Ahmedabad સિવિલ હોસ્પિટલમાં તાજી જન્મેલી બાળકીનું કરાયું ઓપરેશન, નાકના છીદ્રમાં હતી તકલીફ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળરોગ સર્જરી વિભાગના તબીબો દ્વારા ૨૭ દિવસની બાળકી પર અત્યંત જટિલ સર્જરી કરીને તેને પીડામુક્ત કરવામાં આવી છે.વધુ વાત કરીએ તો રાજસ્થાન નાં સુથારી કામ કરતા મુકેશ ભાઈનાં ઘરે પત્ની હોરાજ બેનનાં કૂખે ૨૭ દીવસ પહેલાં દિવાળી નાં પવિત્ર દિવસ ની શરૂઆત પહેલાં સામાન્ય પ્રસૂતિ થી એક લક્ષ્મી (બાળકી) નો જન્મ થયો હતો. બાયલેટરલ કોએનાલ એટ્રેસીયાની હતી ખામી બાળકી ત્રીશાના જન્મની શરૂઆત જ મુશ્કેલીઓ સાથે થઈ. જીવનના ત્રીજા દિવસથી જ તે શ્વાસ લેવામાં તકલીફ અનુભવી રહી હતી. મુકેશ ભાઈ બાળકીને બાંસવાડા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા જ્યાંથી તેઓને સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં રિફર કરવામાં આવ્યાં.જ્યાં ત્રીશાને તાજા જન્મેલા બાળકો માટેનાં આઈસીયુમાં ઓક્સિજન ઉપર રાખવામાં આવી. બાળકીનો સીટી સ્કેન કરતા તેને એક દુર્લભ જન્મજાત ખામી જેને બાયલેટરલ કોએનાલ એટ્રેસીયા એટલે કે બંને નાકનાં છીદ્રો પાછળનાં ભાગથી બંધ હોવાનુ નિદાન થયું. નાકનો પાછળનો ભાગ ખુલ્લો કરાયો આ એક દુર્લભ જન્મજાત ખામી છે જેમાં નાકના હાડકાનો વિકાસ અસામાન્ય થવાના કારણે નાકનો પાછળનો ભાગ બંધ થાય છે જેથી નાક દ્વારા શ્વાસ લઈ શકાતો નથી.આશરે 8000 નવજાત શિશુઓમાંથી 1 બાળકમાં આ ખામી થાય છે,ત્રીશા ને વધુ સારવાર માટે 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી.ડો. રાકેશ જોશી, એચઓડી, પીડિયાટ્રિક સર્જરી વિભાગ અને તબીબી અધિક્ષક અને ડો રમીલા (એસો પ્રોફેસર) એનેસ્થેસિયા વિભાગની આગેવાની હેઠળની ટીમ દ્વારા એન્ડોસ્કોપી અને ઈલેક્ટ્રોકોટરાઈઝેશન કરી સફળતાપૂર્વક વધારાનો ભાગ દુર કરી નાકનાં પાછળના ભાગનો બંધ ભાગ ખુલ્લો કરવામા આવ્યો. બાળકીને અપાઈ રજા ડો રાકેશ જોષી એ વધુ માં જણાવ્યું હતું કે સામાન્ય રીતે નવજાત શીશુઓ જન્મબાદ માત્ર નાક વાટે જ શ્વાસ લેતા હોય છે.આથી જન્મજાત ખામીનાં કારણે નાકના બન્ને પાછળના છીદ્રો બંધ હોય તેવી પરિસ્થતિમાં બાળક સતત રડતું રહે છે અને રડવા ના કારણે તે મોઢે થી શ્વાસ લેતું હોય છે. આથી જ્યાં સુધી આ ખામી દૂર કરવામાં ન આવે ત્યાં સુધી બાળક રડતું રહે છે.ઓપરેશન બાદ પછીની બાળકીને કોઈપણ જાતની તકલીફ ન રહેતા અને સંપૂર્ણ સ્વસ્થ જણાતા ડોકટરો દ્વારા રજા આપવામાં આવી હતી.

