Vadtal: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાયોની પૂજા-અર્ચના કરી અને ગાયોની પ્રદક્ષિણા કરી

વડતાલ ખાતે શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વડતાલ ધામ ખાતે ગો મહિમા દર્શન પ્રદર્શનની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.રાજ્યપાલે ગાયોની પૂજા અર્ચના કરી ગાયોની પ્રદક્ષિણા કરી હતી પ્રાકૃતિક ખેતીમાં ગાયના મહત્વને ઊજાગર કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગો મહિમા દર્શન પ્રદર્શનમાં ઉપસ્થિત ગાયોની પૂજા અર્ચના કરી ગાયોની પ્રદક્ષિણા કરી હતી. તેમણે ગાયોને પોતાના હાથે ખાણ ખવડાવીને વંદન કર્યા હતા, ત્યારબાદ રાજ્યપાલે ગો મહિમા પ્રદર્શનની મુલાકાત લીધી હતી. જેમાં તેઓએ ગાયના મહત્વને ઊજાગર કરતી ફિલ્મ નિહાળી હતી. પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું ત્યારબાદ પ્રદર્શન ક્ષેત્રમાં આવેલા કેન્સર ઉત્પાદન કેન્દ્ર, પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલ વિવિધ શાકભાજી, ધાન્ય પેદાશો, આદર્શ પરિવાર કક્ષ, ગંગામાં મંડળ અને ગો વિજ્ઞાન પ્રત્યક્ષ દર્શનની મુલાકાત લઈ પ્રદર્શન ક્ષેત્રમાં કાર્યરત સેવકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વડતાલ ખાતે ગો મહિમા દર્શન-પ્રદર્શનની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. અનેક મહાનુભાવો રહ્યા ઉપસ્થિત ઉલ્લેખનીય છે કે વડતાલ ધામમાં આશરે 400 જેટલી ગાયોનું પાલન પોષણ કરવામાં આવે છે. આ પ્રસંગે જિલ્લા કલેટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.વસાવા, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, નિર્મળસ્વામી મહારાજ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદી દ્વિશતાબ્દી મહોત્સવમાં વીડિયો કોન્ફરન્સથી જોડાયા તમને જણાવી દઈએ કે ખેડા જિલ્લામાં વડતાલ ખાતે ચાલી રહેલા દ્વિશતાબ્દી મહોત્સવમાં ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. વર્ચ્યુઅલી જોડાઈને વડાપ્રધાન મોદીએ રૂપિયા 200ના ચાંદીના સિક્કાનું અનાવરણ પણ કર્યું હતું. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, વડતાલમાં મોટી સંખ્યામાં હરિભક્તોની હાજરીથી આનંદ થયો. મને સંતોના આશીર્વાદનું સૌભાગ્ય મળતું રહ્યું છે: PM મોદી PM મોદીએ વર્ચ્યુઅલ સંબોધન કરતા જણાવ્યું હતું કે, તમામને દ્વિ - શતાબ્દી સમારોહના અભિનંદન. સિક્કો આ પ્રસંગને આવનારા દિવસોમાં યાદ કરાવશે. આ સંપ્રદાય સાથે મારો સંબંધ ખૂબ જૂનો છે. આ સંબંધ આત્મિક, આધ્યાત્મિક અને સામાજીક છે. ગુજરાતમાં હતો ત્યારે સંતોનું સાનિધ્ય મને ઉપલબ્ધ રહેતુ. હું એ પળોને મનભરીને જીવતો હતો. સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી આ ક્રમ ચાલુ જ છે. મને સંતોના આશીર્વાદનું સૌભાગ્ય મળતું રહ્યું છે.

Vadtal: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાયોની પૂજા-અર્ચના કરી અને ગાયોની પ્રદક્ષિણા કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડતાલ ખાતે શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વડતાલ ધામ ખાતે ગો મહિમા દર્શન પ્રદર્શનની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

રાજ્યપાલે ગાયોની પૂજા અર્ચના કરી ગાયોની પ્રદક્ષિણા કરી હતી

પ્રાકૃતિક ખેતીમાં ગાયના મહત્વને ઊજાગર કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગો મહિમા દર્શન પ્રદર્શનમાં ઉપસ્થિત ગાયોની પૂજા અર્ચના કરી ગાયોની પ્રદક્ષિણા કરી હતી. તેમણે ગાયોને પોતાના હાથે ખાણ ખવડાવીને વંદન કર્યા હતા, ત્યારબાદ રાજ્યપાલે ગો મહિમા પ્રદર્શનની મુલાકાત લીધી હતી. જેમાં તેઓએ ગાયના મહત્વને ઊજાગર કરતી ફિલ્મ નિહાળી હતી.

પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું

ત્યારબાદ પ્રદર્શન ક્ષેત્રમાં આવેલા કેન્સર ઉત્પાદન કેન્દ્ર, પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલ વિવિધ શાકભાજી, ધાન્ય પેદાશો, આદર્શ પરિવાર કક્ષ, ગંગામાં મંડળ અને ગો વિજ્ઞાન પ્રત્યક્ષ દર્શનની મુલાકાત લઈ પ્રદર્શન ક્ષેત્રમાં કાર્યરત સેવકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વડતાલ ખાતે ગો મહિમા દર્શન-પ્રદર્શનની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

અનેક મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

ઉલ્લેખનીય છે કે વડતાલ ધામમાં આશરે 400 જેટલી ગાયોનું પાલન પોષણ કરવામાં આવે છે. આ પ્રસંગે જિલ્લા કલેટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.વસાવા, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, નિર્મળસ્વામી મહારાજ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન મોદી દ્વિશતાબ્દી મહોત્સવમાં વીડિયો કોન્ફરન્સથી જોડાયા

તમને જણાવી દઈએ કે ખેડા જિલ્લામાં વડતાલ ખાતે ચાલી રહેલા દ્વિશતાબ્દી મહોત્સવમાં ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. વર્ચ્યુઅલી જોડાઈને વડાપ્રધાન મોદીએ રૂપિયા 200ના ચાંદીના સિક્કાનું અનાવરણ પણ કર્યું હતું. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, વડતાલમાં મોટી સંખ્યામાં હરિભક્તોની હાજરીથી આનંદ થયો.

મને સંતોના આશીર્વાદનું સૌભાગ્ય મળતું રહ્યું છે: PM મોદી

PM મોદીએ વર્ચ્યુઅલ સંબોધન કરતા જણાવ્યું હતું કે, તમામને દ્વિ - શતાબ્દી સમારોહના અભિનંદન. સિક્કો આ પ્રસંગને આવનારા દિવસોમાં યાદ કરાવશે. આ સંપ્રદાય સાથે મારો સંબંધ ખૂબ જૂનો છે. આ સંબંધ આત્મિક, આધ્યાત્મિક અને સામાજીક છે. ગુજરાતમાં હતો ત્યારે સંતોનું સાનિધ્ય મને ઉપલબ્ધ રહેતુ. હું એ પળોને મનભરીને જીવતો હતો. સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી આ ક્રમ ચાલુ જ છે. મને સંતોના આશીર્વાદનું સૌભાગ્ય મળતું રહ્યું છે.