Girના ગુજરાતીએ કરી કમાલ, પહેલીવાર કાશ્મીરી કેસરની કરી સફળ ખેતી, વાંચો Story
ગીરના ગુજરાતીએ કરી કમાલ.ગીરમાં પહેલી વાર કાશ્મીરી કેસરની સફળ ખેતી કરાઈ છે જેમાં ટેકનોલોજીના માધ્યમથી કાશ્મીરના કેસરની ગીરમાં ખેતી કરી.પીપળવા ગીરના સાહસિક યુવા ખેડૂત વનરાજ રામે ગીરમાં પહેલીવાર કાશ્મીરી કેસરની ખેતી કરીને સફળતા મેળવી છે.ટેકનોલોજીની મદદથી ખેતી આપણો દેશ એક ખેતી પ્રધાન દેશ છે અને આજનું યુવાધન હવે ખેતી તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે.આજના યુવાનો નવી નવી ટેક્નોલોજીની મદદથી ખેતી કરીને બમણી આવક મેળવી રહ્યાં છે. ત્યારે આ વાતનું ઉત્તમ ઉદાહરણ છે ગીરના યુવા ખેડૂત વનરાજભાઈ રામ કે, જેઓએ બંધ બારણે ગીર પંથકમાં પહેલીવાર કાશ્મીરી કેસરની ખેતી કરીને સફળતા મેળવી છે. ત્યારે ચાલો જાણીએ તાલાલા ના પીપળવા ગીરના ખેડૂત વનરાજભાઈ રામ પાસેથી કે, તેઓ કેવી રીતે આ ખેતી કરી રહ્યાં છે. આધુનિક ટેકનીકથી ખેતી પ્રથમ તો કેસરનું નામ સાંભળતા જ લોકોના મગજમાં સૌથી પહેલા કાશ્મીરનું નામ ઉભરી આવે છે, થોડા વર્ષો પહેલા એવું માનવામાં આવતું હતું કે કેસર ફક્ત કાશ્મિરમા જ ઉગાડવામાં આવે છે કારણ કે તેને ઉગાડવા માટે અનુકૂળ હવામાનની જરૂર હોય છે. પણ હવે આ વાત જૂની થઈ ગઈ છે,તાલાલા તાલુકાના પીપળવા ગીર ગામના આહીર યુવા ખેડુત વનરાજ રામ એ 2023 મા કૃષિ સ્નાતકનો અભ્યાસ પુર્ણ કરીને 400 સ્કવેર ફૂટના રૂમમાં આધુનિક ટેકનિકની મદદથી કેસર ઉગાડ્યુ છે. કેસરનું હાર્વેસ્ટીંગ ગીર પંથકમાં પ્રથમ વાર કાશ્મીરી કેસરની ખેતીનું સાહસ કરનાર યુવા ખેડૂત વનરાજ રામ ને બિરદાવતા ગીરના બાગાયત અધિકારી વિજયસિંહ બારડ જણાવે છે કે, બંધ બારણે કોલ્ડ સ્ટોરેજની મદદથી કેસરની ખેતી કરી શકાય છે. વનરાજભાઈએ 400 સ્કેવેર ફૂટના કોલ્ડ રૂમનું નિર્માણ કરી કેસરની ખેતી કરી રહ્યાં છે.ગીર પંથકનું આ સૌપ્રથમ ફાર્મ છે કે, જ્યાં કેસરની ખેતી કરવામાં આવી રહી છે. હાલ ટ્રાયલના રૂપમાં કેસરનું વાવેતર કરવામાં અને કેસરનું હાર્વેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. આ વર્ષે કોમર્સિયલ બેઝ પર આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. ગીરનું ગૌરવ આ એક ખેતીનું બિઝનેસ મોડલે છે, જેવી રીતે બિઝનેસમાં આપણે પૈસા રોકીએ અને કમાણી કરી શકીએ છે તેવી જ રીતે કેસરની ખેતીમાંથી પણ બિઝનેસ થઈ શકે છે.અત્રે ઉલ્લેખનીય છે કે, કાશ્મીરમાં કેસરની ખેતી થાય છે. કાશ્મીરી કેસર વિશ્વભરમાં પ્રખ્યાત છે અને તે ખૂબ મોંઘું વેચાય છે. ભારતમાં અન્યત્ર કેસરની ખેતી થતી નથી. ત્યારે ગીર ના યુવા સાહસિક ખેડૂતે કેસર ની ખેતી કરી ગીર પંથકમાં ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -