Vadodara શહેરમાં ફરી પૂરના એંધાણ, વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી 1 ફૂટ દૂર

વડોદરા શહેરમાં ફરી એકવાર પૂરના એંધાણ દેખાઈ રહ્યાં છે.વિશ્વામિત્રી નદીનું હાલનું જળ લેવલ 25 ફૂટ છે,અને નદીનું ભયજનક લેવલ 26 ફૂટ છે,નદી તેની ભયજનક સપાટીથી 1 ફૂટ દૂર છે,હાલમાં વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે.ત્યારે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.સાથે સાથે એનડીઆરએફની બે ટીમ વડોદરા છે અને નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરી રહી છે. બે દિવસથી ભારે વરસાદ છે વડોદરામાં વડોદરા શહેરમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે,નદીનું ભયજનક લેવલ 26 ફૂટની નજીક પહોંચ્યું છે.બીજી તરફ ભારે વરસાદના કારણે એનડીઆરએફની ટીમ તૈનાત છે તેમજ વડોદરાના ઈન્દીરાનગર આવાસમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.ત્યારે વરસાદ બંધ થશે ત્યારબાદ પાણીનું લેવલ ઓછુ થશે તેવુ મનપા માની રહી છે,ગઈકાલ સાંજથી મોડી રાત સુધી શહેરમાં ભારે વરસાદ વરસ્યો છે. વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા વિશ્વામિત્રી નદીમાં નવા નીર આવ્યા છે.સાથે સાથે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.વડોદરા શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસતા ડેમો તેમજ ચેકડેમો છલકાઈ ગયા છે.વડોદરામાં આજવા સરોવરના જળસ્તરમાં વધારો થયો છે.આજવા સરોવરના જળસ્તર 212.95 ફૂટે પહોંચ્યા છે. પ્રતાપપુરા સરોવરની સપાટી પણ 225.75 ફૂટે પહોંચી છે. ત્યારે વિશ્વામિત્રી નદીની 22.00 ફૂટે પહોંચતા જ એલર્ટ અપાયું છે. વિશ્વામિત્રી નદી કાંઠા વિસ્તારના લોકો પણ એલર્ટ મોડ પર છે. વડોદરાના સુભાનપુરામાં વરસાદી પાણી ભરાયા વડોદરાના સુભાનપુરામાં વરસાદી પાણી ભરાયા છે. વિવિધ રાજમાર્ગો પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો અટવાયા છે, ત્યારે બીજી તરફ ગરબા મેદાનો પર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. પાણી ભરાતા ગરબા આયોજકોની ચિંતામાં મોટો વધારો થયો છે. વડોદરામાં ભારે વરસાદને પગલે આજે તમામ સ્કૂલ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.  

Vadodara શહેરમાં ફરી પૂરના એંધાણ, વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી 1 ફૂટ દૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા શહેરમાં ફરી એકવાર પૂરના એંધાણ દેખાઈ રહ્યાં છે.વિશ્વામિત્રી નદીનું હાલનું જળ લેવલ 25 ફૂટ છે,અને નદીનું ભયજનક લેવલ 26 ફૂટ છે,નદી તેની ભયજનક સપાટીથી 1 ફૂટ દૂર છે,હાલમાં વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે.ત્યારે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.સાથે સાથે એનડીઆરએફની બે ટીમ વડોદરા છે અને નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરી રહી છે.

બે દિવસથી ભારે વરસાદ છે વડોદરામાં

વડોદરા શહેરમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે,નદીનું ભયજનક લેવલ 26 ફૂટની નજીક પહોંચ્યું છે.બીજી તરફ ભારે વરસાદના કારણે એનડીઆરએફની ટીમ તૈનાત છે તેમજ વડોદરાના ઈન્દીરાનગર આવાસમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.ત્યારે વરસાદ બંધ થશે ત્યારબાદ પાણીનું લેવલ ઓછુ થશે તેવુ મનપા માની રહી છે,ગઈકાલ સાંજથી મોડી રાત સુધી શહેરમાં ભારે વરસાદ વરસ્યો છે.


વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા વિશ્વામિત્રી નદીમાં નવા નીર આવ્યા છે.સાથે સાથે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.વડોદરા શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસતા ડેમો તેમજ ચેકડેમો છલકાઈ ગયા છે.વડોદરામાં આજવા સરોવરના જળસ્તરમાં વધારો થયો છે.આજવા સરોવરના જળસ્તર 212.95 ફૂટે પહોંચ્યા છે. પ્રતાપપુરા સરોવરની સપાટી પણ 225.75 ફૂટે પહોંચી છે. ત્યારે વિશ્વામિત્રી નદીની 22.00 ફૂટે પહોંચતા જ એલર્ટ અપાયું છે. વિશ્વામિત્રી નદી કાંઠા વિસ્તારના લોકો પણ એલર્ટ મોડ પર છે.

વડોદરાના સુભાનપુરામાં વરસાદી પાણી ભરાયા

વડોદરાના સુભાનપુરામાં વરસાદી પાણી ભરાયા છે. વિવિધ રાજમાર્ગો પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો અટવાયા છે, ત્યારે બીજી તરફ ગરબા મેદાનો પર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. પાણી ભરાતા ગરબા આયોજકોની ચિંતામાં મોટો વધારો થયો છે. વડોદરામાં ભારે વરસાદને પગલે આજે તમામ સ્કૂલ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.