Ahmedabadના ફૂડ વિભાગના અધિકારીની કામગીરીમા વધારો, શાકભાજી અને ફળોનું પણ કરાશે ચેકિંગ
તહેવાર આવે એટલે AMCને શહેરના લોકોના આરોગ્યની ચિંતા થવા લાગે છે.અને ચેકીંગ શરૂ કરવામાં આવે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી જે રીતે ફરિયાદો વધી છે ત્યારે ફૂડ વિભાગના અધિકારીઓની કામગીરીમાં વધારો કરવામાં આવ્યો છે.હવે તૈયાર ખાદ્ય પદાર્થો જ નહી પરંતુ શાકભાજી અને ફળોનું પણ ચેકીંગ કરવામાં આવશે આખરે કેમ જરૂરિયાત ઊભી થઈ આવો જાણીએ. વસ્તુઓનો કરાશે નાશ AMC સત્તાધીશો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે તૈયાર ખાદ્ય પદાર્થ ,દહી, દૂધ, માવામાથી બનતી મીઠાઈ ફરસાણ સહિતની વસ્તુઓનો સમયાંતરે ચેકીંગ કરવામાં આવે છે અને બિન આરોગ્યપ્રદ હોય તો તેનો નાશ કરી કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવે છે.પરંતુ હવે શાક માર્કેટ અને ફ્રૂટ બજારમાં જઈને AMCફૂડ વિભાગ ચેકીંગ કરશે અને જો તે ખાવા લાયક નહી હોય તો તેનો નાશ કરી વેપારી સામે કાયદેસર કાર્યવાહી કરશે એટલે કે છૂટક હોટલ જ્યુસ સેન્ટર કે પકોડીનાં વેપારીઓ સુધીએ વસ્તુ પહોંચે એ પહેલા જ તેનો નાશ થઈ જાય. ફરિયાદો વધતા લેવાયો નિર્ણયમહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી એવી ફરિયાદો વધી હતી કે બિન આરોગ્યપ્રદ શાકભાજી અને ફ્રૂટનું વેચાણ વધી રહ્યું છે.શાકભાજી ફ્રૂટ હોલસેલના વેપારીઓ સી કેટેગરીનું શાકભાજી અને ફ્રૂટ અલગ રાખે છે અને તેને સસ્તામાં હોટલ, પકોડી ફ્રૂટ જ્યુસના વેપારીઓ અને લારીઓ વાળાને વેચી દે છે જેથી આ નિર્ણય લેવાની ફરજ પડી છે.. ગત નવરાત્રી પહેલા AMC ફૂડ વિભાગે કરેલી કામગીરી પર નજર કરીએ તો 01-શહેરમાં 448 સ્થળો પર તપાસ કરવામાં આવી 02-177 એકમને નોટીશ સ્વચ્છતા બાબતે ફટકારી 93500 નો દંડ વસુલયો 03-228 કિલો માવા મીઠાઈ અને 194 લીકવિડ સ્વીટ નો નાશ કરાયો 04-93 સ્થળો પરથી શંકાસ્પદ વસ્તુઓમાં સેમ્પલ લેવામાં આવ્યા 05-આવા બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થ ખાસ તો શાકભાજી અને ફ્રૂટ ખાવાથી શરીર માં નુકશાન થતું હોય છે 06-યોગ્ય રીતે નાં પકવેલા કે ગુણવતા યુક્તના હોય તેવા શાકભાજી અને ફ્રૂટ આરોગવાથી ઘણી વખત કેન્સર જેવી ગંભીર બીમારીઓ થતી હોય છે 07-પેટ, બ્લડ પ્રેશર , કોલેસ્ટ્રોલ , એસિડિટી જેવા રોગ નું ઘર શરીર બની જતું હોય છે કાયમી ધોરણે કરાશે કામગીરી આમ અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન દ્વારા શાકભાજી અને ફ્રૂટનું ચેકીંગ શરૂ કરવામાં આવનાર છે એ સારી બાબત છે પરંતુ તે કામગીરી માત્ર તહેવારો પૂરતીનાં રાખી કાયમી ધોરણે થાય તે જરૂરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
તહેવાર આવે એટલે AMCને શહેરના લોકોના આરોગ્યની ચિંતા થવા લાગે છે.અને ચેકીંગ શરૂ કરવામાં આવે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી જે રીતે ફરિયાદો વધી છે ત્યારે ફૂડ વિભાગના અધિકારીઓની કામગીરીમાં વધારો કરવામાં આવ્યો છે.હવે તૈયાર ખાદ્ય પદાર્થો જ નહી પરંતુ શાકભાજી અને ફળોનું પણ ચેકીંગ કરવામાં આવશે આખરે કેમ જરૂરિયાત ઊભી થઈ આવો જાણીએ.
