Surat: 32 લાખની ચોરી કરનારા પાંચ આરોપીઓ ઝડપાયા, 25.50 લાખ રિકવર કર્યા

સુરતના ઉધનામાં પોલીસને મળી મોટી સફળતા. થોડા દિવસ પહેલા ધોળા દિવસે ગાડીમાં 32 લાખ રૂપિયાની ચોરી કરનાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની પુછપરછ કરતા 32 લાખની ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી 25.50 લાખ રોકડા રિકવર કર્યા. જાણભેદુ વ્યક્તિએ જ ચોરીનો પ્લાન બનાવ્યો મની ટ્રાન્સફરનું કામ કરતા યુવકે જ પોતાની માસીના દીકરાને લૂંટની ટીપ આપી હતી. માસીના દીકરા અને અન્ય પાંચ ઈસમોએ મળીને ચોરીને અંજામ આપ્યો હતો. ફરિયાદીની કારમાંથી ચોરીને અંજામ આપ્યો હતો. સુરતમાંથી ચોરી-લૂંટની ઘટનાઓ સતત બનતી રહે છે. જોકે, ઉધના વિસ્તારમાંથી શંકાસ્પદ રીતે ગાડીમાંથી 32 લાખ ભરેલા બેગની ચોરી થઈ ગઈ હતી. સામી દિવાળીએ ટીપ્સ આપીને ચોરી કરાવવામાં આવી હોય તે રીતે ગફલતભરી રીતે ગાડીમાંથી ડ્રાઈવર દરવાજાને લોક કર્યા વગર જ નીચે ઉતરી પોતાનું કામ કરતો હતો. એ દરમિયાન સમગ્ર ચોરી થતાં પ્રાથમિક તબક્કે શંકાસ્પદ ચોરી હોવાનું સામે આવી રહ્યું છે. ધોળા દિવસે ચોરી થઈ હતી ઉધના વિસ્તારમાં ધોળે દિવસે ગાડીમાંથી ક્લેકશનના 32 લાખની ચોરીની ઘટના બની હતી. બે ઈસમો બાઈક પર આવ્યા હતાં. જેમણે રસ્તામાં ઉભેલી ગાડીનો દરવાજો ખોલીને 32 લાખ ભરેલી બેગ લઇને ફરાર થઈ ગયાં હતાં. સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ થતાં ઉધના પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. જેમણે હાલ તપાસ આદરી છે. ગાડીને લોક નહોતું-પોલીસ ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું કે, ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર પાસે ફૂટ ઓવર બ્રિજ નીચેથી ચોરી થઈ હતી, ગાડી ક્લેક્શનની હતી. ગાડીમાં કોઈ હતું નહી. તેમાં જે વ્યક્તિ હતો તે પોતાના કામ અર્થે બહાર નીકળ્યો હતો. તેમાં 32 લાખ રૂપિયા હતાં. તે પોતાનું ક્લેક્શનનું કામ કરતો હતો. તેનો પીછો કોઈ બે વ્યક્તિ કરતું હતું. ગાડીને લોક ન હોવાથી તેઓએ આવીને રૂપિયા ભરેલી બેગ ચોરીને નાસી ગયા હતાં. મોબાઈલ વેચાણના કલેક્શનના રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

Surat: 32 લાખની ચોરી કરનારા પાંચ આરોપીઓ ઝડપાયા, 25.50 લાખ રિકવર કર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના ઉધનામાં પોલીસને મળી મોટી સફળતા. થોડા દિવસ પહેલા ધોળા દિવસે ગાડીમાં 32 લાખ રૂપિયાની ચોરી કરનાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની પુછપરછ કરતા 32 લાખની ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી 25.50 લાખ રોકડા રિકવર કર્યા.

જાણભેદુ વ્યક્તિએ જ ચોરીનો પ્લાન બનાવ્યો

મની ટ્રાન્સફરનું કામ કરતા યુવકે જ પોતાની માસીના દીકરાને લૂંટની ટીપ આપી હતી. માસીના દીકરા અને અન્ય પાંચ ઈસમોએ મળીને ચોરીને અંજામ આપ્યો હતો. ફરિયાદીની કારમાંથી ચોરીને અંજામ આપ્યો હતો.

સુરતમાંથી ચોરી-લૂંટની ઘટનાઓ સતત બનતી રહે છે. જોકે, ઉધના વિસ્તારમાંથી શંકાસ્પદ રીતે ગાડીમાંથી 32 લાખ ભરેલા બેગની ચોરી થઈ ગઈ હતી. સામી દિવાળીએ ટીપ્સ આપીને ચોરી કરાવવામાં આવી હોય તે રીતે ગફલતભરી રીતે ગાડીમાંથી ડ્રાઈવર દરવાજાને લોક કર્યા વગર જ નીચે ઉતરી પોતાનું કામ કરતો હતો. એ દરમિયાન સમગ્ર ચોરી થતાં પ્રાથમિક તબક્કે શંકાસ્પદ ચોરી હોવાનું સામે આવી રહ્યું છે.


ધોળા દિવસે ચોરી થઈ હતી

ઉધના વિસ્તારમાં ધોળે દિવસે ગાડીમાંથી ક્લેકશનના 32 લાખની ચોરીની ઘટના બની હતી. બે ઈસમો બાઈક પર આવ્યા હતાં. જેમણે રસ્તામાં ઉભેલી ગાડીનો દરવાજો ખોલીને 32 લાખ ભરેલી બેગ લઇને ફરાર થઈ ગયાં હતાં. સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ થતાં ઉધના પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. જેમણે હાલ તપાસ આદરી છે.

ગાડીને લોક નહોતું-પોલીસ

ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું કે, ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર પાસે ફૂટ ઓવર બ્રિજ નીચેથી ચોરી થઈ હતી, ગાડી ક્લેક્શનની હતી. ગાડીમાં કોઈ હતું નહી. તેમાં જે વ્યક્તિ હતો તે પોતાના કામ અર્થે બહાર નીકળ્યો હતો. તેમાં 32 લાખ રૂપિયા હતાં. તે પોતાનું ક્લેક્શનનું કામ કરતો હતો. તેનો પીછો કોઈ બે વ્યક્તિ કરતું હતું. ગાડીને લોક ન હોવાથી તેઓએ આવીને રૂપિયા ભરેલી બેગ ચોરીને નાસી ગયા હતાં. મોબાઈલ વેચાણના કલેક્શનના રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.