ગુજ્જુ શિક્ષકે બોરિંગ શિક્ષણને આ રીતે બનાવ્યું રસપ્રદ, આજે મળશે બેસ્ટ નેશનલ ટીચર એવોર્ડ

Teacher's Day: 'પંખીડા તું ઉડીને જાજે ગામે ગામ રે... ગામના બાળકોને કહેજે ભણવા આવો રે.. મારા દેશના બાળકો તમે ભણવા આવો રે.. વહેલા આવો, નિયમિત આવો, રોજે આવો રે..દેશના બાળકો રે તમે ભણવા આવો રે....' ગુજરાતના પ્રસિદ્ધ લોકગીતને શૈક્ષણિક લોકજાગૃતિ માટે આ રીતે ઉપયોગમાં લઈને, અમરેલીની બાઢડા૫રા પ્રાથમિક શાળાના કાર્યકારી મુખ્ય શિક્ષક ચંદ્રેશકુમાર ભોલાશંકર બોરીસાગરે શિક્ષણ ક્ષેત્રે નવીનતાનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડયું છે.સંગીતના માધ્યમથી શિક્ષણકાર્યમાં નવા પ્રાણ ફૂંક્યા ચંદ્રેશકુમારે આવા અનેક નવીન પ્રયોગોથી બોરિંગ અને કષ્ટદાયક જણાતા શિક્ષણકાર્યમાં નવા પ્રાણ ફૂંકીને તેને રસપ્રદ બનાવ્યું છે. આ પ્રયોગોની હકારાત્મક અસર બાળકોના ઘડતરમાં જોવા મળી રહી છે અને શિક્ષણ ક્ષેત્રમાં તેમના સંનિષ્ઠ પ્રયાસોના પરિણામે તેમને નેશનલ ટીચર્સ એવોર્ડ આપવામાં આવશે. આ વર્ષે દેશભરમાંથી કુલ 50 શિક્ષકોને એવોર્ડ આપવામાં આવશે, જેમાં ગુજરાતમાંથી તેમની પણ પસંદગી થઈ છે.(Image- Facebook/ Chandresh Borisagar)બાઇક પર હરતી ફરતી શાળા બનાવીસંગીતની સાધના કરતા આ મુખ્ય શિક્ષકે જણાવ્યું હતું કે 'હું સંગીતમાં રસ ધરાવું છું અને સંગીતના માધ્યમથી શિક્ષણકાર્યને સરળ બનાવી દઉં છું. મેં બાઇક પર હરતી ફરતી શાળા બનાવીને ગીતોના માધ્યમથી શિક્ષણકાર્ય માટે બાળકોને પ્રોત્સાહિત કર્યા છે. તેમાં સ્થાનિક લોકગીતોનો ઉપયોગ શિક્ષણના ગીતો તરીકે કર્યો હતો. ગાયન, વાદન અને અભિનયથી હું શિક્ષણ સરળ બનાવું છું કારણ કે સંગીત એ ગહન વિષયને સહજ બનાવી દે છે.'અંગ્રેજી ભાષા શીખવવા નવીન પ્રયોગ કેરમબોર્ડની કુકરીઓ અને વૃક્ષની ડાળીઓ પર મૂળાક્ષર, શાળા પરિસરમાં સ્પીકર પર વાગે અંગ્રેજી કવિતા બાઢડાપરા પ્રાથમિક શાળાના પરિસરમાં ભાષાને સાંભળીને શીખવાના અભ્યાસ તરીકે, વર્ગખંડની બહાર સ્પીકર પર તો અમુક સમયે અંગ્રેજી કવિતાઓ વગાડવામાં આવે છે. એ કવિતાઓ સાંભળીને બાળકો અંગ્રેજી ભાષા વધુ સારી રીતે શીખી રહ્યા છે.આ પણ વાંચો: અમદાવાદમાં પણ વડોદરાવાળી...પાણીની સમસ્યા ન ઉકેલતાં ધારાસભ્ય-કોર્પોરેટરને ચાલતી પકડાવીકેરમની કુકરીઓ પર મૂળાક્ષરો લખીને, નવીન પ્રયોગો કરવામાં આવ્યા છે. આ મૂળાક્ષરો બાળકોની નજરમાં પડે તો તેમના મસ્તિષ્કમાં તે સરળતાથી અંકિત થાય છે અને તે શીખવામાં પણ તેમને રસ પડે છે. બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે વિવિધ રમતગમત પ્રવૃત્તિઓ અને હોમવર્કમાં લેખન અને વાંચન સાથે સાંભળીને બોલવાનું અને અભિનયનું કાર્ય પણ આપવામાં આવે છે. 

