Surat Police કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને અપાઈ સેલ્ફ ડિસિપ્લિન તાલીમ

પોલીસ અને નાગરિક વચ્ચે સમન્વય જળવાઈ રહે તે માટે અપાઈ તાલીમ નાગરિકોના ફોન આવે ત્યારે કઈ રીતે વાત કરવી તેને લઈ વિશેષ તાલીમ પોલીસને અલગ-અલગ એન્ગલ સમજાવી આપી તાલીમ સુરત શહેર પોલીસ કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ સેલ્ફ ડિસિપ્લિન મેળવે તે હેતુસર એક વિશેષ તાલીમનું આયોજન સુરતના ઉમરા પોલીસ મથક નીચે આવેલ સભાખંડમાં કરવામાં આવ્યું હતું. પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય જળવાઈ રહે અને પોલીસ કંટ્રોલ રૂમ ઉપર સામાન્ય જનતાના કોલ આવે તે દરમિયાન પ્રજાને કઈ રીતે સંતોષકારક જવાબ આપવા તે તમામ પ્રકારની તાલીમ આપવા માટેનું આયોજન આ કાર્યક્રમ થકી કરવામાં આવ્યું હતું. લોકોને આપો સંતોષકારક જવાબ લોકોને ઝડપી પોલીસ મદદ મળી રહે તે માટે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે હાલ પોલીસ કંટ્રોલરૂમ કાર્યરત છે.કંટ્રોલ રૂમના 100 નંબર પર અનેક લોકો પોતાની ફરિયાદ અને રજૂઆત કરતા હોય છે,આ સમય દરમિયાન પોલીસ કર્મચારીઓ પર પણ ફરિયાદ અને રજૂઆતનો મારો રહે છે. જેથી ક્યારેક કંટ્રોલરૂમમાં બેઠેલા પોલીસ કર્મચારીઓ પ્રજાને સંતોષકારક જવાબ આપી શકતા નથી. જેના કારણે પોલીસ અને પ્રજા વચ્ચેનું સમન્વયનો અભાવ જોવા મળતો હોય છે. વિશેષ તાલીમનું આયોજન પરંતુ સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતની સૂચના અન્વયે અને સુરત ડીસીપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ પોલીસ કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જે શિબિરમાં જાતે ડીસીપી વિજયસિંહ ગુર્જર અને અન્ય સંસ્થાના વક્તા હાજર રહ્યા હતા. શિબિરમાં ડીસીપીએ પોલીસ કર્મચારીઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, જ્યારે પણ કોઈ સામાન્ય વ્યક્તિનો કોલ પોલીસ કંટ્રોલ રૂમમાં આવે ત્યારે સામાન્ય વ્યક્તિ જોડે કઈ રીતનો વ્યવહાર કરવો તેમજ કઈ રીતે તેણે સમજણ આપવી તે પોલીસ કર્મચારીઓની નૈતિક ફરજ છે. પોલીસને સમજણ આપવામાં આવી જેથી કંટ્રોલ રૂમમાં બેઠેલા પોલીસ કર્મચારીઓએ પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય જળવાઈ રહે તે પ્રકારનો વ્યવહાર કંટ્રોલરૂમમાં કોલ કરનારી વ્યક્તિઓ જોડે કરવો જોઈએ. સમસ્યા કોઈપણ સંબંધિત વિભાગની હોય પરંતુ કંટ્રોલ રૂમ પર જ્યારે કોઈપણ વ્યક્તિ નો કોલ આવે ત્યારે તે વ્યક્તિને યોગ્ય માર્ગદર્શન આપવું જરૂરી છે.મહત્વનું છે કે સામાજિક સંસ્થા ના વક્તા દ્વારા પણ પોલીસ કર્મચારીઓને યોગ્ય તાલીમ આપવામાં આવી હતી. જેમાં પ્રજા સાથેનો યોગ્ય વ્યવહાર અને કોલરને ઝડપી પોલીસ મદદ મળી રહે તે માટે પોતાના વ્યવહાર માં સુધારો લાવવો જોઈએ તેવી પણ સમજણ આપવામાં આવી હતી.  

