Unjha: APMCના પરિણામને લઈ મોટા સમાચાર, પૂર્વ ચેરમેન દિનેશ પટેલનો દબદબો યથાવત
હેસાણાની ઊંઝા APMCની ચૂંટણીની મતગણતરી શરૂ કરી દેવામાં આવી હતી. મતદાન શાંતિપૂર્ણ રીતે યોજાયું હતું. લોકો APMCની ચૂંટણીના પરિણામની લોકો રાજ જોઈને બેઠા હતાં જેનો અંત આવી ગયો છે. APMCમાં ખેડૂત વિભાગની 10 જ્યારે વેપારી વિભાગની 4 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેનું પરિણામ આવી ગયું છે. APMCનું સુકાન કોને મળશે તે હવે નક્કી થઈ ગયું છે.ઊંઝા APMCના પરિણામને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ખેડૂત વિભાગમાં દિનેશ પટેલની પેનલની જીત થઇ છે. પૂર્વ ચેરમેન દિનેશ પટેલનો દબદબો યથાવત રહ્યો છે. ઢોલ નગારા સાથે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી રહી છે. ટેકેદારોએ જણાવ્યું હતું કે, દિનેશ પટેલનો વહીવટ સારો છે. પારદર્શક વહીવટનાં કારણે સાથ આપ્યો છે. આ જીત ખેડૂતોની જીત છે.ખેડૂત વિભાગના વિજય થયેલ ઉમેદવારની યાદીભાજપના મેન્ડેડ ઉમેદવારદિનેશ પટેલના સમર્થક ઉમેદવારપટેલ અંબાલાલ જોઈતારામપટેલ બળદેવભાઈ શિવરામદાસપટેલ કનુભાઈ રામાભાઇપટેલ રાજેન્દ્રકુમાર શંકરલાલપટેલ ધીરેન્દ્ર કુમાર બાબુલાલપટેલ લીલાભાઈ માધવલાલપટેલ પ્રહલાદભાઈ હરગોવિંદપટેલ શૈલેષભાઈ તળશીભાઈપટેલ ભગવાનભાઈ શિવરામદાસપટેલ જયંતીભાઈ વિઠ્ઠલદાસનોંધનીય છે કે, ઊંઝા એપીએમસીનું ચૂંટણી પરિણામ રાજકીય ભૂકંપ સર્જી શકે છે. ભાજપના મેન્ડેડ વિરુદ્ધમાં લડનાર 5 ઉમેદવારોના કારણે ભાજપમાં ભૂકંપ સર્જાઈ શકે છે. કારણ કે, મેન્ડેડ વિનાના 5 ઉમેદવારો જે અપક્ષ તરીકે લડ્યાં હતા તેની પણ જીત થઈ છે. હવે જોવું એ રહે છે કે, ઊંઝા એપીએમસીના રાજકારણમાં કેવી ઉથલપાથલ થાય છે. પાંચ અપક્ષના ઉમેદવારોની જીત થઈ છે તેને લઈને રાજકારણ ગરમાઈ શકે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હેસાણાની ઊંઝા APMCની ચૂંટણીની મતગણતરી શરૂ કરી દેવામાં આવી હતી. મતદાન શાંતિપૂર્ણ રીતે યોજાયું હતું. લોકો APMCની ચૂંટણીના પરિણામની લોકો રાજ જોઈને બેઠા હતાં જેનો અંત આવી ગયો છે. APMCમાં ખેડૂત વિભાગની 10 જ્યારે વેપારી વિભાગની 4 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેનું પરિણામ આવી ગયું છે. APMCનું સુકાન કોને મળશે તે હવે નક્કી થઈ ગયું છે.
ઊંઝા APMCના પરિણામને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ખેડૂત વિભાગમાં દિનેશ પટેલની પેનલની જીત થઇ છે. પૂર્વ ચેરમેન દિનેશ પટેલનો દબદબો યથાવત રહ્યો છે. ઢોલ નગારા સાથે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી રહી છે. ટેકેદારોએ જણાવ્યું હતું કે, દિનેશ પટેલનો વહીવટ સારો છે. પારદર્શક વહીવટનાં કારણે સાથ આપ્યો છે. આ જીત ખેડૂતોની જીત છે.
ખેડૂત વિભાગના વિજય થયેલ ઉમેદવારની યાદી
ભાજપના મેન્ડેડ ઉમેદવાર | દિનેશ પટેલના સમર્થક ઉમેદવાર |
પટેલ અંબાલાલ જોઈતારામ | પટેલ બળદેવભાઈ શિવરામદાસ |
પટેલ કનુભાઈ રામાભાઇ | પટેલ રાજેન્દ્રકુમાર શંકરલાલ |
પટેલ ધીરેન્દ્ર કુમાર બાબુલાલ | પટેલ લીલાભાઈ માધવલાલ |
પટેલ પ્રહલાદભાઈ હરગોવિંદ | પટેલ શૈલેષભાઈ તળશીભાઈ |
પટેલ ભગવાનભાઈ શિવરામદાસ | પટેલ જયંતીભાઈ વિઠ્ઠલદાસ |
નોંધનીય છે કે, ઊંઝા એપીએમસીનું ચૂંટણી પરિણામ રાજકીય ભૂકંપ સર્જી શકે છે. ભાજપના મેન્ડેડ વિરુદ્ધમાં લડનાર 5 ઉમેદવારોના કારણે ભાજપમાં ભૂકંપ સર્જાઈ શકે છે. કારણ કે, મેન્ડેડ વિનાના 5 ઉમેદવારો જે અપક્ષ તરીકે લડ્યાં હતા તેની પણ જીત થઈ છે. હવે જોવું એ રહે છે કે, ઊંઝા એપીએમસીના રાજકારણમાં કેવી ઉથલપાથલ થાય છે. પાંચ અપક્ષના ઉમેદવારોની જીત થઈ છે તેને લઈને રાજકારણ ગરમાઈ શકે છે.