Kheda: ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરી મબલખ આવક મેળવી

આત્મા પ્રોજેક્ટ અને જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા આયોજિત અનેકવિધ તાલીમ અને કાર્યક્રમોથી આજે ખેડા જિલ્લામાં અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ્ વળ્યા છે.આજે વાત કરીએ ઠાસરા તાલુકાના ઉધમાતપુરા ગામના સાહસિક ખેડૂત છત્રસિંહ ડાભઈભાઈ પરમારની જેમણે પોતાના ગામમાં સૌપ્રથમ પ્રાકૃતિક ખેતી અપનાવી આજે ઉધમાતપુરાના 25 થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ્ વાળ્યા છે. છત્રસિંહ પરમારે તેમની ત્રણ એકર જમીનમાં મગ અને ઘઉં ની પ્રાકૃતિક ખેતી કરી રૂ. 1.20 લાખની આવક મેળવી ઓછી જમીન વાળા ખેડૂતો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે. છત્રસિંહ અગાઉ રાસાયણિક ખેતી કરતા હતા. ત્યારબાદ આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શનમાં તેમણે વર્ષ 2020 થી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. આજે તેઓ મિશ્રા પાક મોડેલ આધારિત ખેતી કરે છે. છત્રસિંહે હાલમાં ફૂલાવર, ડુંગળી, રીંગણ, મેથી, મરચી, ટામેટા, મૂળા સહિત શાકભાજીનું વાવેતર કર્યું છે. વધુમાં તજ, તમાલપત્ર, સિંદૂર અને જામફ્ળી ઉગાડીને મિશ્રા પાકનું સુંદર મોડેલ ઉભુ કર્યું છે. બે દેશી ગાય ધરાવતા છત્રસિંહે પોતાના ફાર્મનું નામ ગૌરી પ્રાકૃતિક ફાર્મ રાખ્યું છે. ગાય નિભાવ માટે સરકાર દ્વારા તેમને દર મહિને રૂ. 900 ની સહાય મળે છે. આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન થી છત્રસિંહે 5000 લીટર ની ક્ષમતા ધરાવતું જીવામૃત સ્ટ્રકચર બનાવ્યું છે. જેમાં તેઓ જીવામૃત, ઘનજીવામૃત, બ્રહ્માસ્ત્ર્ર, નિમાસ્ત્ર્ર, અગ્નિઅસ્ત્ર્ર અને દશપરણી અર્ક બનાવી તેનો નિયમિત રીતે ખેતીમાં છંટકાવ કરે છે. વધુમાં આ જીવામૃતને જે ખેડૂતો પાસે ગાયના હોય તેને પણ નજીવા દરે પૂરું પાડે છે. પોતાની પ્રાકૃતિક ખેતીની સફ્રની વાત કરતા છત્રસિંહ જણાવે છે કે આજે પ્રાકૃતિક ખેતી દ્વારા તેમનો ખેતીનો ખર્ચ ઘટયો છે અને સામે આવક વધી છે. તેમને આનંદ છે કે આજે તેઓ પ્રાકૃતિક ખેતી દ્વારા પ્રકૃતિ અને માનવ સ્વાસ્થ્ય જાળવણીના કાર્યમાં તેઓ મદદરૂપ કામગીરી કરી રહ્યા છે. છત્રસિંહ પોતાની ખેત પેદાશોનું વેચાણ ટેલિફેનીક માધ્યમથી ગ્રાહકોને સીધું વેચાણ કરે છે. સાથે જ પોતાના કૃષિ કૌશલ્યને પોતાના પૂરતું મર્યાદિત ન રાખતા અન્ય ખેડૂતોને પણ સતત માર્ગદર્શન આપે છે. તેમણે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં 250 થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી છે.મુખ્યત્વે ઘઉં, બાજરી અને ડાંગરની પ્રચલિત ખેતીવાળા જમીન વિસ્તારમાં મિશ્રા પાક આધારીત પ્રાકૃતિક ખેતી અપનાવી સફ્ળ ખેતી કરતા છત્રસિંહ પરમારે સાહસિક ખેતીનુ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરુ પાડયુ છે.