Surat Police કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને અપાઈ સેલ્ફ  ડિસિપ્લિન તાલીમ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પોલીસ અને નાગરિક વચ્ચે સમન્વય જળવાઈ રહે તે માટે અપાઈ તાલીમ
  • નાગરિકોના ફોન આવે ત્યારે કઈ રીતે વાત કરવી તેને લઈ વિશેષ તાલીમ
  • પોલીસને અલગ-અલગ એન્ગલ સમજાવી આપી તાલીમ

સુરત શહેર પોલીસ કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ સેલ્ફ ડિસિપ્લિન મેળવે તે હેતુસર એક વિશેષ તાલીમનું આયોજન સુરતના ઉમરા પોલીસ મથક નીચે આવેલ સભાખંડમાં કરવામાં આવ્યું હતું. પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય જળવાઈ રહે અને પોલીસ કંટ્રોલ રૂમ ઉપર સામાન્ય જનતાના કોલ આવે તે દરમિયાન પ્રજાને કઈ રીતે સંતોષકારક જવાબ આપવા તે તમામ પ્રકારની તાલીમ આપવા માટેનું આયોજન આ કાર્યક્રમ થકી કરવામાં આવ્યું હતું.

લોકોને આપો સંતોષકારક જવાબ

લોકોને ઝડપી પોલીસ મદદ મળી રહે તે માટે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે હાલ પોલીસ કંટ્રોલરૂમ કાર્યરત છે.કંટ્રોલ રૂમના 100 નંબર પર અનેક લોકો પોતાની ફરિયાદ અને રજૂઆત કરતા હોય છે,આ સમય દરમિયાન પોલીસ કર્મચારીઓ પર પણ ફરિયાદ અને રજૂઆતનો મારો રહે છે. જેથી ક્યારેક કંટ્રોલરૂમમાં બેઠેલા પોલીસ કર્મચારીઓ પ્રજાને સંતોષકારક જવાબ આપી શકતા નથી. જેના કારણે પોલીસ અને પ્રજા વચ્ચેનું સમન્વયનો અભાવ જોવા મળતો હોય છે.


વિશેષ તાલીમનું આયોજન

પરંતુ સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતની સૂચના અન્વયે અને સુરત ડીસીપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ પોલીસ કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જે શિબિરમાં જાતે ડીસીપી વિજયસિંહ ગુર્જર અને અન્ય સંસ્થાના વક્તા હાજર રહ્યા હતા. શિબિરમાં ડીસીપીએ પોલીસ કર્મચારીઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, જ્યારે પણ કોઈ સામાન્ય વ્યક્તિનો કોલ પોલીસ કંટ્રોલ રૂમમાં આવે ત્યારે સામાન્ય વ્યક્તિ જોડે કઈ રીતનો વ્યવહાર કરવો તેમજ કઈ રીતે તેણે સમજણ આપવી તે પોલીસ કર્મચારીઓની નૈતિક ફરજ છે.

પોલીસને સમજણ આપવામાં આવી

જેથી કંટ્રોલ રૂમમાં બેઠેલા પોલીસ કર્મચારીઓએ પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય જળવાઈ રહે તે પ્રકારનો વ્યવહાર કંટ્રોલરૂમમાં કોલ કરનારી વ્યક્તિઓ જોડે કરવો જોઈએ. સમસ્યા કોઈપણ સંબંધિત વિભાગની હોય પરંતુ કંટ્રોલ રૂમ પર જ્યારે કોઈપણ વ્યક્તિ નો કોલ આવે ત્યારે તે વ્યક્તિને યોગ્ય માર્ગદર્શન આપવું જરૂરી છે.મહત્વનું છે કે સામાજિક સંસ્થા ના વક્તા દ્વારા પણ પોલીસ કર્મચારીઓને યોગ્ય તાલીમ આપવામાં આવી હતી. જેમાં પ્રજા સાથેનો યોગ્ય વ્યવહાર અને કોલરને ઝડપી પોલીસ મદદ મળી રહે તે માટે પોતાના વ્યવહાર માં સુધારો લાવવો જોઈએ તેવી પણ સમજણ આપવામાં આવી હતી.