વસ્તુઓનો કરાશે નાશ
AMC સત્તાધીશો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે તૈયાર ખાદ્ય પદાર્થ ,દહી, દૂધ, માવામાથી બનતી મીઠાઈ ફરસાણ સહિતની વસ્તુઓનો સમયાંતરે ચેકીંગ કરવામાં આવે છે અને બિન આરોગ્યપ્રદ હોય તો તેનો નાશ કરી કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવે છે.પરંતુ હવે શાક માર્કેટ અને ફ્રૂટ બજારમાં જઈને AMCફૂડ વિભાગ ચેકીંગ કરશે અને જો તે ખાવા લાયક નહી હોય તો તેનો નાશ કરી વેપારી સામે કાયદેસર કાર્યવાહી કરશે એટલે કે છૂટક હોટલ જ્યુસ સેન્ટર કે પકોડીનાં વેપારીઓ સુધીએ વસ્તુ પહોંચે એ પહેલા જ તેનો નાશ થઈ જાય.
ફરિયાદો વધતા લેવાયો નિર્ણય
મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી એવી ફરિયાદો વધી હતી કે બિન આરોગ્યપ્રદ શાકભાજી અને ફ્રૂટનું વેચાણ વધી રહ્યું છે.શાકભાજી ફ્રૂટ હોલસેલના વેપારીઓ સી કેટેગરીનું શાકભાજી અને ફ્રૂટ અલગ રાખે છે અને તેને સસ્તામાં હોટલ, પકોડી ફ્રૂટ જ્યુસના વેપારીઓ અને લારીઓ વાળાને વેચી દે છે જેથી આ નિર્ણય લેવાની ફરજ પડી છે..
ગત નવરાત્રી પહેલા AMC ફૂડ વિભાગે કરેલી કામગીરી પર નજર કરીએ તો
01-શહેરમાં 448 સ્થળો પર તપાસ કરવામાં આવી
02-177 એકમને નોટીશ સ્વચ્છતા બાબતે ફટકારી 93500 નો દંડ વસુલયો
03-228 કિલો માવા મીઠાઈ અને 194 લીકવિડ સ્વીટ નો નાશ કરાયો
04-93 સ્થળો પરથી શંકાસ્પદ વસ્તુઓમાં સેમ્પલ લેવામાં આવ્યા
05-આવા બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થ ખાસ તો શાકભાજી અને ફ્રૂટ ખાવાથી શરીર માં નુકશાન થતું હોય છે
06-યોગ્ય રીતે નાં પકવેલા કે ગુણવતા યુક્તના હોય તેવા શાકભાજી અને ફ્રૂટ આરોગવાથી ઘણી વખત કેન્સર જેવી ગંભીર બીમારીઓ થતી હોય છે
07-પેટ, બ્લડ પ્રેશર , કોલેસ્ટ્રોલ , એસિડિટી જેવા રોગ નું ઘર શરીર બની જતું હોય છે
કાયમી ધોરણે કરાશે કામગીરી
આમ અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન દ્વારા શાકભાજી અને ફ્રૂટનું ચેકીંગ શરૂ કરવામાં આવનાર છે એ સારી બાબત છે પરંતુ તે કામગીરી માત્ર તહેવારો પૂરતીનાં રાખી કાયમી ધોરણે થાય તે જરૂરી છે.