પેરિસમાં નક્કી કરેલી ક્લાઈમેટ કમિટમેન્ટની ડેડલાઈન ભારતે નવ વર્ષ વહેલી હાંસલ કરીઃ PM મોદી

PM Narendra Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ગ્લોબલ રિ-ઈન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત કરાવી હતી.  આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સૂર્ય ઊર્જાનું મહત્ત્વ સમજાવતા કહ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાત ગ્રીન હાઇડ્રોજન હબ બને તે માટે  ઊર્જા સંગ્રહ માટે રાજ્યમાં 50 જગ્યા નક્કી કરવામાં આવી છે. તે અંતર્ગત ભારત આગામી સમયમાં 31 હજાર મેગા વોટ ઊર્જાનું ઉત્પાદન કરશે. ગુજરાતની ધરતી પર શ્વેત ક્રાંતિનો ઉદય થયો હતો. હવે ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે, જેણે ભારતમાં પહેલી સોલાર પોલિસી ઘડી. દેશમાં સૂર્ય ઊર્જાની વાત પણ નહોતી થતી, ત્યારે ગુજરાતમાં સેંકડો સોલર પ્લાન્ટ લાગી ચૂક્યા હતા. વિદેશી મહેમાનોને મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લેઃ મોદીવડાપ્રધાન મોદીએ મહાત્મા મંદિરમાં હાજર વિદેશી મહેમાનોને મોઢેરાના હજારો વર્ષ જૂના સૂર્યમંદિર અને સોલાર વિલેજની મુલાકાત લેવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘તમે બધા અયોધ્યા વિશે ઘણું જાણો છો. તે ભગવાન રામની જન્મભૂમિ છે. હવે હું ઉત્તર પ્રદેશનો બની ગયો છું, અમારો પ્રયત્ન છે કે અયોધ્યામાં દરેક ઘરમાં સોલાર પેનલ હોય. આગામી દિવસોમાં ભારતના 17 શહેર સોલાર સિટી તરીકે બનવા જઇ રહ્યા છે. રિન્યુએબલ એનર્જીના ઉત્પાદનમાં ગુજરાતનું 100 GWનું લક્ષ્યરિન્યુએબલ એનર્જી ક્ષેત્રે વિદેશી રોકાણકારોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘ભારત ખરેખર તમારા માટે સારા રિટર્નની ગેરન્ટી છે. ભારત G-20 માં પહેલો એવો દેશ છે, જેણે પેરિસમાં નક્કી કરેલી ક્લાઇમેન્ટ કમિટમેન્ટની ડેડલાઇન 9 વર્ષ પહેલાં હાંસલ કરી લીધી છે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના સાથે જોડાનારા દરેક પરિવાર ક્લાઇમેન્ટ ચેન્જ સાથે મુકાબલો કરવામાં પણ મોટું યોગદાન આપશે. રિન્યુએબલ એનર્જીના ઉત્પાદનમાં ગુજરાતે 100 ગીગા વૉટ સુધી પહોંચવાનો સંકલ્પ કર્યો છે.’આ પણ વાંચો : અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સાંજે 7:20 સુધી જ દોડશે, GNLUથી ગિફ્ટ સિટી 10 મિનિટમાં પહોંચાશેભારતનું દરેક ઘર પાવર પ્રોડ્યુસર બનશે સૌર ઊર્જાનું મહત્ત્વ સમજાવતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ‘2030 સુધી રિન્યુએબલ એનર્જી પાર પાડવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. પીએમ સૂર્ય ઘર વીજળી યોજનાનો અભ્યાસ કરવો જોઇએ. આ યોજના થકી ભારતનું દરેક ઘર પાવર પ્રોડ્યુસર બનવા જઇ રહ્યું છે. 3 લાખથી વધુ ઘરમાં આ યોજના થકી સોલાર ઇન્સ્ટોલેશનનું કામ પૂરૂં થઇ ગયું છે. એક નાનકડો પરિવાર સરેરાશ 250 યુનિટની વીજળીની ખપત કરે છે, જે હવે 25 હજાર રૂપિયા બચત કરશે. ગ્રીન જોબની તકો ઘણી ઝડપથી વધશે, વેન્ડરોની જરૂર પડશે. આ યોજના થકી 20 લાખ રોજગારીનું સર્જન થશે.સૌર ઊર્જા થકી દીકરીનું ભવિષ્ય સુરક્ષિત થશે આ યોજના થકી બચતનું મહત્ત્વ સમજાવતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘ઘરમાં દીકરીનો જન્મ થાય, ત્યારે આ રકમ પીએફ ખાતામાં મૂકી શકાશે. દીકરી 20 વર્ષની થાય ત્યારે આ નાની રકમ રૂ. 10-12 લાખ જેટલી થઇ ગઇ હશે અને દીકરીના ભવિષ્ય માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.’