ગુજ્જુ શિક્ષકે બોરિંગ શિક્ષણને આ રીતે બનાવ્યું રસપ્રદ, આજે મળશે બેસ્ટ નેશનલ ટીચર એવોર્ડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

chandresh-kumar-borisagar

Teacher's Day: 'પંખીડા તું ઉડીને જાજે ગામે ગામ રે... ગામના બાળકોને કહેજે ભણવા આવો રે.. મારા દેશના બાળકો તમે ભણવા આવો રે.. વહેલા આવો, નિયમિત આવો, રોજે આવો રે..દેશના બાળકો રે તમે ભણવા આવો રે....' ગુજરાતના પ્રસિદ્ધ લોકગીતને શૈક્ષણિક લોકજાગૃતિ માટે આ રીતે ઉપયોગમાં લઈને, અમરેલીની બાઢડા૫રા પ્રાથમિક શાળાના કાર્યકારી મુખ્ય શિક્ષક ચંદ્રેશકુમાર ભોલાશંકર બોરીસાગરે શિક્ષણ ક્ષેત્રે નવીનતાનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડયું છે.

સંગીતના માધ્યમથી શિક્ષણકાર્યમાં નવા પ્રાણ ફૂંક્યા 

ચંદ્રેશકુમારે આવા અનેક નવીન પ્રયોગોથી બોરિંગ અને કષ્ટદાયક જણાતા શિક્ષણકાર્યમાં નવા પ્રાણ ફૂંકીને તેને રસપ્રદ બનાવ્યું છે. આ પ્રયોગોની હકારાત્મક અસર બાળકોના ઘડતરમાં જોવા મળી રહી છે અને શિક્ષણ ક્ષેત્રમાં તેમના સંનિષ્ઠ પ્રયાસોના પરિણામે તેમને નેશનલ ટીચર્સ એવોર્ડ આપવામાં આવશે. આ વર્ષે દેશભરમાંથી કુલ 50 શિક્ષકોને એવોર્ડ આપવામાં આવશે, જેમાં ગુજરાતમાંથી તેમની પણ પસંદગી થઈ છે.

(Image- Facebook/ Chandresh Borisagar)

બાઇક પર હરતી ફરતી શાળા બનાવી

સંગીતની સાધના કરતા આ મુખ્ય શિક્ષકે જણાવ્યું હતું કે 'હું સંગીતમાં રસ ધરાવું છું અને સંગીતના માધ્યમથી શિક્ષણકાર્યને સરળ બનાવી દઉં છું. મેં બાઇક પર હરતી ફરતી શાળા બનાવીને ગીતોના માધ્યમથી શિક્ષણકાર્ય માટે બાળકોને પ્રોત્સાહિત કર્યા છે. તેમાં સ્થાનિક લોકગીતોનો ઉપયોગ શિક્ષણના ગીતો તરીકે કર્યો હતો. ગાયન, વાદન અને અભિનયથી હું શિક્ષણ સરળ બનાવું છું કારણ કે સંગીત એ ગહન વિષયને સહજ બનાવી દે છે.'

અંગ્રેજી ભાષા શીખવવા નવીન પ્રયોગ 

કેરમબોર્ડની કુકરીઓ અને વૃક્ષની ડાળીઓ પર મૂળાક્ષર, શાળા પરિસરમાં સ્પીકર પર વાગે અંગ્રેજી કવિતા બાઢડાપરા પ્રાથમિક શાળાના પરિસરમાં ભાષાને સાંભળીને શીખવાના અભ્યાસ તરીકે, વર્ગખંડની બહાર સ્પીકર પર તો અમુક સમયે અંગ્રેજી કવિતાઓ વગાડવામાં આવે છે. એ કવિતાઓ સાંભળીને બાળકો અંગ્રેજી ભાષા વધુ સારી રીતે શીખી રહ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં પણ વડોદરાવાળી...પાણીની સમસ્યા ન ઉકેલતાં ધારાસભ્ય-કોર્પોરેટરને ચાલતી પકડાવી

કેરમની કુકરીઓ પર મૂળાક્ષરો લખીને, નવીન પ્રયોગો કરવામાં આવ્યા છે. આ મૂળાક્ષરો બાળકોની નજરમાં પડે તો તેમના મસ્તિષ્કમાં તે સરળતાથી અંકિત થાય છે અને તે શીખવામાં પણ તેમને રસ પડે છે. બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે વિવિધ રમતગમત પ્રવૃત્તિઓ અને હોમવર્કમાં લેખન અને વાંચન સાથે સાંભળીને બોલવાનું અને અભિનયનું કાર્ય પણ આપવામાં આવે છે.