Suratમા ઘરઘાટી બન્યો શેતાન, 50 લાખના દાગીના લઈ થયો રફુચક્કર
સુરતના પીપલોદમાં ઘરઘાટી ચોરી કરીને ફરાર થઈ ગયો છે,જે લોકો ઘરઘાટી રાખતા હોય તે લોકો સચેત થઈ જાવ નહીતર તમારી સાથે પણ આવી ઘટના બની શકે છે,દેવચંદ નામના ઘરઘાટીએ આ ચોરીને અંજામ આપ્યો અને રૂપિયા 50 લાખના સોના-ચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગયો છે,ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. દાગીનાની કરી ચોરી સુરતના પીપલોદમાં આવેલ ફોર સિઝન બિલ્ડીંગમાં મોટી ચોરીની ઘટના બની છે જેમાં ઘરઘાટીએ એકલતાનો લાભ લઈને ઘરમાંથી રૂપિયા 50 લાખના દાગીનાની ચોરી કરી છે,હીરા જડિત દાગીનાની ચોરી થતા પરિવાર પણ ચૌંકી ઉઠયો હતો,ત્રણ મહિના પહેલા તેને ઘર અર્થે કામ માટે બોલાવ્યો હતો અને ત્યારબાદ તેણે ઘરનું વાતાવરણ જોઈને ચોરીને અંજામ આપ્યો હતો.ઉમરા પોલીસે પણ સીસીટીવીના આધારે તપાસ હાથધરી છે. પોલીસે નોંધ્યો ગુનો ચોરીની ઘટના મોટી હોવાથી ઉચ્ચકક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી ગયા હતા અને ચોરીની તપાસ કરી હતી,હાલમાં ડોગ સ્કોર્ડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે,ત્યારે આરોપીઓ સુધી પોલીસ કઈ રીતે પહોંચે છે તે જોવાનું રહ્યું.આરોપીએ માત્ર ત્રણ મહિનામાં ઘરનું વાતાવરણ જાણી ગયો અને કયાં દાગીના મૂકવામાં આવે છે કોણ મૂકે છે તે તમામ વાત જાણી ગયો હતો અને ચોરીને અંજામ આપ્યો હતો.દિવાળી પહેલા વર્ષોથી ઘર કામ માટે રાખેલા ઘરઘાટીએ ચોરીને અંજામ આપતા પરિવાર ચિંતામાં મૂકાયો છે.ઘરઘાટીની નોંધણી કરાવવી પોલીસ સાથે ફરજિયાતઘણીવાર આપણે આવા કિસ્સા સાંભળ્યા છે કે ઘરઘાટી ચોરી કરીને ફરાર થઈ જાય છે ત્યારે આવી જ એક ઘટના સુરતમાં બની છે,પરંતુ મહત્વનું છે કે પોલીસે પણ વારંવાર સૂચનાઓ આપી છે કે તમારા ત્યાં જે ઘરઘાટી અથવા નોકરને કામ અર્થે રાખો તેનું ફરજિયાત પોલીસમાં નોંધણી કરાવવામાં રાખો પણ આપણે આપણી આળસના કારણે આ કરાવતા નથી જેને લઈ ચોરીની ઘટનાઓ બનતી હોય છે,મહત્વનું છે કે જયારે તમે ઘરે અથવા બંગ્લામાં ઘરઘાટી 24 કલાક માટે રાખો છો ત્યારે તેનું આધારકાર્ડ અને જરૂરી પુરાવા તમારી સાથે રાખો અને પોલીસ વેરિકેશન પણ કરાવો જેથી ભવિષ્યમાં તે ભાગી જાય તો તેને ઝડપવામાં સરળતા રહે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના પીપલોદમાં ઘરઘાટી ચોરી કરીને ફરાર થઈ ગયો છે,જે લોકો ઘરઘાટી રાખતા હોય તે લોકો સચેત થઈ જાવ નહીતર તમારી સાથે પણ આવી ઘટના બની શકે છે,દેવચંદ નામના ઘરઘાટીએ આ ચોરીને અંજામ આપ્યો અને રૂપિયા 50 લાખના સોના-ચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગયો છે,ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
દાગીનાની કરી ચોરી
સુરતના પીપલોદમાં આવેલ ફોર સિઝન બિલ્ડીંગમાં મોટી ચોરીની ઘટના બની છે જેમાં ઘરઘાટીએ એકલતાનો લાભ લઈને ઘરમાંથી રૂપિયા 50 લાખના દાગીનાની ચોરી કરી છે,હીરા જડિત દાગીનાની ચોરી થતા પરિવાર પણ ચૌંકી ઉઠયો હતો,ત્રણ મહિના પહેલા તેને ઘર અર્થે કામ માટે બોલાવ્યો હતો અને ત્યારબાદ તેણે ઘરનું વાતાવરણ જોઈને ચોરીને અંજામ આપ્યો હતો.ઉમરા પોલીસે પણ સીસીટીવીના આધારે તપાસ હાથધરી છે.
પોલીસે નોંધ્યો ગુનો
ચોરીની ઘટના મોટી હોવાથી ઉચ્ચકક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી ગયા હતા અને ચોરીની તપાસ કરી હતી,હાલમાં ડોગ સ્કોર્ડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે,ત્યારે આરોપીઓ સુધી પોલીસ કઈ રીતે પહોંચે છે તે જોવાનું રહ્યું.આરોપીએ માત્ર ત્રણ મહિનામાં ઘરનું વાતાવરણ જાણી ગયો અને કયાં દાગીના મૂકવામાં આવે છે કોણ મૂકે છે તે તમામ વાત જાણી ગયો હતો અને ચોરીને અંજામ આપ્યો હતો.દિવાળી પહેલા વર્ષોથી ઘર કામ માટે રાખેલા ઘરઘાટીએ ચોરીને અંજામ આપતા પરિવાર ચિંતામાં મૂકાયો છે.
ઘરઘાટીની નોંધણી કરાવવી પોલીસ સાથે ફરજિયાત
ઘણીવાર આપણે આવા કિસ્સા સાંભળ્યા છે કે ઘરઘાટી ચોરી કરીને ફરાર થઈ જાય છે ત્યારે આવી જ એક ઘટના સુરતમાં બની છે,પરંતુ મહત્વનું છે કે પોલીસે પણ વારંવાર સૂચનાઓ આપી છે કે તમારા ત્યાં જે ઘરઘાટી અથવા નોકરને કામ અર્થે રાખો તેનું ફરજિયાત પોલીસમાં નોંધણી કરાવવામાં રાખો પણ આપણે આપણી આળસના કારણે આ કરાવતા નથી જેને લઈ ચોરીની ઘટનાઓ બનતી હોય છે,મહત્વનું છે કે જયારે તમે ઘરે અથવા બંગ્લામાં ઘરઘાટી 24 કલાક માટે રાખો છો ત્યારે તેનું આધારકાર્ડ અને જરૂરી પુરાવા તમારી સાથે રાખો અને પોલીસ વેરિકેશન પણ કરાવો જેથી ભવિષ્યમાં તે ભાગી જાય તો તેને ઝડપવામાં સરળતા રહે.