Khedaના ડાકોર મંદિરમાં 151 મણના અન્નકૂટના પ્રસાદની લૂંટ, 80 ગામને હતું આમંત્રણ
દ્વાપર યુગથી ચાલતી આવતી પરંપરા એવી અન્નકૂટની લૂંટની પરંપરા.ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આ વર્ષે પણ યથાવત જોવા મળી.કેવી છે આ પરંપરા અને શું મહત્વ છે આ પરંપરા પાછળનુ આવો જાણીએ.સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયજી મંદિરમાં આજે ભવ્ય અન્નકૂટ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.રાજાધિરાજ રણછોડરાયજીને 151 મણનો અન્નકૂટ ધરાવાયો હતો. ઇન્દ્રદેવ કોપાયમાન થયા હતા દ્વાપર યુગમાં જ્યારે ઇન્દ્રદેવ કોપાયમાન થયા હતા ત્યારે ભગવાન કૃષ્ણ દ્વારા ગોવર્ધન પર્વત ટચલી આંગળીયે ઊંચકવામાં આવ્યો હતો તે સમયથી અન્નકૂટની પરંપરા ચાલતી આવી છે તે પરંપરા આ વર્ષે પણ ડાકોરના રાજા રણછોડરાયજી મંદિરમાં જોવા મળી.મંદિરની પરંપરા મુજબ આ અન્નકૂટ ભાવિકો દ્વારા લૂંટવામાં આવ્યો હતો.ડાકોર રણછોડરાયજી મંદિરમાં પ્રતિવર્ષ દિવાળીના બીજા દિવસે બેસતા વર્ષે અન્નકૂટ યોજવાની પરંપરા છે.જેને લઈ આજે શુક્રવારે આ અન્નકૂટ ઉત્સવ ઉજવાયો હતો. આસપાસના ગામના લોકો કરે છે લૂંટ જેમાં ડાકોરની આજુબાજુના ગ્રામજનો દ્વારા અન્નકૂટ લૂંટવામાં આવે છે.ડાકોરમાં ભગવાન રણછોડરાયજીનાં મંદિરમાં 151 મણનો અન્નકૂટનો પ્રસાદ ધરવામાં આવે છે. જે અન્નકૂટનું વિશેષ મહત્વ એ છે કે આ પ્રસાદ ભક્તોને વેંચવામાં આવતો નથી.પરંતુ ભાવિકો દ્વારા તેને લૂંટવાની પ્રથા છે. આ પ્રસાદને લૂંટવા માટે મંદિર દ્વારા આસપાસનાં 80 ગામોનાં ગ્રામજનોને લેખિતમાં આમંત્રણ આપવામાં આવે છે. ત્યારબાદ અન્નકૂટની મહાઆરતી બાદ પ્રસાદ લૂંટવામાં આવે છે. જે પ્રસાદ ભાવિકોને પણ આપવામાં આવે છે. એવી માન્યતા પણ છે કે આ પ્રસાદને આરોગવાથી આખું વર્ષ નિરોગી રહેવાય છે. 151 મણનો અન્નકૂટ ધરાવાયો રાજાધિરાજની સન્મુખ ધરાવવામાં આવેલા અન્નકૂટમાં 100 ગ્રામ કેસર, 220 કિલો ચોખા, 700 કિલો બેસન, 1400 કિલો મોરસ સહિતની સામગ્રીની વિવિધ વાનગીઓ તેમજ 525 કિલો શુદ્ધ ઘીની વિવિધ મીઠાઈ ધરાવવામાં આવી હતી. સવારે મંદિરમાં ગોવર્ધન પૂજા કરવામાં આવે છે અને ત્યારબાદ અન્નકૂટ ઉત્સવ યોજવામાં આવે છે. સવા કિલોનો બુંદીનો લાડુ ટોચે પધરાવી સજાવટ કરવામાં આવે છે. તેના ઉપર ગાયનું શુદ્ધ ઘી લગાવવાંમાં આવે છે. ત્યારબાદ તુલસીનો હાર ચઢાવી શ્રીજીમહારાજને ભોગ ધરાવવામાં આવે છે. મંદિરમાં આશરે 250 ઉપરાંત વર્ષથી એટલે કે હાલના મંદિરના નિર્માણકાળથી આ પરંપરા ચાલે છે. અન્નકૂટની લૂંટ કરાવાઈ ડાકોર દંડી સ્વામી આશ્રમના મહંત વિજયદાસજી મહારાજે જણાવ્યુ હતું કે ભગવાનને અન્નકૂટનો ભોગ ધરાવાયો છે. ભગવાને ગોવર્ધન પર્વત ઉંચક્યો હતો તેવો ભાવ કરી ઉંચો અન્નકૂટ ધરાવવામાં આવે છે. અન્નકૂટમાં ભાત, બુંદી સહિતની બધી જ વસ્તુઓ મુકવામાં આવે છે. જે અન્નકૂટ આસપાસના ગામોના આમંત્રણ આપીને બોલાવાયેલા ભાવિકો દ્વારા લૂંટવામાં આવે છે એટલે કે આ અન્નકૂટ વહેંચાતો નથી પણ ભગવાન અન્નકૂટ લૂંટાવે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દ્વાપર યુગથી ચાલતી આવતી પરંપરા એવી અન્નકૂટની લૂંટની પરંપરા.ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આ વર્ષે પણ યથાવત જોવા મળી.કેવી છે આ પરંપરા અને શું મહત્વ છે આ પરંપરા પાછળનુ આવો જાણીએ.સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયજી મંદિરમાં આજે ભવ્ય અન્નકૂટ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.રાજાધિરાજ રણછોડરાયજીને 151 મણનો અન્નકૂટ ધરાવાયો હતો.
