7) વેગનઆર કાર નં. જીજે-01-ડબલ્યુકે-8198ના માલિક