Banaskanthaનાં અંબાજી ધામમાં ડુપ્લીકેટ ચલણી નોટો સાથે આરોપીએ કરી અસલી કળા

બનાસકાઠના અંબાજી ખાતે 500ના દરની નકલી નોટો સાથે એક આરોપીને પોલીસે દબોચ્યો છે.1.20 લાખની 500 દરની ડુપ્લીકેટ નોટ આરોપી કોઈને પધરાવે તે પહેલા જ તે ઝડપાઈ ગયો હતો.યુવક મેળામાં ડુપ્લીકેટ નોટો વટાવવા આવ્યો છે.ભાભરનો આરોપી બુરેઠા ગામનો વતની ભરત પ્રજાપતિ ઝડપાઈ ગયો છે જેને લઈ પોલીસ અનેક ખુલાસા કરી શકે છે. ડુપ્લીકેટ નોટો ઝડપાઈ એક તરફ અંબાજીમાં ભાદરવી સુદ પૂનમનો મેળો ચાલી રહ્યો છે.તો બીજી તરફ મેળામાં ડુપ્લીકેટ નોટો સાથે આરોપી ઝડપાયો છે,અંબાજી પોલીસે આ ઘટનાને લઈ આરોપીની ધરપકડ કરીને ઉંડાણપૂર્વક તપાસ હાથધરી છે,આરોપી કયાં આગળથી આ નોટ લાવ્યો છે અને કોઈ કારખાનું રાખીને આ નોટ છાપવામાં આવતી હતી કે નહી તેને લઈ પૂછપરછ હાથધરાઈ છે,આરોપી સાથે અન્ય કોઈ વ્યકિતઓ પણ સંકળાયેલી છે કે નહી તેને લઈ પોલીસે તપાસ હાથધરી છે. ઘરે જ નોટ છાપતો હતો આરોપી ભાભરના બુરેઠા ગામનો ભરત પ્રજાપતિને જે પોતાના ઘરે જ કલરીંગ પ્રિન્ટીંગ મશીન લાવીને નકલી નોટ છાપતો હતો.આરોપીએ અન્ય કોઈ જગ્યાએ આ નોટો વટાવી છે કે નહી તેને લઈ તપાસ હાથધરી છે.જિલ્લા પોલીસ વડાએ આ તપાસને લઈ એલસીબીને તપાસ સોંપી છે.ત્યારે આરોપી પાસેથી બે મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે.યુવાન પાસેથી 500ની 240 ડુપ્લીકેટ નોટો ઝડપાઈ હતી. કુલ નકલી નોટોની કિંમત 1,20,000 થાય છે. 22-05-2024ના રોજ સુરતમાંથી ઝડપાઈ ડુપ્લીકેટ નોટ સુરત શહેર SOG, PCBનું સયુંકત ઓપરેશન હાથ ધરાયુ હતુ. જેમાં પોલીસે લાખો રૂપિયાની નોટો જપ્ત કરી હતી. તેમાં રૂપિયા 200 અને 500ના દરની ડુપ્લીકેટ નોટો જપ્ત કરાઇ હતી. જેમાં લીંબાયત વિસ્તારમાંથી ડુપ્લીકેટ નોટ છાપવાના સાધન પણ કબ્જે કરાયા હતા. પ્રિન્ટિંગ પ્રેસ ચલાવનારા નકલી નોટો છાપવાનો ખેલ પાડતા હતા.રૂપિયા 9 લાખની નકલી ચલણી નોટ ઝડપાઇ હતી. જેમાં ફિરોઝ શેખ સાથે ત્રણ આરોપી પાસેથી નકલી નોટ મળી આવી હતી. તેમાં સુરતમાંથી ડુપ્લીકેટ નોટ છાપવાનુ કારખાનુ ઝડપાયું હતું. નકલી નોટો સાથે 3 લોકોની ધરકપડ કરી હતી. તથા એક આરોપીને વોન્ડેટ જાહેર કરાયો હતો.  

