Gujarat Rain: હવામાન વિભાગના વેધર બુલેટિનમાં જાણો કયા છે વરસાદની આગાહી
રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગનું વેધર બુલેટિન જાહેર થયુ છે. તેમાં સવારે 10 વાગ્યા સુધી ગાજવીજ સાથે વરસાદ રહેશે. તેમજમ ગાંધીનગર, અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં છૂટોછવાયો વરસાદ રહેશે અરવલ્લી, પંચમહાલમાં વરસાદની આગાહી છે. તેમજ દાહોદ, મહીસાગર, વડોદરામાં વરસાદની આગાહી છે. તાપી અને ડાંગમાં વરસાદની આગાહી તાપી અને ડાંગમાં વરસાદની આગાહી છે. રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગનું વેધર બુલેટિન જાહેર થયુ છે તેમાં 7 થી 10 વાગ્યા સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. તેમજ ધંધૂકા શહેરમાં વરસેલા મુશળધાર વરસાદને કારણે બિરલા ચાર રસ્તા અને ખાસ કરીને કોલેજ રોડ પર જળભરાવની સ્થિતિ જોવા મળી હતી. ગાજવીજ સાથે વરસેલા વરસાદે સામાન્ય જનજીવન ખોરવી નાખ્યું હતું. કોલેજ રોડ પર આખું ચોમાસુ પાણી ભરાયું ન હતું. પરંતુ સ્થાનિકો આક્રોશ સાથે કહી રહ્યા છે કે રૂ.16.44 લાખનું તાજેતરમાં બનાવેલ નવું ડિવાઈડર બનતા જળ ભરાવ થયો છે. ઊંચડી ગામે ગત રાત્રિએ ધોધમાર વરસાદ વરસ્યો હતો ઊંચડી ગામે ગત રાત્રિએ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે વરસેલા વરસાદે આ વિસ્તારના ખેડૂતોની ઊંઘ હરામ કરી નાખી છે. અતિશય વરસાદને કારણે કપાસ, તલ અને એરંડાનું વાવેતર કરનાર ખેડૂતો ચિંતાતુર બન્યા છે અને ગત રાત્રે વરસેલા વરસાદે રહીસહી ખેડૂતોની આશા પર પણ પાણી ફેરવી દીધું હતું. આ વિસ્તારના ખેડૂતો જણાવી રહ્યા છે કે અમારી મહેનત પણ પાણી ફરી વળ્યું છે અને પાક નિષ્ફ્ળ ગયો છે. ફેદરા, ખસ્તા, ખડોલ સહિતના ગામોમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. આમ પંથકમાં હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક હજુ પણ હળવાથી ભારે વરસાદ પડી શકે છે. સમગ્ર પંથકમાં સાર્વત્રિક રીતે સરેરાશ બે ઈંચ વરસાદ પડયો છે. તાલુકામાં ભારે વરસાદથી ભાદર નદી બે કાંઠે છલોછલ થઈને વહેતી થઈ ધંધૂકા તાલુકાના ગલસાણા અને છસિયાના ગામે 1 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા ખેતરો પાણી પાણી થઈ જતા કપાસના ઉભા પાકને ભારે નુકસાન થવા પામ્યું હતું. તાલુકામાં ભાદરવાના પાછોતરા વરસાદથી કપાસ, તલ અને એરંડાના પાકનું ધોવાણ થતા ખેડૂતોની હાલત કફોડી બની છે. આ ઉપરાંત તાલુકામાં ભારે વરસાદથી ભાદર નદી બે કાંઠે છલોછલ થઈને વહેતી થઈ હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગનું વેધર બુલેટિન જાહેર થયુ છે. તેમાં સવારે 10 વાગ્યા સુધી ગાજવીજ સાથે વરસાદ રહેશે. તેમજમ ગાંધીનગર, અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં છૂટોછવાયો વરસાદ રહેશે અરવલ્લી, પંચમહાલમાં વરસાદની આગાહી છે. તેમજ દાહોદ, મહીસાગર, વડોદરામાં વરસાદની આગાહી છે.
તાપી અને ડાંગમાં વરસાદની આગાહી
તાપી અને ડાંગમાં વરસાદની આગાહી છે. રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગનું વેધર બુલેટિન જાહેર થયુ છે તેમાં 7 થી 10 વાગ્યા સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. તેમજ ધંધૂકા શહેરમાં વરસેલા મુશળધાર વરસાદને કારણે બિરલા ચાર રસ્તા અને ખાસ કરીને કોલેજ રોડ પર જળભરાવની સ્થિતિ જોવા મળી હતી. ગાજવીજ સાથે વરસેલા વરસાદે સામાન્ય જનજીવન ખોરવી નાખ્યું હતું. કોલેજ રોડ પર આખું ચોમાસુ પાણી ભરાયું ન હતું. પરંતુ સ્થાનિકો આક્રોશ સાથે કહી રહ્યા છે કે રૂ.16.44 લાખનું તાજેતરમાં બનાવેલ નવું ડિવાઈડર બનતા જળ ભરાવ થયો છે.
ઊંચડી ગામે ગત રાત્રિએ ધોધમાર વરસાદ વરસ્યો હતો
ઊંચડી ગામે ગત રાત્રિએ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે વરસેલા વરસાદે આ વિસ્તારના ખેડૂતોની ઊંઘ હરામ કરી નાખી છે. અતિશય વરસાદને કારણે કપાસ, તલ અને એરંડાનું વાવેતર કરનાર ખેડૂતો ચિંતાતુર બન્યા છે અને ગત રાત્રે વરસેલા વરસાદે રહીસહી ખેડૂતોની આશા પર પણ પાણી ફેરવી દીધું હતું. આ વિસ્તારના ખેડૂતો જણાવી રહ્યા છે કે અમારી મહેનત પણ પાણી ફરી વળ્યું છે અને પાક નિષ્ફ્ળ ગયો છે. ફેદરા, ખસ્તા, ખડોલ સહિતના ગામોમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. આમ પંથકમાં હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક હજુ પણ હળવાથી ભારે વરસાદ પડી શકે છે. સમગ્ર પંથકમાં સાર્વત્રિક રીતે સરેરાશ બે ઈંચ વરસાદ પડયો છે.
તાલુકામાં ભારે વરસાદથી ભાદર નદી બે કાંઠે છલોછલ થઈને વહેતી થઈ
ધંધૂકા તાલુકાના ગલસાણા અને છસિયાના ગામે 1 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા ખેતરો પાણી પાણી થઈ જતા કપાસના ઉભા પાકને ભારે નુકસાન થવા પામ્યું હતું. તાલુકામાં ભાદરવાના પાછોતરા વરસાદથી કપાસ, તલ અને એરંડાના પાકનું ધોવાણ થતા ખેડૂતોની હાલત કફોડી બની છે. આ ઉપરાંત તાલુકામાં ભારે વરસાદથી ભાદર નદી બે કાંઠે છલોછલ થઈને વહેતી થઈ હતી.