આ પણ વાંચો : મેડિકલ કમિશને જાહેર કરી નવી ગાઈડલાઈન, હવે રાજ્ય બહારના પરીક્ષકો વાયવા લેશેભારતમાં 31 હજાર મેગા વોટ ગ્રીન એનર્જીનું ઉત્પાદન આ દરમિયાન વડાપ્રધાન મોદીએ તેમની સરકારના ત્રીજા કાર્યકાળની પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘60 વર્ષ પછી પહેલીવાર કોઈ સરકાર ત્રીજી વાર ચૂંટાઇ છે. 140 કરોડ ભારતીયો દેશને વિશ્વના ટોપ થ્રી ઇકોનોમીમાં પહોંચાડવાના સંકલ્પ સાથે કામ કરે છે. આ ઇવેન્ટ પણ એક એક્શન પ્લાન છે. અહીં આગામી 3 દિવસ સુધી એનર્જીના ફ્યુચર, ટેકનોલોજી અને પોલિસી પર ગંભીર ચર્ચા થશે. ભારતના ઝડપી વિકાસ માટે અમે દરેક સેક્ટર અને ફેક્ટર તપાસ્યા છે. અમે આગામી ત્રણ વર્ષમાં 7 કરોડ ઘર બનાવવાનું પણ લક્ષ્ય રાખ્યું છે. ગ્રીન એનર્જી માટે મોટા નિર્ણય લેવામાં આવ્યા છે, જેમાં ભારત આગામી સમયમાં 31 હજાર મેગા વોટ પાવરનું ઉત્પાદન કરશે. પહેલા જ 100 દિવસમાં અમે અમારું વિઝન સાબિત કરી દીધું હતું. અમે શરૂઆતના દિવસોમાં જ અનેક હાઈસ્પિડ કોરિડોરને પણ મંજૂરી આપી દીધી છે. આપણા માટે ક્લાઈમેટ ચેન્જ ફેન્સી વર્ડ નથી  વડાપ્રધાને ક્લિન એનર્જીની વાત કરી વખતે મહાત્મા ગાંધીને પણ યાદ કર્યા. તેમણે કહ્યું કે, ‘આ મહાત્મા મંદિરનું નામ ગાંધીજીના નામે છે.  મહાત્મા ગાંધીના જીવનના પાયામાં મિનિમમ કાર્બન ફૂટ પ્રિન્ટ હતું. આપણે પણ માનવજાતના ભવિષ્યની ચિંતા કરવાની છે અને આપણા એ જ સંસ્કાર છે. ભારત આગામી એક હજાર વર્ષનો આધાર તૈયાર કરી રહ્યું છે. ગુજરાતની ધરતી પર શ્વેત ક્રાંતિનો ઉદય થયો હતો. હવે ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે, જેણે ભારતમાં પહેલી સોલાર પોલિસી ઘડી હતી. આપણા માટે ક્લાઈમેટ ચેન્જ ફેન્સી વર્ડ નથી.’આ યોજનાથી દરેક ઘર પાવર પ્રોડ્યુસર બની જશેઆ અંગે વધુ વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘અમારું લક્ષ્ય ફક્ત ટોચે પહોંચવાનું નથી. ગ્રીન પાવરના આધારે અમે ભવિષ્ય સુરક્ષિત રાખવા ઈચ્છીએ છીએ. જે વિકાસશીલ દેશો નથી કરી શક્યા, તે ભારતે કરી બતાવ્યું છે. રૂફ ટોપ સોલાર યોજનાથી દેશના તમામ ઘર પાવર પ્રોજેક્ટ બની જશે. અત્યાર સુધી સવા ત્રણ લાખ ઘરોમાં સોલાર ઈન્સ્ટોલેશન થઈ ગયું છે. આ યોજનાથી 20 લાખ રોજગારીનું પણ સર્જન થશે. આ માટે ત્રણ લાખ યુવાનોને પણ તાલીમ આપીને તૈયાર કરાશે.’સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓ સાથે પણ વાત કરી મહાત્મા મંદિરમાં સંબોધન કરતા પહેલા વડાપ્રધાન મોદીએ 16 સપ્ટેમ્બરે સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરની મુલાકાત લીધી હતી. તેમણે ગાંધીનગરના વાવોલની શાલિન-2 સોસાયટીમાં એક બંગલૉ પર લગાવેલી સોલાર પેનલ નિહાળી હતી. અહીં તેમણે આ યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ મુલાકાતમાં તેમણે લાભાર્થીઓને મળતા લાભ સંબંધિત જાણકારી લીધી હતી. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ પણ હાજરવડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસમાં અનેક વીવીઆઈપી નેતાઓ હાજર છે. રિ-ઈન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટમાં ભાગ લેવા માટે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને ચંદ્રબાબુ નાયડુનું પણ વહેલી સવારે જ આગમન થઈ ચૂક્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિરમાં પ્રદર્શન નિહાળ્યું હતું અન

