Suratની ડિંડોલી પોલીસે મહેકાવી માનવતા, વૃદ્ધાશ્રમના વડીલો સાથે ઉજવી દિવાળી
સુરતમાં ડિંડોલી પોલીસે વૃદ્ધાશ્રમમાં દિવાળી ઉજવી છે,વડીલોને મિઠાઈ-કપડાં ભેટ આપવામાં આવ્યા છે.સુરતની પોલીસ માને છે કે જયારે દિવાળીનો તહેવાર હોય ત્યારે સૌ કોઈ પરિવાર સાથે દિવાળી ઉજવે તેને લઈ પોલીસે માનવતા મહેકાવી હતી,વડીલોને એકલવાયું ના લાગે તેને લઈ વૃદ્ધાશ્રમમાં ફટાકડા પણ ફોંડયા હતા અને વડીલોના મોઢે દિવાળીની ખુશી જોવા મળી હતી. નુકસાન ન થાય તેવા ફટાકડા ફોડી ઉજવી દિવાળી ડિંડોલી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્રારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી જેમાં વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી,પોલીસ અધિકારીઓ પણ આ પ્રસંગે હાજર રહ્યાં હતા.ગીતો ગાઈને મિઠાઈ ખવડાવવામાં આવી હતી.માતા-પિતા સમાન વૃદ્ધોને પોલીસજવાનોએ હૂંફ પૂરી પાડી હતી.આ પ્રસંગે સમાજ સેવક ધર્મેશ ગામી પણ રહ્યા હતા હાજર.વૃદ્ધોએ પોલીસને આશીર્વાદ આપ્યા હતા અને કહ્યું કે હજી પણ ખૂબ પ્રગતિ કરો. ડિંડોલી પોલીસ દ્વારા કરવામાં આવી અનોખી પેહલ ડિંડોલી પોલીસ દ્રારા અનોખી પહેલ કરવામાં આવી છે જેમાં વૃદ્ધાશ્રમમા જઈને દિવાળીની ઉજવણી કરવામા આવી છે.વૃદ્ધાશ્રમના વૃદ્ધોના ચહેરા ઉપર સ્મિત જોઈ પોલીસને પણ ખૂબ જ આનંદ થયો હતો,બંદોબસ્ત અને લોકોની સુરક્ષામાં વ્યસ્ત પોલીસ કોઈ તહેવારો નથી ઉજવી શકતી ત્યારે વૃદ્ધાશ્રમમાં જઈ દિવાળીની ઉજવણી કરી હતી.ગીત સંગીત ભજનની સુરવાલીઓ સાથે વૃદ્ધાશ્રમના માહોલમાં અનેરી રોનક સર્જાઈ પાનખરમાં વસંત ઋતુ ખીલી હોય તેવું વાતાવરણ સર્જાયું.દિવાળીનાં પર્વને લઈ સુરત પોલીસ એક્શનમાં બીજી તરફ દિવાળી દરમિયાન કોઈ અપ્રિય ઘટના ના બને અને નાગરિકો સુખ-શાંતિ સાથે દિવાળીનો તહેવાર ઊજવી શકે તે માટે શહેર પોલીસે પણ કમર કસી છે. માહિતી મુજબ, સુરત શહેર પોલીસે અલગ-અલગ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ વધાર્યું છે. રાંદેર પોલીસ દ્વારા સ્થાનિક વિસ્તારમાં મોટા ઉપાડે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું છે. સ્થાનિક વિસ્તારમાં આવેલી જ્વેલર્સ દુકાનો પર CCTV ની તપાસ કરાઈ છે. સાથે દુકાનદારોને CCTV કેમેરા સજ્જ રાખવા અને કોઈ શંકાસ્પદ વ્યક્તિઓ જણાય તો તાત્કાલિક જાણ કરવા સૂચના અપાઈ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં ડિંડોલી પોલીસે વૃદ્ધાશ્રમમાં દિવાળી ઉજવી છે,વડીલોને મિઠાઈ-કપડાં ભેટ આપવામાં આવ્યા છે.સુરતની પોલીસ માને છે કે જયારે દિવાળીનો તહેવાર હોય ત્યારે સૌ કોઈ પરિવાર સાથે દિવાળી ઉજવે તેને લઈ પોલીસે માનવતા મહેકાવી હતી,વડીલોને એકલવાયું ના લાગે તેને લઈ વૃદ્ધાશ્રમમાં ફટાકડા પણ ફોંડયા હતા અને વડીલોના મોઢે દિવાળીની ખુશી જોવા મળી હતી.
નુકસાન ન થાય તેવા ફટાકડા ફોડી ઉજવી દિવાળી
ડિંડોલી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્રારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી જેમાં વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી,પોલીસ અધિકારીઓ પણ આ પ્રસંગે હાજર રહ્યાં હતા.ગીતો ગાઈને મિઠાઈ ખવડાવવામાં આવી હતી.માતા-પિતા સમાન વૃદ્ધોને પોલીસજવાનોએ હૂંફ પૂરી પાડી હતી.આ પ્રસંગે સમાજ સેવક ધર્મેશ ગામી પણ રહ્યા હતા હાજર.વૃદ્ધોએ પોલીસને આશીર્વાદ આપ્યા હતા અને કહ્યું કે હજી પણ ખૂબ પ્રગતિ કરો.
ડિંડોલી પોલીસ દ્વારા કરવામાં આવી અનોખી પેહલ
ડિંડોલી પોલીસ દ્રારા અનોખી પહેલ કરવામાં આવી છે જેમાં વૃદ્ધાશ્રમમા જઈને દિવાળીની ઉજવણી કરવામા આવી છે.વૃદ્ધાશ્રમના વૃદ્ધોના ચહેરા ઉપર સ્મિત જોઈ પોલીસને પણ ખૂબ જ આનંદ થયો હતો,બંદોબસ્ત અને લોકોની સુરક્ષામાં વ્યસ્ત પોલીસ કોઈ તહેવારો નથી ઉજવી શકતી ત્યારે વૃદ્ધાશ્રમમાં જઈ દિવાળીની ઉજવણી કરી હતી.ગીત સંગીત ભજનની સુરવાલીઓ સાથે વૃદ્ધાશ્રમના માહોલમાં અનેરી રોનક સર્જાઈ પાનખરમાં વસંત ઋતુ ખીલી હોય તેવું વાતાવરણ સર્જાયું.
દિવાળીનાં પર્વને લઈ સુરત પોલીસ એક્શનમાં
બીજી તરફ દિવાળી દરમિયાન કોઈ અપ્રિય ઘટના ના બને અને નાગરિકો સુખ-શાંતિ સાથે દિવાળીનો તહેવાર ઊજવી શકે તે માટે શહેર પોલીસે પણ કમર કસી છે. માહિતી મુજબ, સુરત શહેર પોલીસે અલગ-અલગ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ વધાર્યું છે. રાંદેર પોલીસ દ્વારા સ્થાનિક વિસ્તારમાં મોટા ઉપાડે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું છે. સ્થાનિક વિસ્તારમાં આવેલી જ્વેલર્સ દુકાનો પર CCTV ની તપાસ કરાઈ છે. સાથે દુકાનદારોને CCTV કેમેરા સજ્જ રાખવા અને કોઈ શંકાસ્પદ વ્યક્તિઓ જણાય તો તાત્કાલિક જાણ કરવા સૂચના અપાઈ છે.