Mahesana માં બે દિવસમાં મેઘરાજાએ તોફાન મચાવ્યું
જિલ્લાના અલગ અલગ તાલુકામાં બે ઇંચથી પોણા આઠ ઇંચ સુધી વરસાદ ખાબક્યોત્યારે જિલ્લા વહીવટી તંત્ર સહીત અલગ અલગ વિભાગોને એલર્ટ મોડ પર રાખવામા આવ્યા છે જોકે ઘણા લાંબા સમય રાહ જોવડાવ્યા બાદ શનિવાર સવારથી મેઘરાજાની તોફની સવારી જિલ્લામાં આવી પહોચી હતી હવામાન વિભાગ દ્વારા મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ હતી. ઉક્ત આગાહી મુજબ બે દિવસથી જિલ્લામાં મેઘરાજાએ તોફન મચાવ્યુ હતુ.તો જિલ્લામાં હજુ પણ ગુરુવાર સુધી ભારે વરસાદ વરસવાની સંભાવના સેવાઈ છે.ત્યારે જિલ્લા વહીવટી તંત્ર સહીત અલગ અલગ વિભાગોને એલર્ટ મોડ પર રાખવામા આવ્યા છે. રાજ્ય પર સર્જાયેલ એર સાયકલોનિક સરર્ક્યુલેશન પગલે સોમવાર સવારથી મંગળવાર બપોર સુધી ક્યાંક ધીમીધારે તો ક્યાંક ભારે વરસાદ વરસ્યો હતો. મહેસાણા જિલ્લાના અલગ અલગ ભાગોમાં પણ દોઢ દિવસ દરમિયાન બે ઇંચથી પોણા આઠ ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. મહેસાણા જિલ્લામા ચોમાસાના ત્રીજા રાઉન્ડનો મેઘરાજાએ ધમાકેદાર પ્રારંભ કર્યો હતો. જોકે ઘણા લાંબા સમય રાહ જોવડાવ્યા બાદ શનિવાર સવારથી મેઘરાજાની તોફની સવારી જિલ્લામાં આવી પહોચી હતી. વિજાપુરમાં શનિવારે ભારે વરસાદ બાદ 24 કલાકના વિરામ પછી પુનઃ મેઘાએ પોતાનું રૌદ્ર રૂપ ધારણ કર્યું હતુ.જેમાં સોમવાર સવારથી ભારે પવન સાથે જિલ્લામાં વરસાદની શરૂઆત થઇ હતી.જેમાં મંગળવાર બપોરે બે વાગ્યા સુધી દોઢ દિવસમા જિલ્લામાં જોટાણા તાલુકામાં સૌથી વધારે પોણા આઠ ઇંચ વરસાદ વારસ્યો હતો. પોણા આઠ ઇંચ વરસાદ પડતા રસ્તાઓ પર નદીના પાણી ફ્રતા હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. તો બીજીતરફ ઊંઝામાં રાતે 8 થી 10 વાગ્યા સુધી પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. તેમજ વહેલી સવાર સુધી 83 એમએમ એટલે કે સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જિલ્લામાં તમામ તાલુકામા બેથી પોણા આઠ ઇંચ જેટલો સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદથી નદી,નાળા સહીત પાણીના સ્ત્ર્રોતમા નવા નીર આવતા ખેડૂત આલમમા ભારે આનંદ છવાયો હતો. સોમવાર સવારે 6 વાગ્યાથી મંગળવાર બપોરે બે વાગ્યા દરમિયાન જિલ્લાના જોટાણામા સૌથી વધારે 190 મી.મી.એટલે કે પોણા આઠ ઇંચ જેટલો વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમા પાણી ભરાયા હતા.તો કડીમા 167 મી.મી.એટલે કે સાડા છ ઇંચ વરસાદ ખાબક્યો હતો.જેને લઇ કડી શહેર સહીત પંથકના નીચાણવાળા વિસ્તારમા પાણી ભરાયા હતા.તો સતત વરસી રહેલા વરસાદ પગલે જનજીવન પ્રભાવિત બન્યું હતુ. વિસનગરમાં વરસાદ સાથે 149 મી.મી.વરસાદ દોઢ દિવસમાં ખાબકતા નીચાણવાળા વિસ્તારમા પાણીમા ડુબ્યા હતા.તો ભારે વરસાદ નોંધાતા તાલુકા વાસીઓ પરેશાન બન્યા હતા. જિલ્લામાં સાર્વત્રિક તેમજ ભારે વરસાદ ખાબક્યો હતો. જેને લઇ મહત્તમ તાપમાનમા ભારે ઘટાડો નોંધાયો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- જિલ્લાના અલગ અલગ તાલુકામાં બે ઇંચથી પોણા આઠ ઇંચ સુધી વરસાદ ખાબક્યો
- ત્યારે જિલ્લા વહીવટી તંત્ર સહીત અલગ અલગ વિભાગોને એલર્ટ મોડ પર રાખવામા આવ્યા છે
- જોકે ઘણા લાંબા સમય રાહ જોવડાવ્યા બાદ શનિવાર સવારથી મેઘરાજાની તોફની સવારી જિલ્લામાં આવી પહોચી હતી
હવામાન વિભાગ દ્વારા મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ હતી. ઉક્ત આગાહી મુજબ બે દિવસથી જિલ્લામાં મેઘરાજાએ તોફન મચાવ્યુ હતુ.તો જિલ્લામાં હજુ પણ ગુરુવાર સુધી ભારે વરસાદ વરસવાની સંભાવના સેવાઈ છે.