પેરિસમાં નક્કી કરેલી ક્લાઈમેટ કમિટમેન્ટની ડેડલાઈન ભારતે નવ વર્ષ વહેલી હાંસલ કરીઃ PM મોદી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

PM Narendra Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ગ્લોબલ રિ-ઈન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત કરાવી હતી.  આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સૂર્ય ઊર્જાનું મહત્ત્વ સમજાવતા કહ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાત ગ્રીન હાઇડ્રોજન હબ બને તે માટે  ઊર્જા સંગ્રહ માટે રાજ્યમાં 50 જગ્યા નક્કી કરવામાં આવી છે. તે અંતર્ગત ભારત આગામી સમયમાં 31 હજાર મેગા વોટ ઊર્જાનું ઉત્પાદન કરશે. ગુજરાતની ધરતી પર શ્વેત ક્રાંતિનો ઉદય થયો હતો. હવે ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે, જેણે ભારતમાં પહેલી સોલાર પોલિસી ઘડી. દેશમાં સૂર્ય ઊર્જાની વાત પણ નહોતી થતી, ત્યારે ગુજરાતમાં સેંકડો સોલર પ્લાન્ટ લાગી ચૂક્યા હતા. 

વિદેશી મહેમાનોને મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લેઃ મોદી

વડાપ્રધાન મોદીએ મહાત્મા મંદિરમાં હાજર વિદેશી મહેમાનોને મોઢેરાના હજારો વર્ષ જૂના સૂર્યમંદિર અને સોલાર વિલેજની મુલાકાત લેવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘તમે બધા અયોધ્યા વિશે ઘણું જાણો છો. તે ભગવાન રામની જન્મભૂમિ છે. હવે હું ઉત્તર પ્રદેશનો બની ગયો છું, અમારો પ્રયત્ન છે કે અયોધ્યામાં દરેક ઘરમાં સોલાર પેનલ હોય. આગામી દિવસોમાં ભારતના 17 શહેર સોલાર સિટી તરીકે બનવા જઇ રહ્યા છે.

રિન્યુએબલ એનર્જીના ઉત્પાદનમાં ગુજરાતનું 100 GWનું લક્ષ્ય

રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે વિદેશી રોકાણકારોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘ભારત ખરેખર તમારા માટે સારા રિટર્નની ગેરન્ટી છે. ભારત G-20 માં પહેલો એવો દેશ છે, જેણે પેરિસમાં નક્કી કરેલી ક્લાઇમેન્ટ કમિટમેન્ટની ડેડલાઇન 9 વર્ષ પહેલાં હાંસલ કરી લીધી છે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના સાથે જોડાનારા દરેક પરિવાર ક્લાઇમેન્ટ ચેન્જ સાથે મુકાબલો કરવામાં પણ મોટું યોગદાન આપશે. રિન્યુએબલ એનર્જીના ઉત્પાદનમાં ગુજરાતે 100 ગીગા વૉટ સુધી પહોંચવાનો સંકલ્પ કર્યો છે.’