Ahmedabad સિવિલ હોસ્પિટલમાં તાજી જન્મેલી બાળકીનું કરાયું ઓપરેશન, નાકના છીદ્રમાં હતી તકલીફ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળરોગ સર્જરી વિભાગના તબીબો દ્વારા ૨૭ દિવસની બાળકી પર અત્યંત જટિલ સર્જરી કરીને તેને પીડામુક્ત કરવામાં આવી છે.વધુ વાત કરીએ તો રાજસ્થાન નાં સુથારી કામ કરતા મુકેશ ભાઈનાં ઘરે પત્ની હોરાજ બેનનાં કૂખે ૨૭ દીવસ પહેલાં દિવાળી નાં પવિત્ર દિવસ ની શરૂઆત પહેલાં સામાન્ય પ્રસૂતિ થી એક લક્ષ્મી (બાળકી) નો જન્મ થયો હતો.

બાયલેટરલ કોએનાલ એટ્રેસીયાની હતી ખામી

બાળકી ત્રીશાના જન્મની શરૂઆત જ મુશ્કેલીઓ સાથે થઈ. જીવનના ત્રીજા દિવસથી જ તે શ્વાસ લેવામાં તકલીફ અનુભવી રહી હતી. મુકેશ ભાઈ બાળકીને બાંસવાડા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા જ્યાંથી તેઓને સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં રિફર કરવામાં આવ્યાં.જ્યાં ત્રીશાને તાજા જન્મેલા બાળકો માટેનાં આઈસીયુમાં ઓક્સિજન ઉપર રાખવામાં આવી. બાળકીનો સીટી સ્કેન કરતા તેને એક દુર્લભ જન્મજાત ખામી જેને બાયલેટરલ કોએનાલ એટ્રેસીયા એટલે કે બંને નાકનાં છીદ્રો પાછળનાં ભાગથી બંધ હોવાનુ નિદાન થયું.

નાકનો પાછળનો ભાગ ખુલ્લો કરાયો

આ એક દુર્લભ જન્મજાત ખામી છે જેમાં નાકના હાડકાનો વિકાસ અસામાન્ય થવાના કારણે નાકનો પાછળનો ભાગ બંધ થાય છે જેથી નાક દ્વારા શ્વાસ લઈ શકાતો નથી.આશરે 8000 નવજાત શિશુઓમાંથી 1 બાળકમાં આ ખામી થાય છે,ત્રીશા ને વધુ સારવાર માટે 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી.ડો. રાકેશ જોશી, એચઓડી, પીડિયાટ્રિક સર્જરી વિભાગ અને તબીબી અધિક્ષક અને ડો રમીલા (એસો પ્રોફેસર) એનેસ્થેસિયા વિભાગની આગેવાની હેઠળની ટીમ દ્વારા એન્ડોસ્કોપી અને ઈલેક્ટ્રોકોટરાઈઝેશન કરી સફળતાપૂર્વક વધારાનો ભાગ દુર કરી નાકનાં પાછળના ભાગનો બંધ ભાગ ખુલ્લો કરવામા આવ્યો.

બાળકીને અપાઈ રજા

ડો રાકેશ જોષી એ વધુ માં જણાવ્યું હતું કે સામાન્ય રીતે નવજાત શીશુઓ જન્મબાદ માત્ર નાક વાટે જ શ્વાસ લેતા હોય છે.આથી જન્મજાત ખામીનાં કારણે નાકના બન્ને પાછળના છીદ્રો બંધ હોય તેવી પરિસ્થતિમાં બાળક સતત રડતું રહે છે અને રડવા ના કારણે તે મોઢે થી શ્વાસ લેતું હોય છે. આથી જ્યાં સુધી આ ખામી દૂર કરવામાં ન આવે ત્યાં સુધી બાળક રડતું રહે છે.ઓપરેશન બાદ પછીની બાળકીને કોઈપણ જાતની તકલીફ ન રહેતા અને સંપૂર્ણ સ્વસ્થ જણાતા ડોકટરો દ્વારા રજા આપવામાં આવી હતી.