ત્યારે જિલ્લા વહીવટી તંત્ર સહીત અલગ અલગ વિભાગોને એલર્ટ મોડ પર રાખવામા આવ્યા છે. રાજ્ય પર સર્જાયેલ એર સાયકલોનિક સરર્ક્યુલેશન પગલે સોમવાર સવારથી મંગળવાર બપોર સુધી ક્યાંક ધીમીધારે તો ક્યાંક ભારે વરસાદ વરસ્યો હતો. મહેસાણા જિલ્લાના અલગ અલગ ભાગોમાં પણ દોઢ દિવસ દરમિયાન બે ઇંચથી પોણા આઠ ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો.
મહેસાણા જિલ્લામા ચોમાસાના ત્રીજા રાઉન્ડનો મેઘરાજાએ ધમાકેદાર પ્રારંભ કર્યો હતો. જોકે ઘણા લાંબા સમય રાહ જોવડાવ્યા બાદ શનિવાર સવારથી મેઘરાજાની તોફની સવારી જિલ્લામાં આવી પહોચી હતી. વિજાપુરમાં શનિવારે ભારે વરસાદ બાદ 24 કલાકના વિરામ પછી પુનઃ મેઘાએ પોતાનું રૌદ્ર રૂપ ધારણ કર્યું હતુ.જેમાં સોમવાર સવારથી ભારે પવન સાથે જિલ્લામાં વરસાદની શરૂઆત થઇ હતી.જેમાં મંગળવાર બપોરે બે વાગ્યા સુધી દોઢ દિવસમા જિલ્લામાં જોટાણા તાલુકામાં સૌથી વધારે પોણા આઠ ઇંચ વરસાદ વારસ્યો હતો. પોણા આઠ ઇંચ વરસાદ પડતા રસ્તાઓ પર નદીના પાણી ફ્રતા હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. તો બીજીતરફ ઊંઝામાં રાતે 8 થી 10 વાગ્યા સુધી પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. તેમજ વહેલી સવાર સુધી 83 એમએમ એટલે કે સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો.
જિલ્લામાં તમામ તાલુકામા બેથી પોણા આઠ ઇંચ જેટલો સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદથી નદી,નાળા સહીત પાણીના સ્ત્ર્રોતમા નવા નીર આવતા ખેડૂત આલમમા ભારે આનંદ છવાયો હતો. સોમવાર સવારે 6 વાગ્યાથી મંગળવાર બપોરે બે વાગ્યા દરમિયાન જિલ્લાના જોટાણામા સૌથી વધારે 190 મી.મી.એટલે કે પોણા આઠ ઇંચ જેટલો વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમા પાણી ભરાયા હતા.તો કડીમા 167 મી.મી.એટલે કે સાડા છ ઇંચ વરસાદ ખાબક્યો હતો.જેને લઇ કડી શહેર સહીત પંથકના નીચાણવાળા વિસ્તારમા પાણી ભરાયા હતા.તો સતત વરસી રહેલા વરસાદ પગલે જનજીવન પ્રભાવિત બન્યું હતુ. વિસનગરમાં વરસાદ સાથે 149 મી.મી.વરસાદ દોઢ દિવસમાં ખાબકતા નીચાણવાળા વિસ્તારમા પાણીમા ડુબ્યા હતા.તો ભારે વરસાદ નોંધાતા તાલુકા વાસીઓ પરેશાન બન્યા હતા. જિલ્લામાં સાર્વત્રિક તેમજ ભારે વરસાદ ખાબક્યો હતો. જેને લઇ મહત્તમ તાપમાનમા ભારે ઘટાડો નોંધાયો હતો.