Surat: દિવાળીની રાત્રે 89 સ્થળો પર આગની ઘટના! આખી રાત ફાયર-બ્રિગેડની દોડધામ

સુરતમાં દિવાળીની ઉજવણીમાં આતશબાજી વચ્ચે સુરત શહેરમાં ઠેરઠેર આગજનીના બનાવ બન્યા હતા. સુરત શહેરમાં દિવાળીની રાતે આગની ઘટનાઓ સામે શહેર ફાયર વિભાગ આખી રાત દોડતું રહ્યું હતું. સમગ્ર સુરત શહેરમાં કુલ 89 સ્થળોએ આગની ઘટનાઓ બની હતી. જોકે આગની ઘટનાઓમાં કોઈ જાનહાનિ થયાના સમાચાર નથી.દિવાળી આવતાની સાથે જ દેશમાં ધામધૂમથી રંગોળી, દિવડાનો ઝળહળાટ સાથે ફટાકડા ફોડીને સાથે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવે છે. દિવાળી સાથે આખી રાત ફાયર બ્રિગેડ એલર્ટ મોડમાં કામગીરી હાથ ધરી હતી. શહેરના 89 સ્થળો પર ફટાકડાના કારણે કાંતો પછી અન્ય કારણોસર આગ લાગી હોવાની ઘટના બની હતી. જો ગતવર્ષ 2023માં સુરત શહેરમાં દિવાળીની રાત્રી દરમિયાન ફાયર વિભાગને કુલ 125 કોલ મળ્યા હતા. જોકે આ વખતે દિવાળીની રાત્રે 89 સ્થળો પર આગની ઘટના બની છે, ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. કારણ કે રાત-દિવસ ફાયર વિભાગની ટીમ સુરત શહેરના સેવામાં અવિરત રહી હતી.ગતવર્ષ 2023ની દિવાળીએ ફાયર વિભાગને કુલ 125 કોલ મળ્યા હતાદિવાળીની ઉજવણીમાં આતશબાજી વચ્ચે સુરત શહેરમાં ઠેરઠેર આગજનીના બનાવ બન્યા હતા. શહેરની સૌથી મોટી નવનિર્માણાધીન રહેણાંક બિલ્ડિંગ પાલની કાસા રિવેરામાં મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. તે ઉપરાંત અલથાણની રઘુવીર ઈન્ફોનિયામાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. રાદેરના ઉગત રોડ પર ઝૂંપડાઓમાં પણ આગ લાગી હતી. દિવાળીની રાત્રિ દરમિયાન કુલ 88 જેટલાં આગજનીના બનાવ બન્યા હતા, ગતવર્ષ 2023ની દિવાળીએ ફાયર વિભાગને કુલ 125 કોલ મળ્યા હતા, જેના લીધે આખી રાત ફાયર બ્રિગેડ દોડતું રહ્યું હતું.

Surat: દિવાળીની રાત્રે 89 સ્થળો પર આગની ઘટના! આખી રાત ફાયર-બ્રિગેડની દોડધામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં દિવાળીની ઉજવણીમાં આતશબાજી વચ્ચે સુરત શહેરમાં ઠેરઠેર આગજનીના બનાવ બન્યા હતા. સુરત શહેરમાં દિવાળીની રાતે આગની ઘટનાઓ સામે શહેર ફાયર વિભાગ આખી રાત દોડતું રહ્યું હતું. સમગ્ર સુરત શહેરમાં કુલ 89 સ્થળોએ આગની ઘટનાઓ બની હતી. જોકે આગની ઘટનાઓમાં કોઈ જાનહાનિ થયાના સમાચાર નથી.

દિવાળી આવતાની સાથે જ દેશમાં ધામધૂમથી રંગોળી, દિવડાનો ઝળહળાટ સાથે ફટાકડા ફોડીને સાથે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવે છે. દિવાળી સાથે આખી રાત ફાયર બ્રિગેડ એલર્ટ મોડમાં કામગીરી હાથ ધરી હતી. શહેરના 89 સ્થળો પર ફટાકડાના કારણે કાંતો પછી અન્ય કારણોસર આગ લાગી હોવાની ઘટના બની હતી. જો ગતવર્ષ 2023માં સુરત શહેરમાં દિવાળીની રાત્રી દરમિયાન ફાયર વિભાગને કુલ 125 કોલ મળ્યા હતા. જોકે આ વખતે દિવાળીની રાત્રે 89 સ્થળો પર આગની ઘટના બની છે, ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. કારણ કે રાત-દિવસ ફાયર વિભાગની ટીમ સુરત શહેરના સેવામાં અવિરત રહી હતી.

ગતવર્ષ 2023ની દિવાળીએ ફાયર વિભાગને કુલ 125 કોલ મળ્યા હતા

દિવાળીની ઉજવણીમાં આતશબાજી વચ્ચે સુરત શહેરમાં ઠેરઠેર આગજનીના બનાવ બન્યા હતા. શહેરની સૌથી મોટી નવનિર્માણાધીન રહેણાંક બિલ્ડિંગ પાલની કાસા રિવેરામાં મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. તે ઉપરાંત અલથાણની રઘુવીર ઈન્ફોનિયામાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. રાદેરના ઉગત રોડ પર ઝૂંપડાઓમાં પણ આગ લાગી હતી. દિવાળીની રાત્રિ દરમિયાન કુલ 88 જેટલાં આગજનીના બનાવ બન્યા હતા, ગતવર્ષ 2023ની દિવાળીએ ફાયર વિભાગને કુલ 125 કોલ મળ્યા હતા, જેના લીધે આખી રાત ફાયર બ્રિગેડ દોડતું રહ્યું હતું.