Gandhinagar: 115 જગ્યાએ દરોડા, 3.8 કરોડનું 32 ટન અખાદ્ય ઘી જપ્ત
તહેવારોમાં રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળી રહે તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સતર્ક બન્યું છે. વિભાગના અધિકારીઓ દ્વારા રાજ્યમાં અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. જેમાંથી અનેક અખાદ્ય ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ના થાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી છે. આ બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર એસ. જી. કોશિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધી 115 ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા છે. જે દરમિયાન 233 ટન મટીરીયલ જપ્ત કરી નાશ કરવામાં આવ્યું છે. તેમજ અમુક નમૂના લઇને લેબમાં મોકલવામાં આવ્યાં છે. લેબના પરિણામના આધારે જો નમૂના ફેલ થશે તો વેપારીઓને સજા કરવામાં આવશે. 1 કરોડ રૂપિયા જેટલો દંડ અત્યાર સુધી કરવામાં આવ્યો છે. બનાસકાંઠામા સૌથી વધુ દંડ કરવામાં આવ્યો છે. નવરાત્રિમાં રાત્રે પણ ચકાસણી કરવામાં આવી હતી. અમારી કામગીરી આ કાયમી ધોરણે ચાલુ હોય છે. આ તહેવારોમાં ૩૨ ટન અખાદ્ય ઘી જપ્ત કરાયું છે. જેની કિંમત 3.8 કરોડ જેટલી થાય છે. 36 ટન મીઠો માવો જપ્ત કરાયો છે. તેમજ ડી માર્ટના ગોડાઉનમાંથી અખાદ્ય ડ્રાયફ્રૂટ જપ્ત કરાયું છે. પાટણમાં ભેળસેળિયા વેપારીઓ પર ફૂડ વિભાગની તવાઈ પાટણ જિલ્લામાં દિવાળીના ટાણે ભેળસેળિયા વેપારીઓ સામે ફૂડ વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. સિદ્ધપુરમાંથી વધુ એક શંકાસ્પદ ઘી નો જથ્થો ઝડપાયો છે. સિધ્ધપુર હાઇવે જંબેશ્વર હોટલ પાસેથી ટેમ્પામાંથી 297 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરાયું છે. પાટણ ફૂડ વિભાગની ટીમે રેડ કરી રૂ.53,359નો 297 કિલો શંકાસ્પદ ઘીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કાણોદરના નજરમહંમદ ગુલામહુસેન ભોરણીયા દ્વારા ઘીનો જથ્થો ટેમ્પોમાં લાવવામાં આવ્યો હતો. વદાણી ખાતે ખુશ્બુ એન્ટરપ્રાઇઝમાંથી જથ્થો સિઝ કરી બે સેમ્પલ લઈ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. ડીસામાં ત્રણ પેઢીઓ પર ફૂડ વિભાગના દરોડા બનાસકાંઠાના ડીસામાં જીઆઇડીસી વિસ્તારમાં ખાદ્ય તેલ અને ઘીનું પ્રોડક્શન કરતા ત્રણ એકમો પર ફૂડ વિભાગે દરોડા પાડયા છે. જ્યાંથી શંકાસ્પદ જણાતા ઘી અને તેલના સેમ્પલ લઈ કેટલોક જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. દિવાળીના તહેવારો નજીક આવતા ફૂડ વિભાગ દ્વારા સક્રિયતા દાખવી ખાદ્ય પદાર્થો બનાવતા એકમોની ઓચિંતિ તપાસ હાથ ધરાતા તાજેતરમાં જ ડીસામાં 36 લાખની કિંમતનો શંકાસ્પદ માવો મળી આવ્યો હતો. ત્યારે ફૂડ વિભાગે ડીસામાં તેલ અને ઘી બનાવતા એકમો પર પણ મોડી રાત્રે દરોડા પાડ્યા હતા. ડીસા જીઆઇડી વિસ્તારમાં આવેલી અમર ઈન્ડસ્ટ્રીઝ, તાશ્વી માર્કેટિંગ અને વેદાંત ફૂડ પ્રોડક્ટ નામના યુનિટમા ગુરુવારે મોડી રાત્રે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ત્રણેય એકમો તેલ અને ઘી બનાવતા હોવાથી મોટાપાયે ભેળસેળ કરતા હોવાનું માલુમ પડ્યું હતું. જેથી શંકાસ્પદ ઘી અને ખાદ્યતેલનો જથ્થો સીઝ કર્યો છે. ફૂડ વિભાગે કુલ રૂપિયા 28.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે સાથે 10,638 કિલો શંકાસ્પદ ઘી-તેલનો જથ્થો સીઝ કરાયો છે. સિઝ કરાયેલા જથ્થામાં પરિવાર કાઉ પ્યોર ઘી, વેદાંત કાઉ ઘી નામની બ્રાન્ડના નમૂના લેવાયા છે. તહેવારો નજીક આવતાની સાથે ફૂડ વિભાગ સક્રિય બન્યું છે. જેમાં ત્રણ અલગ-અલગ પેઢીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. પરિવાર કાઉ પ્યોર ઘી અને પરિવાર પ્યોર ઘીના નમૂના લેવામાં આવ્યા છે. ડીસા જીઆઇડીસીમાં આવેલ અમર ઇન્ડસ્ટ્રીઝમાંથી રીફાઈન સોયાબીન ઓઇલનો જથ્થો સીઝ કરાયો છે. જિલ્લા ફૂડ વિભાગ દ્વારા મોડીરાત સુધી તપાસ હાથ ધરાઈ હતી અને નમૂના લેવામાં આવ્યા છે. જેથી અન્ય વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
તહેવારોમાં રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળી રહે તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સતર્ક બન્યું છે. વિભાગના અધિકારીઓ દ્વારા રાજ્યમાં અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. જેમાંથી અનેક અખાદ્ય ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ના થાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી છે.
