Gujarat: NRI મુરતિયા સાથે દીકરી પરણાવવાની ખેવના ભારે પડી

એનઆરઆઈ મુરતિયા સાથે દીકરી પરણાવવાની ખેવના ક્યારેક ભારે પડી શકે છે. ઓસ્ટ્રેલિયામાં રહેતા એનઆરઆઈ મુરતિયા સાથે લગ્ન કરનાર મહેસાણાની એક દીકરીની જિંદગી દોજખ બની ગઈ છે. દીકરી ઉપર પતિ દ્વારા અસહ્ય યાતના ગુજારતાં દીકરીએ મોકલેલ વીડિયો મેસેજથી મહેસાણા ખાતે વસવાટ કરતા માતા પિતા હચમચી ઉઠ્યા છે. સ્નેહલ મકવાણાએ ઓસ્ટ્રેલિયાથી મોકલેલો એક વીડિયો મેસેજ સામે આવ્યો દીકરીને એનઆરઆઈ મુરતિયા સાથે પરણાવવાનું એક સમયે આ માતા પિતા ગૌરવ લેતા હતા. આજે એ જ એવી અપીલ કરી રહ્યા છે કે દીકરીઓને વિદેશમાં પરણાવતા પહેલા સો વખત વિચારજો. અમરીશભાઈ અને સરિતાબેન જાદવ મૂળ મહેસાણાના અને હાલમાં ભુજ ખાતે વસવાટ કરતું આ દંપતીની ઊંઘ હરામ થઈ ગઈ છે. અને તેનું કારણ તેમની દીકરી સ્નેહલ મકવાણાએ ઓસ્ટ્રેલિયાથી મોકલેલો એક વીડિયો મેસેજ છે. વર્ષ 2015માં ઓસ્ટ્રેલિયા ખાતે સ્થાયી થયેલા અને તેમના જ સમાજના ઉરેન મકવાણા નામના યુવાન સાથે દીકરીના લગ્ન કરાવ્યા હતા. દીકરી સ્નેહલ શિક્ષિક તરીકે નોકરી કરતી હતી. લગ્ન થતા પતિએ નોકરી છોડાવી દીકરી સ્નેહલને ઓસ્ટ્રેલિયા લઈ ગયો હતો. સ્નેહલને સતત મારઝૂડ કરવા લાગ્યો હતો લગ્નના ત્રણ વર્ષ બાદ એક દીકરાનો જન્મ થયો અને ત્યારબાદ ઉરેન મકવાણાનું વર્તન બદલાઈ ગયું હતુ. સ્નેહલને સતત મારઝૂડ કરવા લાગ્યો હતો. આ કારણે વર્ષ 2023માં સ્નેહલનો હોઠ તૂટી ગયો તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. દીકરીએ ઓસ્ટ્રેલિયા પોલીસમાં કેસ કર્યો હતો. આ બાદ પતિ પત્નીના સંબંધ સંપૂર્ણ બગડી ગયા હતા. હવે સ્નેહલ જે મકાનમાં વસવાટ કરે છે એ મકાન ખાલી કરવા સતત ધમકીઓ અપાઈ રહી છે. બે બાળકો સાથે ઓસ્ટ્રેલિયામાં એકલી સ્નેહલ સતત ડરી ગઈ છે. અને તેણે એક વીડિયો બનાવી સરકારની મદદ માંગી છે. આ વીડિયો જોઈ મહેસાણા ખાતે રહેતા માતા પિતા દીકરીની ચિંતામાં અડધા થઈ ગયા છે.  ઉરેનના માતા પિતાએ પણ હાથ અધ્ધર કરી દીધા માતા પિતા ભારતમાં હોવાથી દીકરી માટે કંઈ કરી શકતા નથી. તેમણે આ બાબતે ઉરેન મકવાણાના માતા પિતાને પણ જાણ કરી છે. તો ઉરેનના માતા પિતાએ પણ હાથ અધ્ધર કરી દીધા છે. હવે આ દીકરીના માતા પિતા લાચાર બની ગયા છે. કોને ફરિયાદ કરવી અને ક્યા ફરિયાદ કરવી તેની મુંઝવણમાં સતત ચિંતામાં રહેતા દીકરીના માતા પિતાએ સરકારને આ મામલે હસ્તક્ષેપ કરી દીકરીને ઓસ્ટ્રેલિયામાં રક્ષણ આપવા વિનંતી કરી છે. બે બાળકો સાથે ઓસ્ટ્રેલિયામાં એકલી સ્નેહલને સતત ધમકીઓ મળી રહી છે. આ કારણે તે કોઈ કામ પણ નથી કરી શકતી. તો ભારતમાં પણ નોકરી છોડી દેતા પરત આવી શકે તેમ નથી. આ સંજોગોમાં હવે શું કરવું તે સવાલ દીકરીના માતાપિતાને સતત કોરી ખાઇ રહ્યો છે. આ માતા પિતા એટલું જ કહે છે કે કોઈ પોતાની દીકરીને જોયા જાણ્યા વગર એનઆરઆઈ જોડે પરણાવશો નહીં.