Kheda: ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરી મબલખ આવક મેળવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આત્મા પ્રોજેક્ટ અને જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા આયોજિત અનેકવિધ તાલીમ અને કાર્યક્રમોથી આજે ખેડા જિલ્લામાં અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ્ વળ્યા છે.

આજે વાત કરીએ ઠાસરા તાલુકાના ઉધમાતપુરા ગામના સાહસિક ખેડૂત છત્રસિંહ ડાભઈભાઈ પરમારની જેમણે પોતાના ગામમાં સૌપ્રથમ પ્રાકૃતિક ખેતી અપનાવી આજે ઉધમાતપુરાના 25 થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ્ વાળ્યા છે. છત્રસિંહ પરમારે તેમની ત્રણ એકર જમીનમાં મગ અને ઘઉં ની પ્રાકૃતિક ખેતી કરી રૂ. 1.20 લાખની આવક મેળવી ઓછી જમીન વાળા ખેડૂતો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે. છત્રસિંહ અગાઉ રાસાયણિક ખેતી કરતા હતા. ત્યારબાદ આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શનમાં તેમણે વર્ષ 2020 થી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. આજે તેઓ મિશ્રા પાક મોડેલ આધારિત ખેતી કરે છે. છત્રસિંહે હાલમાં ફૂલાવર, ડુંગળી, રીંગણ, મેથી, મરચી, ટામેટા, મૂળા સહિત શાકભાજીનું વાવેતર કર્યું છે. વધુમાં તજ, તમાલપત્ર, સિંદૂર અને જામફ્ળી ઉગાડીને મિશ્રા પાકનું સુંદર મોડેલ ઉભુ કર્યું છે. બે દેશી ગાય ધરાવતા છત્રસિંહે પોતાના ફાર્મનું નામ ગૌરી પ્રાકૃતિક ફાર્મ રાખ્યું છે. ગાય નિભાવ માટે સરકાર દ્વારા તેમને દર મહિને રૂ. 900 ની સહાય મળે છે. આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન થી છત્રસિંહે 5000 લીટર ની ક્ષમતા ધરાવતું જીવામૃત સ્ટ્રકચર બનાવ્યું છે. જેમાં તેઓ જીવામૃત, ઘનજીવામૃત, બ્રહ્માસ્ત્ર્ર, નિમાસ્ત્ર્ર, અગ્નિઅસ્ત્ર્ર અને દશપરણી અર્ક બનાવી તેનો નિયમિત રીતે ખેતીમાં છંટકાવ કરે છે. વધુમાં આ જીવામૃતને જે ખેડૂતો પાસે ગાયના હોય તેને પણ નજીવા દરે પૂરું પાડે છે. પોતાની પ્રાકૃતિક ખેતીની સફ્રની વાત કરતા છત્રસિંહ જણાવે છે કે આજે પ્રાકૃતિક ખેતી દ્વારા તેમનો ખેતીનો ખર્ચ ઘટયો છે અને સામે આવક વધી છે. તેમને આનંદ છે કે આજે તેઓ પ્રાકૃતિક ખેતી દ્વારા પ્રકૃતિ અને માનવ સ્વાસ્થ્ય જાળવણીના કાર્યમાં તેઓ મદદરૂપ કામગીરી કરી રહ્યા છે. છત્રસિંહ પોતાની ખેત પેદાશોનું વેચાણ ટેલિફેનીક માધ્યમથી ગ્રાહકોને સીધું વેચાણ કરે છે. સાથે જ પોતાના કૃષિ કૌશલ્યને પોતાના પૂરતું મર્યાદિત ન રાખતા અન્ય ખેડૂતોને પણ સતત માર્ગદર્શન આપે છે. તેમણે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં 250 થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી છે.મુખ્યત્વે ઘઉં, બાજરી અને ડાંગરની પ્રચલિત ખેતીવાળા જમીન વિસ્તારમાં મિશ્રા પાક આધારીત પ્રાકૃતિક ખેતી અપનાવી સફ્ળ ખેતી કરતા છત્રસિંહ પરમારે સાહસિક ખેતીનુ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરુ પાડયુ છે.