આ બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર એસ. જી. કોશિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધી 115 ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા છે. જે દરમિયાન 233 ટન મટીરીયલ જપ્ત કરી નાશ કરવામાં આવ્યું છે. તેમજ અમુક નમૂના લઇને લેબમાં મોકલવામાં આવ્યાં છે. લેબના પરિણામના આધારે જો નમૂના ફેલ થશે તો વેપારીઓને સજા કરવામાં આવશે. 1 કરોડ રૂપિયા જેટલો દંડ અત્યાર સુધી કરવામાં આવ્યો છે. બનાસકાંઠામા સૌથી વધુ દંડ કરવામાં આવ્યો છે. નવરાત્રિમાં રાત્રે પણ ચકાસણી કરવામાં આવી હતી. અમારી કામગીરી આ કાયમી ધોરણે ચાલુ હોય છે. આ તહેવારોમાં ૩૨ ટન અખાદ્ય ઘી જપ્ત કરાયું છે. જેની કિંમત 3.8 કરોડ જેટલી થાય છે. 36 ટન મીઠો માવો જપ્ત કરાયો છે. તેમજ ડી માર્ટના ગોડાઉનમાંથી અખાદ્ય ડ્રાયફ્રૂટ જપ્ત કરાયું છે.
પાટણમાં ભેળસેળિયા વેપારીઓ પર ફૂડ વિભાગની તવાઈ
પાટણ જિલ્લામાં દિવાળીના ટાણે ભેળસેળિયા વેપારીઓ સામે ફૂડ વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. સિદ્ધપુરમાંથી વધુ એક શંકાસ્પદ ઘી નો જથ્થો ઝડપાયો છે. સિધ્ધપુર હાઇવે જંબેશ્વર હોટલ પાસેથી ટેમ્પામાંથી 297 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરાયું છે. પાટણ ફૂડ વિભાગની ટીમે રેડ કરી રૂ.53,359નો 297 કિલો શંકાસ્પદ ઘીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કાણોદરના નજરમહંમદ ગુલામહુસેન ભોરણીયા દ્વારા ઘીનો જથ્થો ટેમ્પોમાં લાવવામાં આવ્યો હતો. વદાણી ખાતે ખુશ્બુ એન્ટરપ્રાઇઝમાંથી જથ્થો સિઝ કરી બે સેમ્પલ લઈ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા.
ડીસામાં ત્રણ પેઢીઓ પર ફૂડ વિભાગના દરોડા
બનાસકાંઠાના ડીસામાં જીઆઇડીસી વિસ્તારમાં ખાદ્ય તેલ અને ઘીનું પ્રોડક્શન કરતા ત્રણ એકમો પર ફૂડ વિભાગે દરોડા પાડયા છે. જ્યાંથી શંકાસ્પદ જણાતા ઘી અને તેલના સેમ્પલ લઈ કેટલોક જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.
દિવાળીના તહેવારો નજીક આવતા ફૂડ વિભાગ દ્વારા સક્રિયતા દાખવી ખાદ્ય પદાર્થો બનાવતા એકમોની ઓચિંતિ તપાસ હાથ ધરાતા તાજેતરમાં જ ડીસામાં 36 લાખની કિંમતનો શંકાસ્પદ માવો મળી આવ્યો હતો. ત્યારે ફૂડ વિભાગે ડીસામાં તેલ અને ઘી બનાવતા એકમો પર પણ મોડી રાત્રે દરોડા પાડ્યા હતા. ડીસા જીઆઇડી વિસ્તારમાં આવેલી અમર ઈન્ડસ્ટ્રીઝ, તાશ્વી માર્કેટિંગ અને વેદાંત ફૂડ પ્રોડક્ટ નામના યુનિટમા ગુરુવારે મોડી રાત્રે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ત્રણેય એકમો તેલ અને ઘી બનાવતા હોવાથી મોટાપાયે ભેળસેળ કરતા હોવાનું માલુમ પડ્યું હતું. જેથી શંકાસ્પદ ઘી અને ખાદ્યતેલનો જથ્થો સીઝ કર્યો છે. ફૂડ વિભાગે કુલ રૂપિયા 28.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે સાથે 10,638 કિલો શંકાસ્પદ ઘી-તેલનો જથ્થો સીઝ કરાયો છે. સિઝ કરાયેલા જથ્થામાં પરિવાર કાઉ પ્યોર ઘી, વેદાંત કાઉ ઘી નામની બ્રાન્ડના નમૂના લેવાયા છે.
તહેવારો નજીક આવતાની સાથે ફૂડ વિભાગ સક્રિય બન્યું છે. જેમાં ત્રણ અલગ-અલગ પેઢીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. પરિવાર કાઉ પ્યોર ઘી અને પરિવાર પ્યોર ઘીના નમૂના લેવામાં આવ્યા છે. ડીસા જીઆઇડીસીમાં આવેલ અમર ઇન્ડસ્ટ્રીઝમાંથી રીફાઈન સોયાબીન ઓઇલનો જથ્થો સીઝ કરાયો છે. જિલ્લા ફૂડ વિભાગ દ્વારા મોડીરાત સુધી તપાસ હાથ ધરાઈ હતી અને નમૂના લેવામાં આવ્યા છે. જેથી અન્ય વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.