Gujarat: NRI મુરતિયા સાથે દીકરી પરણાવવાની ખેવના ભારે પડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

એનઆરઆઈ મુરતિયા સાથે દીકરી પરણાવવાની ખેવના ક્યારેક ભારે પડી શકે છે. ઓસ્ટ્રેલિયામાં રહેતા એનઆરઆઈ મુરતિયા સાથે લગ્ન કરનાર મહેસાણાની એક દીકરીની જિંદગી દોજખ બની ગઈ છે. દીકરી ઉપર પતિ દ્વારા અસહ્ય યાતના ગુજારતાં દીકરીએ મોકલેલ વીડિયો મેસેજથી મહેસાણા ખાતે વસવાટ કરતા માતા પિતા હચમચી ઉઠ્યા છે.

સ્નેહલ મકવાણાએ ઓસ્ટ્રેલિયાથી મોકલેલો એક વીડિયો મેસેજ સામે આવ્યો

દીકરીને એનઆરઆઈ મુરતિયા સાથે પરણાવવાનું એક સમયે આ માતા પિતા ગૌરવ લેતા હતા. આજે એ જ એવી અપીલ કરી રહ્યા છે કે દીકરીઓને વિદેશમાં પરણાવતા પહેલા સો વખત વિચારજો. અમરીશભાઈ અને સરિતાબેન જાદવ મૂળ મહેસાણાના અને હાલમાં ભુજ ખાતે વસવાટ કરતું આ દંપતીની ઊંઘ હરામ થઈ ગઈ છે. અને તેનું કારણ તેમની દીકરી સ્નેહલ મકવાણાએ ઓસ્ટ્રેલિયાથી મોકલેલો એક વીડિયો મેસેજ છે. વર્ષ 2015માં ઓસ્ટ્રેલિયા ખાતે સ્થાયી થયેલા અને તેમના જ સમાજના ઉરેન મકવાણા નામના યુવાન સાથે દીકરીના લગ્ન કરાવ્યા હતા. દીકરી સ્નેહલ શિક્ષિક તરીકે નોકરી કરતી હતી. લગ્ન થતા પતિએ નોકરી છોડાવી દીકરી સ્નેહલને ઓસ્ટ્રેલિયા લઈ ગયો હતો.

સ્નેહલને સતત મારઝૂડ કરવા લાગ્યો હતો

લગ્નના ત્રણ વર્ષ બાદ એક દીકરાનો જન્મ થયો અને ત્યારબાદ ઉરેન મકવાણાનું વર્તન બદલાઈ ગયું હતુ. સ્નેહલને સતત મારઝૂડ કરવા લાગ્યો હતો. આ કારણે વર્ષ 2023માં સ્નેહલનો હોઠ તૂટી ગયો તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. દીકરીએ ઓસ્ટ્રેલિયા પોલીસમાં કેસ કર્યો હતો. આ બાદ પતિ પત્નીના સંબંધ સંપૂર્ણ બગડી ગયા હતા. હવે સ્નેહલ જે મકાનમાં વસવાટ કરે છે એ મકાન ખાલી કરવા સતત ધમકીઓ અપાઈ રહી છે. બે બાળકો સાથે ઓસ્ટ્રેલિયામાં એકલી સ્નેહલ સતત ડરી ગઈ છે. અને તેણે એક વીડિયો બનાવી સરકારની મદદ માંગી છે. આ વીડિયો જોઈ મહેસાણા ખાતે રહેતા માતા પિતા દીકરીની ચિંતામાં અડધા થઈ ગયા છે.

 ઉરેનના માતા પિતાએ પણ હાથ અધ્ધર કરી દીધા

માતા પિતા ભારતમાં હોવાથી દીકરી માટે કંઈ કરી શકતા નથી. તેમણે આ બાબતે ઉરેન મકવાણાના માતા પિતાને પણ જાણ કરી છે. તો ઉરેનના માતા પિતાએ પણ હાથ અધ્ધર કરી દીધા છે. હવે આ દીકરીના માતા પિતા લાચાર બની ગયા છે. કોને ફરિયાદ કરવી અને ક્યા ફરિયાદ કરવી તેની મુંઝવણમાં સતત ચિંતામાં રહેતા દીકરીના માતા પિતાએ સરકારને આ મામલે હસ્તક્ષેપ કરી દીકરીને ઓસ્ટ્રેલિયામાં રક્ષણ આપવા વિનંતી કરી છે. બે બાળકો સાથે ઓસ્ટ્રેલિયામાં એકલી સ્નેહલને સતત ધમકીઓ મળી રહી છે. આ કારણે તે કોઈ કામ પણ નથી કરી શકતી. તો ભારતમાં પણ નોકરી છોડી દેતા પરત આવી શકે તેમ નથી. આ સંજોગોમાં હવે શું કરવું તે સવાલ દીકરીના માતાપિતાને સતત કોરી ખાઇ રહ્યો છે. આ માતા પિતા એટલું જ કહે છે કે કોઈ પોતાની દીકરીને જોયા જાણ્યા વગર એનઆરઆઈ જોડે પરણાવશો નહીં.