Banaskanthaનાં અંબાજી ધામમાં ડુપ્લીકેટ ચલણી નોટો સાથે આરોપીએ કરી અસલી કળા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાઠના અંબાજી ખાતે 500ના દરની નકલી નોટો સાથે એક આરોપીને પોલીસે દબોચ્યો છે.1.20 લાખની 500 દરની ડુપ્લીકેટ નોટ આરોપી કોઈને પધરાવે તે પહેલા જ તે ઝડપાઈ ગયો હતો.યુવક મેળામાં ડુપ્લીકેટ નોટો વટાવવા આવ્યો છે.ભાભરનો આરોપી બુરેઠા ગામનો વતની ભરત પ્રજાપતિ ઝડપાઈ ગયો છે જેને લઈ પોલીસ અનેક ખુલાસા કરી શકે છે.

ડુપ્લીકેટ નોટો ઝડપાઈ

એક તરફ અંબાજીમાં ભાદરવી સુદ પૂનમનો મેળો ચાલી રહ્યો છે.તો બીજી તરફ મેળામાં ડુપ્લીકેટ નોટો સાથે આરોપી ઝડપાયો છે,અંબાજી પોલીસે આ ઘટનાને લઈ આરોપીની ધરપકડ કરીને ઉંડાણપૂર્વક તપાસ હાથધરી છે,આરોપી કયાં આગળથી આ નોટ લાવ્યો છે અને કોઈ કારખાનું રાખીને આ નોટ છાપવામાં આવતી હતી કે નહી તેને લઈ પૂછપરછ હાથધરાઈ છે,આરોપી સાથે અન્ય કોઈ વ્યકિતઓ પણ સંકળાયેલી છે કે નહી તેને લઈ પોલીસે તપાસ હાથધરી છે.


ઘરે જ નોટ છાપતો હતો આરોપી

ભાભરના બુરેઠા ગામનો ભરત પ્રજાપતિને જે પોતાના ઘરે જ કલરીંગ પ્રિન્ટીંગ મશીન લાવીને નકલી નોટ છાપતો હતો.આરોપીએ અન્ય કોઈ જગ્યાએ આ નોટો વટાવી છે કે નહી તેને લઈ તપાસ હાથધરી છે.જિલ્લા પોલીસ વડાએ આ તપાસને લઈ એલસીબીને તપાસ સોંપી છે.ત્યારે આરોપી પાસેથી બે મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે.યુવાન પાસેથી 500ની 240 ડુપ્લીકેટ નોટો ઝડપાઈ હતી. કુલ નકલી નોટોની કિંમત 1,20,000 થાય છે.

22-05-2024ના રોજ સુરતમાંથી ઝડપાઈ ડુપ્લીકેટ નોટ

સુરત શહેર SOG, PCBનું સયુંકત ઓપરેશન હાથ ધરાયુ હતુ. જેમાં પોલીસે લાખો રૂપિયાની નોટો જપ્ત કરી હતી. તેમાં રૂપિયા 200 અને 500ના દરની ડુપ્લીકેટ નોટો જપ્ત કરાઇ હતી. જેમાં લીંબાયત વિસ્તારમાંથી ડુપ્લીકેટ નોટ છાપવાના સાધન પણ કબ્જે કરાયા હતા. પ્રિન્ટિંગ પ્રેસ ચલાવનારા નકલી નોટો છાપવાનો ખેલ પાડતા હતા.રૂપિયા 9 લાખની નકલી ચલણી નોટ ઝડપાઇ હતી. જેમાં ફિરોઝ શેખ સાથે ત્રણ આરોપી પાસેથી નકલી નોટ મળી આવી હતી. તેમાં સુરતમાંથી ડુપ્લીકેટ નોટ છાપવાનુ કારખાનુ ઝડપાયું હતું. નકલી નોટો સાથે 3 લોકોની ધરકપડ કરી હતી. તથા એક આરોપીને વોન્ડેટ જાહેર કરાયો હતો.