ઇન્દ્રદેવ કોપાયમાન થયા હતા
દ્વાપર યુગમાં જ્યારે ઇન્દ્રદેવ કોપાયમાન થયા હતા ત્યારે ભગવાન કૃષ્ણ દ્વારા ગોવર્ધન પર્વત ટચલી આંગળીયે ઊંચકવામાં આવ્યો હતો તે સમયથી અન્નકૂટની પરંપરા ચાલતી આવી છે તે પરંપરા આ વર્ષે પણ ડાકોરના રાજા રણછોડરાયજી મંદિરમાં જોવા મળી.મંદિરની પરંપરા મુજબ આ અન્નકૂટ ભાવિકો દ્વારા લૂંટવામાં આવ્યો હતો.ડાકોર રણછોડરાયજી મંદિરમાં પ્રતિવર્ષ દિવાળીના બીજા દિવસે બેસતા વર્ષે અન્નકૂટ યોજવાની પરંપરા છે.જેને લઈ આજે શુક્રવારે આ અન્નકૂટ ઉત્સવ ઉજવાયો હતો.
આસપાસના ગામના લોકો કરે છે લૂંટ
જેમાં ડાકોરની આજુબાજુના ગ્રામજનો દ્વારા અન્નકૂટ લૂંટવામાં આવે છે.ડાકોરમાં ભગવાન રણછોડરાયજીનાં મંદિરમાં 151 મણનો અન્નકૂટનો પ્રસાદ ધરવામાં આવે છે. જે અન્નકૂટનું વિશેષ મહત્વ એ છે કે આ પ્રસાદ ભક્તોને વેંચવામાં આવતો નથી.પરંતુ ભાવિકો દ્વારા તેને લૂંટવાની પ્રથા છે. આ પ્રસાદને લૂંટવા માટે મંદિર દ્વારા આસપાસનાં 80 ગામોનાં ગ્રામજનોને લેખિતમાં આમંત્રણ આપવામાં આવે છે. ત્યારબાદ અન્નકૂટની મહાઆરતી બાદ પ્રસાદ લૂંટવામાં આવે છે. જે પ્રસાદ ભાવિકોને પણ આપવામાં આવે છે. એવી માન્યતા પણ છે કે આ પ્રસાદને આરોગવાથી આખું વર્ષ નિરોગી રહેવાય છે.
151 મણનો અન્નકૂટ ધરાવાયો
રાજાધિરાજની સન્મુખ ધરાવવામાં આવેલા અન્નકૂટમાં 100 ગ્રામ કેસર, 220 કિલો ચોખા, 700 કિલો બેસન, 1400 કિલો મોરસ સહિતની સામગ્રીની વિવિધ વાનગીઓ તેમજ 525 કિલો શુદ્ધ ઘીની વિવિધ મીઠાઈ ધરાવવામાં આવી હતી. સવારે મંદિરમાં ગોવર્ધન પૂજા કરવામાં આવે છે અને ત્યારબાદ અન્નકૂટ ઉત્સવ યોજવામાં આવે છે. સવા કિલોનો બુંદીનો લાડુ ટોચે પધરાવી સજાવટ કરવામાં આવે છે. તેના ઉપર ગાયનું શુદ્ધ ઘી લગાવવાંમાં આવે છે. ત્યારબાદ તુલસીનો હાર ચઢાવી શ્રીજીમહારાજને ભોગ ધરાવવામાં આવે છે. મંદિરમાં આશરે 250 ઉપરાંત વર્ષથી એટલે કે હાલના મંદિરના નિર્માણકાળથી આ પરંપરા ચાલે છે.
અન્નકૂટની લૂંટ કરાવાઈ
ડાકોર દંડી સ્વામી આશ્રમના મહંત વિજયદાસજી મહારાજે જણાવ્યુ હતું કે ભગવાનને અન્નકૂટનો ભોગ ધરાવાયો છે. ભગવાને ગોવર્ધન પર્વત ઉંચક્યો હતો તેવો ભાવ કરી ઉંચો અન્નકૂટ ધરાવવામાં આવે છે. અન્નકૂટમાં ભાત, બુંદી સહિતની બધી જ વસ્તુઓ મુકવામાં આવે છે. જે અન્નકૂટ આસપાસના ગામોના આમંત્રણ આપીને બોલાવાયેલા ભાવિકો દ્વારા લૂંટવામાં આવે છે એટલે કે આ અન્નકૂટ વહેંચાતો નથી પણ ભગવાન અન્નકૂટ લૂંટાવે છે.