આ પણ વાંચો : અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સાંજે 7:20 સુધી જ દોડશે, GNLUથી ગિફ્ટ સિટી 10 મિનિટમાં પહોંચાશે

ભારતનું દરેક ઘર પાવર પ્રોડ્યુસર બનશે 


સૌર ઊર્જાનું મહત્ત્વ સમજાવતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ‘2030 સુધી રિન્યુએબલ એનર્જી પાર પાડવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. પીએમ સૂર્ય ઘર વીજળી યોજનાનો અભ્યાસ કરવો જોઇએ. આ યોજના થકી ભારતનું દરેક ઘર પાવર પ્રોડ્યુસર બનવા જઇ રહ્યું છે. 3 લાખથી વધુ ઘરમાં આ યોજના થકી સોલાર ઇન્સ્ટોલેશનનું કામ પૂરૂં થઇ ગયું છે. એક નાનકડો પરિવાર સરેરાશ 250 યુનિટની વીજળીની ખપત કરે છે, જે હવે 25 હજાર રૂપિયા બચત કરશે. ગ્રીન જોબની તકો ઘણી ઝડપથી વધશે, વેન્ડરોની જરૂર પડશે. આ યોજના થકી 20 લાખ રોજગારીનું સર્જન થશે.

સૌર ઊર્જા થકી દીકરીનું ભવિષ્ય સુરક્ષિત થશે

આ યોજના થકી બચતનું મહત્ત્વ સમજાવતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘ઘરમાં દીકરીનો જન્મ થાય, ત્યારે આ રકમ પીએફ ખાતામાં મૂકી શકાશે. દીકરી 20 વર્ષની થાય ત્યારે આ નાની રકમ રૂ. 10-12 લાખ જેટલી થઇ ગઇ હશે અને દીકરીના ભવિષ્ય માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.’

આ પણ વાંચો : મેડિકલ કમિશને જાહેર કરી નવી ગાઈડલાઈન, હવે રાજ્ય બહારના પરીક્ષકો વાયવા લેશે

ભારતમાં 31 હજાર મેગા વોટ ગ્રીન એનર્જીનું ઉત્પાદન 

આ દરમિયાન વડાપ્રધાન મોદીએ તેમની સરકારના ત્રીજા કાર્યકાળની પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘60 વર્ષ પછી પહેલીવાર કોઈ સરકાર ત્રીજી વાર ચૂંટાઇ છે. 140 કરોડ ભારતીયો દેશને વિશ્વના ટોપ થ્રી ઇકોનોમીમાં પહોંચાડવાના સંકલ્પ સાથે કામ કરે છે. આ ઇવેન્ટ પણ એક એક્શન પ્લાન છે. અહીં આગામી 3 દિવસ સુધી એનર્જીના ફ્યુચર, ટેકનોલોજી અને પોલિસી પર ગંભીર ચર્ચા થશે. ભારતના ઝડપી વિકાસ માટે અમે દરેક સેક્ટર અને ફેક્ટર તપાસ્યા છે. અમે આગામી ત્રણ વર્ષમાં 7 કરોડ ઘર બનાવવાનું પણ લક્ષ્ય રાખ્યું છે. ગ્રીન એનર્જી માટે મોટા નિર્ણય લેવામાં આવ્યા છે, જેમાં ભારત આગામી સમયમાં 31 હજાર મેગા વોટ પાવરનું ઉત્પાદન કરશે. પહેલા જ 100 દિવસમાં અમે અમારું વિઝન સાબિત કરી દીધું હતું. અમે શરૂઆતના દિવસોમાં જ અનેક હાઈસ્પિડ કોરિડોરને પણ મંજૂરી આપી દીધી છે. 

