BIG NEWS : રાજ્ય સરકારની જાહેરાત, વર્ષ 2005 પહેલાના કર્મીઓને મળશે OPSનો લાભ

Gandhinagar Cabinet Meeting : આજે (6 ઓક્ટોબર 2024) ગાંધીનગર ખાતે સચિવાલયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મોટા નિર્ણયો લેવાયા છે. કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં જગદીશ વર્મા અને બચુ ખાબડ હાજર રહ્યા. જેમાં તેમણે કેબિનેટના મહત્ત્વના નિર્ણયોની જાહેરાત કરી છે. વર્ષ 2005 પહેલાં ભરતી થયેલા રાજ્ય સરકારના કર્મચારીઓને જૂની પેન્શન યોજના (OPS)નો લાભ મળશે તેવી રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. 60,254 કર્મચારીઓને સીધો લાભ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે માહિતી આપી છે.2005 પહેલાના કર્મચારીઓને મળશે OPSનો લાભ : ઋષિકેશ પટેલપ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, આજે (રવિવાર) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગુજરાત સરકાર દ્વારા રાજ્ય સરકારના વિવિધ કર્મચારી મંડળોની રજૂઆતો સાંભળી હતી. 60,254 કર્મચારીને સીધો ફાયદો થાય તે માટે નિર્ણય લેવાયો છે. તારીખ 01-04-2005થી જેઓ નોકરી લાગ્યા હતા એમને પાંચ વર્ષનો લાભ ના મળતો હોવાનું લખ્યાં છતાં પણ આવા કર્મચારીઓની નિમણૂક થઈ હતી અને પાછળથી કાયમી થયા હતા તેમને  જૂની પેન્શન યોજના (OPS)નો લાભ આપવાનો નિર્ણય કર્યો છે. નિયમિત નિમણૂક થઈ ગઈ હોય કે નિમણૂક પ્રક્રિયા થઈ ગઈ હોય એને આ લાભ મળશે. આ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે. તેમને ઉચક મુસાફરી ભથ્થું 7માં પગારપંચ પ્રમાણે આપવામાં આવશે. તાત્કાલિક અસરથી સ્વીકારવામાં આવેલ મુદ્દાઓથી સરકારને 200 કરોડ રૂપિયાનો બોજો પડશે. હવે જે બાકીના મુદ્દા બાકી રહી ગયા છે જે આગળ વધારે અભ્યાસ કરી, કમિટી બેસી ખૂબ ઝડપથી નિર્ણય લેવાની સૂચના આપવામાં આવી છે. ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આનું ભારણ કેટલું આવશે તે નક્કી નથી પણ એનો પરિપત્ર સરકાર જલ્દી કરશે. ફિક્સ પે મુદ્દે મંત્રીએ જણાવ્યું કે ફિક્સ પેનો કોર્ટમાં મુદ્દો છે, તેનો નિર્ણય આવ્યા બાદ સરકાર કાર્યવાહી કરશે.કેબિનેટ બેઠકમાં નીચે મુજબની ચાર રજૂઆતોનો સૈધ્ધાંતિક સ્વીકાર કરાયોઉચક બદલી મુસાફરી ભથ્થું/વય નિવૃત્તિ સમયનું ઉચક મુસાફરી ભથ્થું સાતમા પગાર પંચ પ્રમાણે આપવું.ચાર્જ એલાઉન્સ બેઝિક પગારના 5 કે 10 ટકા આપવામાં આવે છે, જે સાતમા પગાર પંચ મુજબ આપવું.મુસાફરી અને દૈનિક ભથ્થાના દર સુધારવા.વય નિવૃતિ-અવસાન ગ્રેજ્યુઇટીની રકમમાં વધારો કરવો.મહત્ત્વનું છે કે, ગાંધીનગરમાં રાજ્ય સરકારની મંત્રીમંડળની બેઠક દર બુધવારે યોજવામાં આવે છે. જોકે આ વખતે રવિવારે કેબિનેટ યોજાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારમાં પ્રથમવાર રવિવારે સચિવાલયમાં કોઈપણ એજન્ડા વગર કેબિનેટ બેઠક યોજવામાં આવતા રાજકીય અને વહીવટી તંત્રમાં ચર્ચા વ્યાપી છે. જોકે, આજની કેબિનેટ બેઠક મળે તે પહેલા ગઈકાલે અચાનક રાજ્ય કર્મચારી મહામંડળ-સંયુક્ત મોરચાના આગેવાનો સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા હતા. જ્યારબાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા અને મુખ્ય સચિવ રાજકુમાર સામાન્ય વહીવટ, નાણાં સહિતના વિભાગોના સચિવો વચ્ચે દોઢ કલાક સુધી બેઠક ચાલી હતી.આ બેઠક બાદ ઋષિકેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં વર્ષ 2005માં સરકાર નોકરીમાં જોડાયેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજના મુદ્દે લાભ મળશે તેવા સંકેતો આપ્યા હતા. આ સહિત 7માં પગારપંચના પડતર પ્રશ્નો અંગે પણ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવા અંગે વાત કરી હતી. જોકે, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં સરકારી કર્મચારીઓના સંગઠનના હોદ્દેદારો અને મંત્રીઓ પણ સચિવાલયમાં હાજર રહ્યાં હતા. 