આપણા માટે ક્લાઈમેટ ચેન્જ ફેન્સી વર્ડ નથી  

વડાપ્રધાને ક્લિન એનર્જીની વાત કરી વખતે મહાત્મા ગાંધીને પણ યાદ કર્યા. તેમણે કહ્યું કે, ‘આ મહાત્મા મંદિરનું નામ ગાંધીજીના નામે છે.  મહાત્મા ગાંધીના જીવનના પાયામાં મિનિમમ કાર્બન ફૂટ પ્રિન્ટ હતું. આપણે પણ માનવજાતના ભવિષ્યની ચિંતા કરવાની છે અને આપણા એ જ સંસ્કાર છે. ભારત આગામી એક હજાર વર્ષનો આધાર તૈયાર કરી રહ્યું છે. ગુજરાતની ધરતી પર શ્વેત ક્રાંતિનો ઉદય થયો હતો. હવે ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે, જેણે ભારતમાં પહેલી સોલાર પોલિસી ઘડી હતી. આપણા માટે ક્લાઈમેટ ચેન્જ ફેન્સી વર્ડ નથી.’

આ યોજનાથી દરેક ઘર પાવર પ્રોડ્યુસર બની જશે

આ અંગે વધુ વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘અમારું લક્ષ્ય ફક્ત ટોચે પહોંચવાનું નથી. ગ્રીન પાવરના આધારે અમે ભવિષ્ય સુરક્ષિત રાખવા ઈચ્છીએ છીએ. જે વિકાસશીલ દેશો નથી કરી શક્યા, તે ભારતે કરી બતાવ્યું છે. રૂફ ટોપ સોલાર યોજનાથી દેશના તમામ ઘર પાવર પ્રોજેક્ટ બની જશે. અત્યાર સુધી સવા ત્રણ લાખ ઘરોમાં સોલાર ઈન્સ્ટોલેશન થઈ ગયું છે. આ યોજનાથી 20 લાખ રોજગારીનું પણ સર્જન થશે. આ માટે ત્રણ લાખ યુવાનોને પણ તાલીમ આપીને તૈયાર કરાશે.’

સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓ સાથે પણ વાત કરી 

મહાત્મા મંદિરમાં સંબોધન કરતા પહેલા વડાપ્રધાન મોદીએ 16 સપ્ટેમ્બરે સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરની મુલાકાત લીધી હતી. તેમણે ગાંધીનગરના વાવોલની શાલિન-2 સોસાયટીમાં એક બંગલૉ પર લગાવેલી સોલાર પેનલ નિહાળી હતી. અહીં તેમણે આ યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ મુલાકાતમાં તેમણે લાભાર્થીઓને મળતા લાભ સંબંધિત જાણકારી લીધી હતી.

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ પણ હાજર

વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસમાં અનેક વીવીઆઈપી નેતાઓ હાજર છે. રિ-ઈન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટમાં ભાગ લેવા માટે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને ચંદ્રબાબુ નાયડુનું પણ વહેલી સવારે જ આગમન થઈ ચૂક્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિરમાં પ્રદર્શન નિહાળ્યું હતું અને ચરખો પણ ચલાવ્યો હતો. ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  શાલ ઓઢાડીને તેમનું સ્વાગત કર્યું હતું.

આજે બપોરે જીએમડીસી ગ્રાઉન્ડમાં સંબોધન 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (16મી સપ્ટેમ્બર) સવારે 10 વાગ્યે મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રી-ઈન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત કરાવશે. આ પછી બપોરે 12 વાગ્યે રાજભવન જશે. ત્યારબાદ બપોરે 1:30 વાગ્યે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી આપશે. અને સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી કરશે. તો 3:30 વાગ્યે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલનમાં હાજરી આપશે. જ્યાં 8 હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરશે. સાંજે 6 વાગ્યે રાજભવન જશે.

અન્ય વિકાસકાર્યોનો પણ શિલાન્યાસ-ખાતમુહૂર્ત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15મી સપ્ટેમ્બરે અમદાવાદ એરપોર્ટ પરથી મુખ્યમંત્રી સાથે વડસર જવા રવાના થયા હતા. ત્યાં તેમણે વડસર એરફોર્સ સ્ટેશન અને નવા ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. બાદમાં તેઓ રાજભવન પહોંચ્યા હતા, જ્યાં તેમણે અનેક નેતાઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. વડાપ્રધાન મોદીએ રાજભવનમાં જ રાત્રિરોકાણ કર્યું હતું. હવે તેઓ ગુજરાતમાં અન્ય વિકાસ કામોના શિલાન્યાસ અને ખાતમુહૂર્ત કરશે.