BIG NEWS : રાજ્ય સરકારની જાહેરાત, વર્ષ 2005 પહેલાના કર્મીઓને મળશે OPSનો લાભ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gandhinagar Cabinet Meeting : આજે (6 ઓક્ટોબર 2024) ગાંધીનગર ખાતે સચિવાલયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મોટા નિર્ણયો લેવાયા છે. કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં જગદીશ વર્મા અને બચુ ખાબડ હાજર રહ્યા. જેમાં તેમણે કેબિનેટના મહત્ત્વના નિર્ણયોની જાહેરાત કરી છે. વર્ષ 2005 પહેલાં ભરતી થયેલા રાજ્ય સરકારના કર્મચારીઓને જૂની પેન્શન યોજના (OPS)નો લાભ મળશે તેવી રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. 60,254 કર્મચારીઓને સીધો લાભ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે માહિતી આપી છે.

2005 પહેલાના કર્મચારીઓને મળશે OPSનો લાભ : ઋષિકેશ પટેલ

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, આજે (રવિવાર) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગુજરાત સરકાર દ્વારા રાજ્ય સરકારના વિવિધ કર્મચારી મંડળોની રજૂઆતો સાંભળી હતી. 60,254 કર્મચારીને સીધો ફાયદો થાય તે માટે નિર્ણય લેવાયો છે. તારીખ 01-04-2005થી જેઓ નોકરી લાગ્યા હતા એમને પાંચ વર્ષનો લાભ ના મળતો હોવાનું લખ્યાં છતાં પણ આવા કર્મચારીઓની નિમણૂક થઈ હતી અને પાછળથી કાયમી થયા હતા તેમને  જૂની પેન્શન યોજના (OPS)નો લાભ આપવાનો નિર્ણય કર્યો છે. નિયમિત નિમણૂક થઈ ગઈ હોય કે નિમણૂક પ્રક્રિયા થઈ ગઈ હોય એને આ લાભ મળશે. આ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે. તેમને ઉચક મુસાફરી ભથ્થું 7માં પગારપંચ પ્રમાણે આપવામાં આવશે. તાત્કાલિક અસરથી સ્વીકારવામાં આવેલ મુદ્દાઓથી સરકારને 200 કરોડ રૂપિયાનો બોજો પડશે. હવે જે બાકીના મુદ્દા બાકી રહી ગયા છે જે આગળ વધારે અભ્યાસ કરી, કમિટી બેસી ખૂબ ઝડપથી નિર્ણય લેવાની સૂચના આપવામાં આવી છે. 

ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આનું ભારણ કેટલું આવશે તે નક્કી નથી પણ એનો પરિપત્ર સરકાર જલ્દી કરશે. ફિક્સ પે મુદ્દે મંત્રીએ જણાવ્યું કે ફિક્સ પેનો કોર્ટમાં મુદ્દો છે, તેનો નિર્ણય આવ્યા બાદ સરકાર કાર્યવાહી કરશે.

કેબિનેટ બેઠકમાં નીચે મુજબની ચાર રજૂઆતોનો સૈધ્ધાંતિક સ્વીકાર કરાયો

  • ઉચક બદલી મુસાફરી ભથ્થું/વય નિવૃત્તિ સમયનું ઉચક મુસાફરી ભથ્થું સાતમા પગાર પંચ પ્રમાણે આપવું.
  • ચાર્જ એલાઉન્સ બેઝિક પગારના 5 કે 10 ટકા આપવામાં આવે છે, જે સાતમા પગાર પંચ મુજબ આપવું.
  • મુસાફરી અને દૈનિક ભથ્થાના દર સુધારવા.
  • વય નિવૃતિ-અવસાન ગ્રેજ્યુઇટીની રકમમાં વધારો કરવો.

મહત્ત્વનું છે કે, ગાંધીનગરમાં રાજ્ય સરકારની મંત્રીમંડળની બેઠક દર બુધવારે યોજવામાં આવે છે. જોકે આ વખતે રવિવારે કેબિનેટ યોજાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારમાં પ્રથમવાર રવિવારે સચિવાલયમાં કોઈપણ એજન્ડા વગર કેબિનેટ બેઠક યોજવામાં આવતા રાજકીય અને વહીવટી તંત્રમાં ચર્ચા વ્યાપી છે. જોકે, આજની કેબિનેટ બેઠક મળે તે પહેલા ગઈકાલે અચાનક રાજ્ય કર્મચારી મહામંડળ-સંયુક્ત મોરચાના આગેવાનો સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા હતા. જ્યારબાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા અને મુખ્ય સચિવ રાજકુમાર સામાન્ય વહીવટ, નાણાં સહિતના વિભાગોના સચિવો વચ્ચે દોઢ કલાક સુધી બેઠક ચાલી હતી.

આ બેઠક બાદ ઋષિકેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં વર્ષ 2005માં સરકાર નોકરીમાં જોડાયેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજના મુદ્દે લાભ મળશે તેવા સંકેતો આપ્યા હતા. આ સહિત 7માં પગારપંચના પડતર પ્રશ્નો અંગે પણ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવા અંગે વાત કરી હતી. જોકે, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં સરકારી કર્મચારીઓના સંગઠનના હોદ્દેદારો અને મંત્રીઓ પણ સચિવાલયમાં હાજર રહ્યાં હતા.